વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

*‘રીઝલ્ટ’*બાળપણ કેવું હતુ ?* ડિસેમ્બર 11, 2017

Filed under: જીવનમાં ઉતારવા જેવું,Uncategorized — mysarjan @ 5:53 પી એમ(pm)
*‘રીઝલ્ટ’*
રોહનની માર્કશીટ લઇને ઘરે આવતા જ તેની મમ્મીએ બેગ પછાડી અને કહ્યું, ‘રોહન, ધીસ ઇઝ વેરી બેડ, ઓન્લી એઇટી સીક્સ પર્સંટ……!!’
‘નો, મમ્મા એઇટી સીક્ષ પોઇંટ નાઇન એન્ડ આઇ એમ ઓન નાઇન્થ પોઝીશન ઇન માય ક્લાસ…!!’  રોહન ગર્વથી પોતાનું રીઝલ્ટ કહી રહ્યો હતો.
પણ તેના મમ્મી તેના પરિણામથી ખુશ નહોતી.
‘યુ નો.. બીફોર નાઇન ધેર આર એઇટ સ્ટુડેન્ટ…!!’
‘નો મમ્મા, ધેર આર ઇલેવન સ્ટુડેન્ટ અપ ટુ એઇટ રેન્ક…!!’ રોહને થોડી સ્પષ્ટતા કરી.
‘ઓહ.. રોહન તુમ મુઝે ઐસે કહ રહે હો કી તુમને કોઇ એવોર્ડ લેને વાલા કામ કીયા હૈ…..!! નહી.. નહી ઇતના કમ રીઝલ્ટ નહી ચલેગા…. ફ્રોમ ટુડે યોર નેક્ષ્ટ સ્ટાંડર્ડ પ્રીપરેશન વીલ સ્ટાર્ટ.. યોર રીઝલ્ટ ગોઇંગ વેરી પુઅર ફ્રોમ લાસ્ટ થ્રી ઇયર્સ…! ઇન ધીસ વેકેશન નો પિકનીક.. નો ગીફ્ટ… નો મોબાઇલ… નો ટીવી…. યોર મેમરી  પાવર ઇમ્પ્રુવમેન્ટ  ટ્યુશન સ્ટાર્ટૅ ફ્રોમ ટુમોરો… એન્ડ અબ સીક્સથ સ્ટાન્ડર્ડૅમે ઐસા રીઝલ્ટ નહી ચલેગા….!!’ રોહનનાં પાંચમા ધોરણનાં પરિણામે તો જાણે તેની મમ્મીની બધી અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું હોય તેમ નિસાસો નાખ્યો.
‘બટ…. મમ્મા… આઇ વાન્ટ….!!’ રોહનના શબ્દો હવે મમ્મીના ગુસ્સા સામે લાચાર બની ગયા હતા.
‘અને તારા ડેડીને આ રીઝલ્ટની જ્યારે ખબર પડશે ત્યારે તો…..!!’ મમ્મી રોહનને જાણે ડરાવી રહી હતી.
‘બટ… મમ્મા…!!’
‘શટ યોર માઉથ, નો સિંગલ વર્ડ.. ગો ઇન ધ રુમ એન્ડ ડુ પ્રીપરેશન ફોર હેન્ડ રાઇટીંગ…! આઇ એન્ડ યોર ડેડ ડુ ટુ મચ વર્ક એન્ડ પે હાયર ફી ઓલ્સો… બટ યુ આર નોટ સિરીયસ.. ઔર ઐસા હી રહા તો તેરા કુછ ભી નહી હોને વાલા..!’  મમ્મીના ફાંકડા અંગ્રેજીમાં રોહન બિચારો કઠપુતળી બની ગયો હતો.
રોહન તેના મિત્રો સાથે રમવા જવા ઇચ્છતો હતો. પણ આજે સ્કુલથી પરિણામ લઇને ઘરે આવતા આખા’ય રસ્તામાં અને છેલ્લે ઘરે પણ મમ્મીએ તો તેનો ઉધડો જ લઇ લીધો હતો.
’મમ્મા… મૈ પહલે સામને વાલે ઋત્વિક કા  રીઝલ્ટ દેકર આતા હું. ઉસકો બુખાર હૈ, ઇસલીયે મૈ હી ઉસકી માર્કસીટ લેકર આયા હું.’ રોહન તેની મમ્મીથી દુર થવા માંગતો હતો અને તેને કારણ મળી ગયું.
