વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

સમજવા જેવું જૂન 2, 2017

Filed under: ગધ્ય,સમજવા જેવું — mysarjan @ 1:23 પી એમ(pm)
એક દયાળું સ્વભાવની સ્ત્રી હતી. એને એવો નિયમ કરેલો કે રસોઇ બનાવતી વખતે પ્રથમ રોટલી તૈયાર કરીને એને બહારની શેરીમાં પડતી રસોડાની બારી પર મુકવી જેથી જરુરિયાત વાળી વ્યક્તિ એ રોટલીઓ ઉપયોગ કરી શકે.
એક વખત એક ભિખારીની નજર આ રોટલી પર પડી એટલે એ રોટલી લેવા માટે આવ્યો. રોટલી હાથમાં લઇને બોલ્યો “ જે ખરાબ કરે છે તે તેની સાથે જ રહે છે અને જે સારુ કરે છે તે તેને પાછુ મળે છે.” પેલા બહેનને આ કંઇ સમજાયુ નહી.
બીજા દિવસે ભિખારી પાછો આવ્યો. પેલી સ્ત્રી રોટલી મુકે તેની રાહ જોઇને બેઠો જેવી રોટલી મુકી કે ફટાક દઇને ઉઠાવી લીધી અને બોલ્યો “ જે ખરાબ કરે છે તે તેની સાથે જ રહે છે અને જે સારુ કરે છે તે તેને પાછુ મળે છે.” પેલી સ્ત્રી વિચારવા લાગી કે એણે મારો આભાર માનવો જોઇએ કે કૃતજ્ઞતા વ્યકત કરવી જોઇએ એને બદલે એ તો રોજ એક સરખો ઉપદેશ આપે છે.
હવે તો આ રોજનો ક્રમ બની ગયો. જેવી રોટલી બારી પર મુકાય કે ભિખારી એ ઉઠાવીને ચાલતી પકડે. પેલી સ્ત્રીને હવે ગુસ્સો આવ્યો. રોજ મારી રોટલી લઇ જાય છે પણ આભારના બે શબ્દો પણ બોલતો નથી.
એક દિવસ ગુસ્સામાં ને ગુસ્સામાં રોટલી પર ઝેર ચોપડીને બારી પાસે મુકવા ગઇ. ભિખારી ત્યાં રાહ જોઇને બેઠો જ હતો. રોટલી બારી પર મુકતા એ સ્ત્રીનો જીવ ન ચાલ્યો એણે ઝેરવાળી રોટલીને ચુલામાં નાખીને સળગાવી દીધી અને બીજી રોટલી બનાવીને બહાર મુકી જે લઇને ભિખારીએ ચાલતી પકડી.
થોડા સમય પછી કોઇએ એના ઘરનો દરવાજો ખખડાવ્યો. એણે દરવાજો ખોલ્યો તો એ ફાટી આંખે સામે ઉભેલી વ્યક્તિને જોઇ જ રહી. ઘણા સમય પહેલા ઘર છોડીને જતો રહેલો એનો યુવાન દિકરો સામે ઉભો હતો. ભિખારી કરતા પણ ખરાબ હાલત હતી. આખુ શરીર ધ્રુજતું હતું. સ્ત્રી તો પોતાના દિકરાને ભેટીને રડી જ પડી.
છોકરાએ કહ્યુ , “ હું ઘણા દિવસનો ભુખ્યો હતો. માંડ માંડ આપણા ગામના પાદર સુધી પહોંચી શક્યો. વધુ ચાલવાની મારી કોઇ જ ક્ષમતા ન હતી. હું બેભાન જેવી અવસ્થામાં પડેલો હતો. ત્યારે ત્યાંથી એક ભિખારી પસાર થયો એના હાથમાં એક રોટલી હતી. હું ટીકી ટીકીને એ રોટલી જોવા લાગ્યો. ભિખારીએ રોટલી મને આપી અને કહ્યુ , “ હું રોજ આ રોટલી ખાઉં છું પણ આજે મારા કરતા આ રોટલીની તને વધારે જરૂર છે. માટે તું ખાઇ જા.”
પેલી સ્ત્રી ત્યાં જ ફસડાઇ પડી. “ અરે મારા પ્રભુ ! આજે ગુસ્સામાં ને ગુસ્સામાં ઝેરવાળી રોટલી એ ભિખારીને આપી હોત તો ?……..હવે મને સમજાય છે એ જે બોલતો હતો તે બિલકુલ સાચુ હતુ.”
મિત્રો, કોઇપણ કામ કરવામાં આવે ત્યારે વહેલું કે મોડુ એનું પરિણામ અવશ્ય મળે છે. સદભાવથી કરેલા કાર્યનું પરિણામ સુખદ હશે અને દુર્ભાવથી કરેલા કાર્યનું પરિણામ દુ:ખદ હશે.
તમારું શું કહેવુ છે, મિત્રો, ??????
મને ગમ્યું તો શેર કર્યું તમને ગમ્યું તો શેર કરો..
Advertisements
 