‘ઓકે.. મગર જલ્દી આના.. ઉસકા રીઝલ્ટ ક્યા આયા હૈ…?’ મમ્મીએ રોહનને દરવાજે રોકતા જ કહ્યું.
રોહને તેના હાથમાં રહેલી માર્કસીટ સામે નજર કરી અને કહ્યું, ‘નાઇન્ટી ફોર પોઇન્ટ સેવન. સેકન્ડ રેન્ક ઇન ક્લાસ.’
નેવુંની સીરીઝમાં  ઋત્વિકનું રીઝલ્ટ સાંભળતા જ ફરી મમ્મીનો પિત્તો ગયો, ‘ દેખ, કિતના બ્રિલિયન્ટ હૈ.. પુરા દિન મન લગાકે પઢાઇ કરતા હૈ.. ઔર એક તુ હૈ જો….!!’ રોહનને હવે મમ્મીના શબ્દો નહોતા સાંભળવા એટલે તે દરવાજાથી જલ્દી બહાર નીકળી ગયો.
સામેના જ ફ્લેટમાં રહેતા ઋત્વિકનો ડોરબેલ વગાડતા જ ઋત્વિકની મમ્મીએ દરવાજો ખોલ્યો. ‘અરે, આવ બેટા રોહન..’  ઋત્વિકની મમ્મી સ્પષ્ટ ગુજરાતી જ બોલતી. તેને અંગ્રેજી નહોતું આવડતું.
‘આન્ટી, આ ઋત્વિકનુ  રીઝલ્ટ આપવા આવ્યો છું.’ રોહને માર્કશીટ બતાવી.
‘એ ત્યાં ટેબલ પર મુકી દે. ઋત્વિકને સારુ થશે એટલે જોઇ લેશે.’ મમ્મી ઋત્વિકના બેડ પર તેને માથા પર હાથ ફેરવી રહી હતી.
 ‘આન્ટી, હું તમારી પાસે બેસું. તમે મારા માથામાં હાથ ફેરવશો ? મને તે બહુ ગમે છે.’ રોહન ખરેખર નિર્દોષ હતો.
‘અરે, બેટા, આવને તું પણ મારો દિકરો જ છે.’ ઋત્વિકના મમ્મીએ રોહનને પાસે  બેસાડ્યો અને માથા પર હાથ ફેરવવા લાગી.
 ‘આન્ટી, વ્હાય યુ નોટ સી રીઝલ્ટ…આઇ મીન તમે ઋત્વિકનું રીઝલ્ટ કેમ જોયું જ નહી ?’ રોહને નિર્દોષ પ્રશ્ન કર્યો.
‘અરે, બેટા આ રીઝલ્ટ તો પછી જોઇ લઇશ. મને તો આ ટકાવારીની રેસ જોવી ગમતી જ નથી.’ ઋત્વિકના મમ્મીના એક વાક્યના જવાબમાં તો રોહન પોતના મમ્માના હંટર જેવા શબ્દો યાદ આવી ગયા.
‘પણ, જો રીઝલ્ટ સારુ નહી આવે તો આગળ જિંદગીમાં કશું કરી જ ન શકાય’ને ?’ રોહને ફરી પોતે સાંભળેલા શબ્દોને પોતાના પ્રશ્નમાં રજુ કર્યો.
ઋત્વિકની મમ્મીએ તેને સમજાવ્યું ‘નહી, બેટા, કોણે કહ્યું કે એક પરિક્ષામાં રીઝલ્ટ ઓછુ આવે કે જિંદગીમા કશુ ન કરી શકાય…! આ રીઝલ્ટ તો કાયમ બદલાયા કરે, ભણવું એટલે વધારે રીઝલ્ટ લાવવું એમ નથી હોતું. તમારે આ ઉંમરે આમ મોટા માણસ બની જવાની કોઇ જરુર નથી. બાળપણની મજા કરો…..!’
હજુ તેમના શબ્દો પુરા થયા નહોતા ત્યાં ઋત્વિકના ડેડી આવી ગયા. રોહનને જોઇને તેમને વ્હાલથી ગાલે ટપલી મારી, ‘કેમ છે રોહન ? ઋત્વિકને સવારે જ અચાનક તાવ ચડી ગયો…! તેને સારુ થાય એટલે રમજો..!’
‘અંકલ.. આજે તમારી ઓફીસમાં રજા છે ?’ રોહને પુછ્યું.
‘નહી.. તો આ તો ઋત્વિકને સારુ નહોતું એટલે થયું કે લાવ આજે તેની પાસે જ રહું એટલે મે રજા લીધી છે.’ ઋત્વિક તેના ડેડીનો અવાજ સાંભળીને બેઠો થયો.
‘અરે, રોહન… શું રીઝલ્ટ આવ્યું ?’ ઋત્વિકે  તરત જ પુછ્યું. ‘અરે આ વર્ષે તું ફર્સ્ટ નથી આવ્યો. સેકન્ડ નંબર છે.’ રોહને તરત જ જવાબ આપ્યો.
રોહનનો જવાબ સાંભળી ઋત્વિકના ચહેરા પર થોડી ઉદાસી દેખાઇ તો તરત જ તેના મમ્મી-પપ્પા તેની પાસે આવી ગયા. ‘અરે બેટા, કોણ કહે છે કે દર વર્ષે ફર્સ્ટ જ આવવું જોઇએ. ડોન્ટ વરી.. તને યાદ છે’ને પેલો ભગવદ ગીતાના શ્લોક કર્મણ્ય વાધીકારસ્તે મા ફલેષુ કદાચન..!! યુ એન્જોય યોર વેકેશન.’ તેના ડેડીએ તેના હાથમાં નવી લાવેલી ગેમ્સ મુકીને ઋત્વિકને ખુશ કરી દીધો.
‘અંકલ એ શ્લોક કયો છે ? મને સમજાવશો ?’ રોહને તેમના સંસ્કૃત શબ્દો ન સમજાતા પુછી લીધું.
રોહનની વાત સાંભળી ઋત્વિકની મમ્મીએ કહ્યું, ‘ બેટા, ભગવદગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ જ કહ્યું છે, આપણને માત્ર મહેનત કરવાનો અધિકાર છે. ફળની કોઇ આશા ન રાખવી.’
રોહન કદાચ, બધુ નહી સમજ્યો હોય પણ તે ઉભો થયો અને કહ્યું, ‘થેન્ક્યુ..અંકલ- આંટી. હું જાઉં છું.’ તે પોતાના ફ્લેટ તરફ ગયો…
પપ્પા ઘરે આવી ગયા હતા. તેમના હાથમાં માર્કશીટ હતી. મોમ અને ડેડ ડીસક્સન કરી રહ્યા હતા, ‘ધીસ ટાઇમ રોહન ડાઉન ટુ પરસન્ટ બીલોવ, હી ઇઝ નોટ સિરીયસ એન્ડ ઓલ્સો હી નોટ કોન્સન્ટ્રેટ ઓન સ્ટડી…. આઇ ડિસાઇડ વી સુડ ચેન્જ સ્કુલ એન્ડ પર્સનલ કોચીંગ ટીચર ઓલ્સો…..!!’
રોહનને રુમ તરફ આવતો જોઇ તેના ડેડીએ પણ ફરી તેને પરિણામનાં બે ટકાના ફેરફાર માટે જાણે દેશની પ્રગતિ અટકી જવાની હોય તેટલું ભાષણ આપ્યું.
અને બન્ને એકસાથે છેલ્લે કહ્યું, ‘રોહન તું જ નક્કી કરી લે તારે શું બદલવું છે ? સ્કુલ ? ટ્યુશન ટીચર કે તારા રખડેલ ફ્રેન્ડસ…???
રોહને ધીરેથી નિસાસો નાંખતા કહ્યું. *‘આઇ વોન્ટ ટુ ચેન્જ માય પેરેન્ટ્સ….!! (મારે મારા મમ્મી-પપ્પા બદલવા છે…!!)’*
અને તે જ ક્ષણે રોહનના ડેડીના હાથમાં રહેલી માર્કશીટ હવામાં લહેરાઇને ફર્સ પર પડી ગઇ અને મમ્મી-ડેડી બન્ને સોફા પર ફસડાઇ પડ્યા….!!
*સ્ટેટસ*
*આજના ભણતરનું પરિણામ કંઇક એવું હતું.*
*કોઇને યાદ જ ન રહે કે, બાળપણ કેવું હતુ ?*
Advertisements
 