❛ ચાલને એક નવી કોશિશ કરીએ મે 6, 2017

Filed under: કાવ્ય,સમજવા જેવું — mysarjan @ 1:49 પી એમ(pm)
try
❛ ચાલને એક નવી કોશિશ કરીએ કોઈના ‘વિશે’ બોલવા કરતાં કોઈની ‘સાથે’ બોલીએ ❜
❛  શબ્દો મારાં સાંભળી, વાહ વાહ તો સૌ કરે…..પણ મૌન મારું સાંભળે, કાશ એવું એક જણ મળે…. ❜
❛ હે ” સ્વાથઁ”  તારો ખૂબ  આભાર. ..
એક તુ જ છે  કે જેણે લોકોને  એકબીજા  સાથે જોડીને  રાખ્યા  છે…. ❜
❛ મતભેદ એક એવી ઉધઈ છે કે જે ધીમે ધીમે મન સુધી પહોચી લાગણીઓ ને કોતરી નાખે છે… ❜
❛ બદલો લેવા મા શું મજા આવે,મજા તો ત્યારે આવે જ્યારે તમે સામે વાળા ને બદલી નાખો…. ❜
❛ સંબંધ તો એવા જ સારા,જેમાં હક પણ ન હોય, અને, કોઈ શક પણ ન હોય … ❜
❛ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી
તેથી બધા કહે છે જમાનો ખરાબ છે … ❜
❛ઘણી મેં શોધ કરી શ્લોક ને સ્તુતી માં….
પણ ઇશ્વર આખરે મળ્યો સ્નેહ અને સહાનુભુતિમાં … ❜
❛આંસુ ત્યારે નથી આવતા જયારે તમે કોઈને ખોઈ બેસો છો.પણ આંસુ ત્યારે આવે છે,જયારે તમે ખુદ ને ખોઈ ને પણ બીજાને પામી નથી શકતા … ❜
❛ જ્યારે નાના હતા ત્યારે મોટી મોટી વાતોમા તણાઇ ગયા અને ……..જયારે મોટા થયા ત્યાં તો નાની નાની વાતોમાં વિખેરાઇ ગયા… ❜
❛જો “નિભાવવાની” ચાહ બંને તરફ હોય તો દુનિયાનો કોઈ “સંબંધ” ક્યારેય તૂટતો નથી…. ❜
❛ ડર એ નથી કે…..!
કોઈ રિસાઈ ને ચાલ્યુ જાય છે….!
ડર તો એનો છે કે…..!
લોકો હસ્તાં હસ્તાં….
બોલવાનું બંધ કરી નાંખે છે…….. ❜
❛ તમારા ચહેરા પરનું સ્મિત એ  કુદરતે તમને આપેલી બક્ષિસ છે.પણ એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો
તો એ તમે કુદરતને આપેલી Return Gift છે… ❜
❛ દોડી ગયા છે જે એમને શું ખબર કે…
સાથે ચાલવાની મજા કેવી હોય છે…. ❜
❛પાંચ પગથીયા પ્રેમના,
૧,જોવુ…
૨,ગમવું…
૩,ચાહવુ…
૪,પામવુ… આ ચાર સહેલા પગથીયા છે, સૌથી અઘરુ પગથીયુ છે પાંચમું
૫, નીભાવવુ….. ❜
❛ ખૂબ સહેલું છે કોક ને ગમી જવું,
અઘરૂ તો છે, સતત ગમતા રેહવું….. ❜
❛ આકાશમાં ઉડતા એક ફુગા ઉપર બહુ સરસ લખ્યું હતું કે, જે બહાર છે તે નહી પણ જે અંદર છે તે માણસને ઉપર લઇ જાય છે … ❜
❛ જીવન નો જુગાર જલસા થી રમો. . સાહેબ, કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે (મોત) અને એક દિવસ Show જરૂર કરશે….. ❜
 

પ્રાર્થ ના

Filed under: સમજવા જેવું — mysarjan @ 1:43 પી એમ(pm)
એક સુંદર  પ્રાર્થ ના
———————————
: કશેક અટકું છું…
     તો ઈશારો આપે છે કોઈ,
કશેક ભટકું છું…
     તો સાથ આપે છે કોઈ.
ઈચ્છાઓ…
     એક પછી એક,
                    વધતી રહે છે.
દર વખતે …
      ઠોકરખાધા પછી,
               હાથ આપે છે કોઈ.
આભને આંબવા…
      હાથ ઉઠાવું છું ક્યારેક,
તો આભને…
      નીચું કરી આપે છે કોઈ.,
હે ઈશ્વર…
    તું જે આપી શકે છે ,
        ક્યાં આપી શકે છે કોઈ
 

પૂજા મૂર્તિની કરીએ છીએ કે ભગવાનની ? એપ્રિલ 19, 2017

Filed under: સમજવા જેવું — mysarjan @ 12:24 પી એમ(pm)
પૂજા મૂર્તિની કરીએ છીએ કે ભગવાનની ?
એક ભાઈ ખૂબ ધાર્મિક હતા. ઘરમાં એક સરસ મજાનું નાનું મંદિર બનાવેલું. એમાં ભગવાનની મૂર્તિ પધરાવીને તેની સવાર-સાંજ પૂજા કરતા હતા. ભગવાન કૃષ્ણ પ્રત્યે એમને અપાર શ્રદ્ધા આથી મુરલીધરની મૂર્તિની પૂજા કરતા હતા.
એકવાર કોઈ મોટી નાણાકીય મુશ્કેલી આવી. એણે ઘરમંદિરમાં રહેલી મૂર્તિ સમક્ષ મુશ્કેલીના નિવારણ માટે પ્રાર્થના કરી. સમાસ્યાનો નિવેડો આવવાને બદલે સમસ્યા વધતી ચાલી. દિવસે દિવસે આ ભાઈને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ઘટવા લાગી
ભગવાન કૃષ્ણ કંઈ કામ કરતા નથી એવી માન્યતા દ્રઢ થઈ એટલે એણે નક્કી કર્યું કે જે મારી મુશ્કેલીના સમયે મને મદદ ન કરે એની પૂજા મારે શા માટે કરવી જોઈએ ? ભગવાન કૃષ્ણની મૂર્તિ મંદિરમાંથી દૂર કરી અને ભગવાન રામને પધરાવ્યા. હવે એ ભગવાન રામની મૂર્તિની પૂજા કરવા લાગ્યો.
એક દિવસ સવારમાં ભગવાન રામની મૂર્તિની પહેરાવેલા કપડા પર એ ભાઈ અત્તર છાંટતા હતા. અત્તર ખૂબ સારું હતું. અત્તર છાંટતા છાંટતા એમનું ધ્યાન મંદિરમાંથી દૂર કરેલી અને ઘરના ખૂણામાં રાખી મૂકેલી કૃષ્ણની મૂર્તિ તરફ ગયું. એ ભાઈ ઊભા થયા અને કૃષ્ણની મૂર્તિના નાકમાં રૂ ભરાવી દીધું અને પછી બોલ્યો, “કંઈ કામ તો કરતા નથી તો પછી આ અત્તરની સુગંધ મફતમાં નહીં મળે.”
ભગવાન કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા અને મૂર્તિમાંથી પ્રગટ થયા. પેલો ભક્ત તો જોઈ જ રહ્યો. એણે ભગવાનને ફરિયાદ કરી, “આટલાં વર્ષોથી તમારી પૂજા કરતો હતો પણ કોઈ દિવસ મને દર્શન નથી આપ્યાં અને હવે તમારી પૂજા બંધ કરી ત્યારે કેમ દર્શન દીધાં ?” ભગવાને હસતાં હસતાં કહ્યું, “અત્યાર સુધી તું મને માત્ર મૂર્તિ જ સમજતો હતો પણ આજે પહેલી વાર મને પણ અત્તરની સુગંધ આવતી હશે એમ માનીને તે મને મૂર્તિને બદલે જીવંત સમજ્યો.”
આપણે પણ આપણી જાતને સવાલ પૂછવા જેવો છે કે મંદિરમાં આપણે માત્ર મૂર્તિનાં દર્શન કરવા જઈએ છીએ કે સાક્ષાત પ્રભુને મળવા જઈએ છીએ ?
 

બા અને દાદા!

Filed under: સમજવા જેવું — mysarjan @ 11:43 એ એમ (am)
જોઈએ છે: બા અને દાદા!