*નરેન્દ્ર મોદી દ્વારા લિખિત એક રચના*📝 મે 6, 2017

Filed under: Uncategorized — mysarjan @ 1:52 પી એમ(pm)
vasant
📝 *નરેન્દ્ર મોદી દ્વારા લિખિત એક રચના*📝
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ ?
હું પડકાર ઝીલનારો માણસ છું.
હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું.
ઝળાંહળાંનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે;
અંધારાના વમળને કાપે
કમળ તેજ તો સ્ફુરતું છે
ધુમ્મસમાં મને રસ નથી
હું ખુલ્લો અને નિખાલસ છું;
પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ ?
હું પડકાર ઝીલનારો માણસ છું.
કુંડળીને વળગવું ગમે નહીં
ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાંબાજી રમે નહીં.
હું પોતે જ મારો વંશજ છું
હું પોતે મારો વારસ છું.
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ ?
હું પડકાર ઝીલનારો માણસ છું.
– નરેન્દ્ર મોદી
 

“Unlimited power”.એન્થની રોબીન્સનનું એક પુસ્તક

Filed under: પુસ્તક પરિચય,Uncategorized — mysarjan @ 1:34 પી એમ(pm)
power    unlimited power
એન્થની રોબીન્સનનું એક પુસ્તક છે “Unlimited power”. આ પુસ્તકમાં એણે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
એક ગુનેગારને મૃત્યુદંડની સજા કરવામાં આવી. અને એની મૃત્યું માટેની તારીખ પણ નકકી કરવામાં. મનની શરિર પર થતી અસરો પર સંશોધન કરનાર એક ટીમે કોર્ટને અરજી કરીને આ ગુનેગાર પર પ્રયોગ કરવા માટેની પરવાનગી મેળવી. કોર્ટે નિષ્ણાંતોના અભિપ્રાય બાદ પરવાનગી આપી.
મૃત્યુદંડની સજા પામેલા આ ગુનેગારને એવું કહેવામાં આવ્યુ કે તને જુદી રીતે મૃત્યુદંડની સજા કરવાની છે. ફાંસી આપીને કે ઇલેક્ટ્રોનિક શોકથી નહીં પરંતું એક અત્યંત ઝેરી કોબ્રા કરડાવી ને તારુ મૃત્યુ નિપજાવવામાં આવશે. આ વાત પેલા ગુનેગારને મૃત્યુંની તારીખ સુધીમાં વારંવાર કરવામાં આવી. અને નક્કી થયેલી તારીખે એને એક રૂમમાં બેસાડવામાં આવ્યો.
તેની નજર સામે જ અત્યંત ઝેરી સાપ લાવવામાં આવ્યો જેને જોઇને જ ડર લાગે. સાપને એનાથી થોડે દુર રાખ્યો અને પછી કેદીના હાથ-પગ બાંધીને આંખ પર પણ પટ્ટી બાંધવામાં આવી. આંખ પર પટ્ટી બાંધ્યા પછી સાપને ફરીથી એક ટોપલામાં બંધ કરીને ત્યાંથી પાછો લઇ ગયા. થોડીવાર પછી ગ્લુકોઝના પાણીથી ભરેલા ઇન્જેકશનની નાની સોઇ કેદીના શરીરમાં 2-3 વાર ભોંકવામાં આવી. જ્યારે એના શરીરમાં સોઇ ભોંકાઇ ત્યારે ત્યાં હાજર જવાબદાર અધિકારીએ કહ્યુ કે ઝેરી સાપ કરડાવવાની સજા પુરી થઇ.
થોડીવારમાં એ વ્યક્તિ તરફડવા લાગી અને મૃત્યુ પામી. મૃત્યું બાદ મૃત્યુનું કારણ જાણવા માટે શરિરનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું અને પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં મૃત્યુંનું કારણ શરીરમાં લોહીની સાથે ભળી ગયેલું ઝેર બતાવવામાં આવ્યું.
કેદીને આ ઝેર બહારથી તો આપેલું નહોતું તો ક્યાથી આવ્યું ? ગુનેગારની માન્યતાએ ગ્લુકોઝના પાણીને પણ ઝેર બનાવી દીધુ હતું. આપણે પણ કેટલીક આવી જ માન્યતા અને નકારાત્મકતા સાથે જીવન જીવીએ છીએ અને આપણા જીવનમાં ઝેર ઉમેરીએ છીએ. અમેરિકા ના પ્રમુખ રૂઝવેલ્ટ એવું કહેતા કે “ આપણી પરવાનગી વગર દુનિયાની કોઇ તાકાત આપણને દુખી ના કરી શકે. ” દુ:ખને આપણે જ આમંત્રણ આપીને બોલાવીએ છીએ નબળા વિચારોથી.
Be positive
Wish you well 🙂
 

અતિતની અટારીએથી

Filed under: કાવ્ય,Uncategorized — mysarjan @ 1:29 પી એમ(pm)
💞 *_અતિતની અટારીએથી અને એ પણ વળી અજંપા સાથે જ સ્તો !!_* 💔
દાદીમા બનાવતા હતા રોટલી,
પહેલી ગાયની અને કૂતરાની છેલ્લી !
રોજ સવારે એક વાછરડું ઘરના આંગણે આવતું,
ગોળનું ઢેફું ખાવા માટે !
કબુતરોને  ચણ,
           કીડીઓને લોટ !
શનિવારે હનુમાનને સરસવનું તેલ,
અમાસ, પૂનમે બ્રાહ્મણને સીધું, ફળીયાની કાળી કુતરી વિયાય ત્યારે ગોળ-ચણાનો પ્રસાદ અને કાળીને રાબ, ઓઢવા માટે કોથળો !!
બધું જ એજ ઘરમાંથી  અપાતું હતું જે ઘરમાં ભોગવિલાસના નામ પર સાચે જ કહી શકાય એવો રેડિયો કે ટેબલ પંખો પણ નો’તો !!
આજ..
સામાનથી હકડેઠઠ્ઠ ભરેલા ઘરમાં કંઇ જ નીકળતું નથી, સિવાય લડવાનો કર્કશ અવાજ અને ગાળાગાળીનો અસ્ખલિત પ્રવાહ !
મને આજે પણ યાદ છે..
મકાનો કાચા હતા પણ સંબંધો સાવ સાચા હતા…
દિવાલો જર્જરિત હતી પણ લાગણીઓ અવિરત હતી !
ખાટલામાં સાથે બેસતા હતા અને એકબીજાના દિલમાં પ્રેમથી રહેતા હતા !
સોફા અને ડબલ બૅડ શું આવી ગયો,
અંતર એકબીજા વચ્ચે વધારી ગયો !
ઘરના માથે સૂતા’તા અને વાતો અલકમલકની કરતા’તા !
ઘરના આંગણે ઝાડ હતા,
સૌના સુખ-દુ:ખ ભેળા હતા !
દરવાજા ઘરના ખુલ્લા રહેતા’તા,
રસ્તે જનારા પણ આવી બેસતા’તા !
કાગડા છત પર બોલતા’તા,
મહેમાન પણ આવતા જાતા,તા !
એક સાયકલ જ ખાલી પાસે હતી ,
તોય આખા ગામની જાણે એ જાગિરી હતી !
સંબંધો સૌ સાચવતા હતા,
રિસાતા હતા અને મનાવતા પણ હતા !
પૈસાનું ભલે છેક હતું,
પણ તેનું દુ:ખ ના એક હતું !
મકાન ભલે કાચા હતા પણ સંબધો સાવ સાચા હતા !
હવે જાણે કે બધું મેળવી લીધું છે પણ લાગે છે કે ઘણું બધું ગૂમાવી દીધું છે !!!
 

પિયર શું હોય?

Filed under: વાંચવા જેવી વાત,Uncategorized — mysarjan @ 1:21 પી એમ(pm)
Apr 30

_*”દરેક પરિવારે વાચવા જેવું અને અમલ કરવા જેવું…”*_
“મમ્મી આપિયર શું હોય?
– સામેની બર્થ પર એક નાની માંજરી આંખોવાળી ઢીંગલી પૂછી રહી એની મમ્મીને..
“બેટા.. પિયર એટલે…. મમ્મીના પપ્પાનું ઘર!” –
પોતાની લાડલીની ચોટી સરખી કરતા મમ્મીએ સરળ શબ્દોમાં જવાબ આપ્યો.
“પણ મમ્મી, નાનાજી તો ભગવાનદાદા પાસે જતા રહ્યા છે..
તો તારું પિયર ભગવાનદાદાનું ઘર એટલે કે ટેમ્પલ કેહવાય?”
– આંખો પટ-પટાવતા સંપૂર્ણ નિર્દોષતાથી એ ઢીંગલી પૂછી રહી.
“નાં બેટા, તારા મામાનું ઘર છે ને, એ પહેલા નાનાજીનું ઘર હતું – એટલે એ મમ્મીનું પિયર કહેવાય.”
– ફરી શક્ય એટલા ઓછા શબ્દોમાં મમ્મીએ જવાબ આપ્યો,
જવાબમાં જેટલા વધુ શબ્દો એટલા જ વધુ પ્રશ્નો -એ સમઝીને જ તો!
“મમ્મી, આપણે દર વેકેશનમાં મામાનાં ઘેર જઈએ ત્યારે તું કેટલી જુદી હોય.
સવારે નિરાંતે ઉઠે.
બધું કામ કરતા-કરતા મસ્ત મઝાના ગીતો ગાતી જાય,
બપોરે મામા પાસે પિક્ચરની સીડી મંગાવીને પિક્ચર જુવે,
સાંજે કામ કરતા કરતા અમને કેટલી સ્ટોરીઝ કરે.
મામાના કબાટમાંથી શોધી શોધીને બુક્સ કાઢીને રાતે જાગી જાગીને વાંચે…
મને બૌ ગમે જયારે તું આ બધું કરે.
તું એકદમ ખુશ અને બ્યુટીફૂલ લાગે મમ્મી.”
– માંડ નવ-દસ વર્ષની ટબુડી એ વાત જોઈ ગઈ જે કદાચ આપણો પુખ્ત સમાજ જોઈ કે સમઝી નથી શકતો…
“બેટા હું મામાનાં ઘેર કે દાદાના ઘેર,
બધે જ ખુશ જ હોઉં છું… ”
– દીકરીના અણધાર્યા લાગણીભીના શબ્દો મમ્મીને નિશબ્દ કરી ગયા.
“હા મમ્મી , તું આમ તો ખુશ જ હોય છે પણ…
દાદા નાં ઘેર તું ક્યાંક ખોવાઈ જાય છે.
આખો દિવસ મારા, પપ્પા કે દાદા-દાદી માટે આમ તેમ દોડ્યા જ કરે છે..
તું ખુશ હોય છે ખરી પણ એવી “જુદી ખુશ” નહિ જેવી તું મામાના ઘેર હોય છે …
એવું કેમ હોય મમ્મી?” –
નાની ઢીંગલીના સવાલનો મમ્મી પાસે કોઈ જવાબ ન હતો..
દીકરીને છાતી સરસી ચાંપીને મમ્મી હસી રહી,
પોતે ખુશ છે એ બતાવવા…
આવો …..
આપણા કુટુંબની સ્ત્રીઓ -માત્ર વેકેશનની થોડી ક્ષણો નહિ,
આખી જીન્દગી દિલથી જીવી અને માણી શકે એવા સમાજનું ઘડતર કરીએ…..
આરામ કરવા, શ્વાસ લેવા, હળવા થવા કે પછી મન ભરીને પોતાના શોખ પુરા કરવા પિયર જવાની રાહ નાં જોવી પડે એવા “ઘર” આપીએ દરેક સ્ત્રીને!
પિતા, પતિ કે પુત્રની મરજી અને અસ્તિત્વથી અલગ પોતાનું નોખું અસ્તિત્વ વિકસાવી અને જીવી શકે એવી આબોહવા અને વાતાવરણ આપીએ..
આપણા જીવનની દરેક સ્ત્રીને!
આવો – “પારકી” શબ્દને ત્યજીને – “પોતાનાપણા”-ની સલામતી,
હુંફ અને લાગણી આપીએ આપણી “માં”,
“પત્ની, બહેન અને દીકરીને..!
It’s true story..
 

વિચિત્ર મનુષ્ય ! એપ્રિલ 19, 2017

Filed under: ગમ્મત-ગુલાલ,Uncategorized — mysarjan @ 1:15 પી એમ(pm)
વિચિત્ર મનુષ્ય !
છેલ્લાં ત્રીસ વરસથી ઝવેરી બજારમાં ઈડરવાળા મહાશંકરમહારાજની હોટેલ ધમધોકાર ચાલતી હતી, છતાં એમણેજિંદગીમાં હિસાબનો ચોપડો રાખ્યો નહોતો.સાંજે જે ગલ્લો આવેએમાંથી બીજા દહાડે સવારે દાણાવાળા, શાકવાળા,દૂધવાળાનાહિસાબ ચૂકવી દેતા.
બાપાચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા દીકરા મનહરે દુકાનમાંદાખલ થતાં કહ્યું,” તે તમે કેવી રીતે ધંધો ચલાવો છો ?
ચોપડા વગર તમન્ર કેટલો નફો થયો એની કેવી રીતે ખબર પડે? ” ” જો બેટા, હું દેશમાંથી મુંબઈ માત્ર પહેરેલે ધોતિએ આવ્યોહતો, આજે તારો ભાઈ ડૉક્ટર છે. તારી બહેન વકીલાત કરે છે નેતું ચર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો….” ” પણ બાપા, એમાં…”
આજે આપણી પાસે મોટર છે. રહેવાનો આપણો ઓનરસિપનોફ્લેટ છે. બધી વહુઓને દાગીના છે ને હોટેલ છે.
બધાનો સરવાળો કર અને એમાંથી ધોતિયું બાદ કર.
જે આવે તે નફો ! “
મનુષ્ય … !
જ્યારે પૈસોન હોય ત્યારે ઘેર બેઠાં શાકભાજી ખાય;
જ્યારે પૈસો હોય, ત્યારે સરસ રેસ્ટોરેન્ટ્માં જઈને શાકભાજી ખાય.
જ્યારે પૈસો હોય, ત્યારે બાઈસિકલ ચલાવે;
જ્યારે પૈસો હોય, ત્યારે તેવી બાઈસિકલ જીમમાં જઈનેચલાવે.
જ્યારે પૈસો હોય, ત્યારે રોજી કમાવા પગે ચાલે;
જ્યારે પૈસો હોય, ત્યારે ચરબી બાળવા પગે ચાલે.
વિચિત્ર મનુષ્ય !
પોતાની જાતને છેતરવામાં ક્યારેય પાછો પડતો નથી !
જ્યારે પૈસો હોય, ત્યારે લગ્ન કરવા ઈચ્છે;
જ્યારે પૈસો હોય, ત્યારે છૂટાછેડા લેવા ઈચ્છે.
જ્યારે પૈસો હોય, ત્યારે પત્નીને સેક્રેટરી બનાવે;
જ્યારે પૈસો હોય, ત્યારે સેક્રેટરીને પત્ની બનાવે.
જ્યારે પૈસો હોય, ત્યારે પૈસાવાળાની જેમ વર્તે;
જ્યારે પૈસો હોય, ત્યારે ગરીબ હોવાનો દેખાવ કરે.
વિચિત્ર મનુષ્ય !
ક્યારેય સાદું સત્ય નહીં બોલે !
કહેશે કે શેરબજાર ખરાબ છે, પણ તોય સટ્ટો ચાલુ રાખે.
કહેશે કે પૈસો અનિષ્ટ છે, પણ ધનપ્રાપ્તિમાં રચ્યો રહે,
હેશે કે ઊચ્ચ પદવીમાં એક્લતા છે, પણ તેની અપેક્ષા છોડેનહીં.
કહેશે કે જુગાર અને દારુ ખરાબ છે, પણ તેમાં અટવાયલો રહે.
વિચિત્ર મનુષ્ય !
જે કહે તે માને નહીં અને જે માનતો હોય તે કહે નહીં..!!
 

*…A lovely poem from Gulzar…

Filed under: કાવ્ય,Uncategorized — mysarjan @ 1:10 પી એમ(pm)
*…A lovely poem from Gulzar…*
कुछ हँस के
     बोल दिया करो,
कुछ हँस के
      टाल दिया करो,
यूँ तो बहुत
    परेशानियां है
तुमको भी
     मुझको भी,
मगर कुछ फैंसले
     वक्त पे डाल दिया करो,
न जाने कल कोई
    हंसाने वाला मिले न मिले..
इसलिये आज ही
      हसरत निकाल लिया करो !!
 समझौता
      करना सीखिए..
क्योंकि थोड़ा सा
      झुक जाना
 किसी रिश्ते को
         हमेशा के लिए
तोड़ देने से
           बहुत बेहतर है ।।।
किसी के साथ
     हँसते-हँसते
 उतने ही हक से
      रूठना भी आना चाहिए !
अपनो की आँख का
     पानी धीरे से
पोंछना आना चाहिए !
      रिश्तेदारी और
 दोस्ती में
    कैसा मान अपमान ?
बस अपनों के
     दिल मे रहना
आना चाहिए…!
                            – गुलज़ार😊