એક નાનકડો પાંચ-સાત વર્ષનો છોકરો સ્કૂલબસમાંથી બપોરે બે વાગે તેના ઘરના બિલ્ડિંગ કેમ્પસ પાસે ઊતરે છે. તેની રાહ જોઈને એક ચોવીસ-પચ્ચીસ વર્ષની મેલાં-ઘેલાં સલવાર કમીઝ પહેરેલી એક યુવતી ઊભી છે. તે છોકરો જેવો બસમાંથી ઊતરે છે તેવી જ પેલી યુવતી તેની સ્કૂલબેગ પેલા છોકરા પાસેથી લઈ લે છે. પછી પેલા છોકરાનો હાથ પકડીને તેને રસ્તો ક્રોસ કરાવે છે અને સાચવીને બિલ્ડિંગની લિફટમાં તેને લઈને ટેન્થ ફ્લોર પર પહોંચે છે. ટેન્થ ફ્લોરના ચારમાંના એક ફ્લેટનો દરવાજો ખોલે છે. પેલા નાના બાળકના બૂટ-મોજાં કાઢે છે અને સ્કૂલ યુનિફોર્મના બદલે ઘરમાં પહેરવાના ટી શર્ટ-શોર્ટસ પહેરાવે છે. હાથ પગ ધોવડાવીને નેપકિનથી લૂછી આપે છે. પછી બાળકને ડાઈનિંગ ટેબલ પર બેસાડીને પ્લેટમાં જમવાનું આપે છે. બાળક ટી.વી. ચાલુ કરીને પોગો ચેનલ પર બોબ ધ બિલ્ડર કાર્ટૂન સિરિઝ જોતા જોતા જમે છે. બાળક ભાગ્યે જ એકાદ બે શબ્દ ઉચ્ચારે છે. આજ્ઞાંકિત બાળકની જેમ પેલી યુવતી કહે છે તે બધું જ કામ કરતો રહે છે. તે જમે છે દરમિયાન પેલી યુવતી ઘરની સફાઈ કરે છે. કપડાં મશીનમાંથી કાઢીને બહાર દોરી પર સૂકવે છે. સાવરણીથી કચરો કાઢતા ધૂળ-કચરો ઊડે છે કવચિત બાળકની પ્લેટ પર રજકણો પડતા હશે. પણ તે યુવતી આવી બધી બાબતની પરવા કરે તો કામ થઈ રહ્યું. આ કંઈ એક જ ઘર થોડું છે? હજુ તો તેણે બીજા પાંચ ઘરના કામ કરવાનાં છે. આટલી બધી ચોખલિયાત કરવા રહે તો ક્યારે બધાં કામ પતાવેને ક્યારે ઘરે જાય? બાળક જમી રહે એટલે પછી તેને પાણી પીવડાવે છે, બાળકને પાણી પીવું ગમતું નથી એટલે તે ઢોળી નાખે છે. પેલી યુવતીને ગુસ્સો આવે છે, મેરે સાથ બદતમીઝી કરોંગે તો મેડમ કો બોલ દૂંગી. અબ ચલો સો જાઓ મુજે દેર હો રહી હે. બાળકને સમજાવીને પટાવી તેને પાણી પીવડાવવાનો સમય નથી. અને તે બાળકને સરસ રીતે સજાવેલા તેના બેડરૂમ પરના બેડ પર સૂવડાવીને ઘર બહાર નીકળે છે દરવાજો બંધ થતો બાળક જોઈ રહે છે. અને ત્રણ-બેડરૂમ હોલ પ્લસ કિચનના સરસ રીતે સજાવેલા ફ્લેટમાં તે બાળક સાંજે પાંચ સુધી એકલું રહેવાનું છે. 

એક જ સ્કૂલબસમાંથી ઉપર જણાવ્યું તેટલી જ ઉંમરનો એક બીજો છોકરો પણ બસમાંથી ઊતર્યો છે. જેવો તે બાળક બસમાંથી ઊતરે છે એક જૈફવયના અંકલ તરત તેના હાથમાંથી સ્કૂલબેગ લઈ લે છે. ને તેનો હાથ પકડે છે, પણ બાળક હાથ છોડાવી લે છે અને જીદ્દ કરે છે કે મને તેડી લો. પેલા અંકલ હસતાં હસતાં પેલા છોકરાને તેડી લે છે. પછી બન્ને જણાં ટેન્થ ફ્લોર પરના તેમના ફ્લેટના દરવાજે આવે છે તો ત્યાં એક જૈફવયના આન્ટી બારણા પાસે તેની રાહ જોઈને ઊભાં છે તે જોઈને બાળક ખુશ થઈ જાય છે. પેલા આન્ટી બાળકને તેડી લે છે અને તેના ગાલ પર વહાલ કરીને આવી ગયો મારો દીકરો તેમ કહે છે તેવું જ બાળક ખિલ ખિલ હસે છે અને પટ પટ બોલવા લાગે છે. બા આજે સ્કૂલમાં તો આમ થયુંને તેમ થયું. મેં તો આજે ડ્રોઈંગ બુકમાં પીકોક દોર્યો તો ટીચરે મને ગુડ આપ્યું. આજે શર્મા ટીચર રિન્કુ પર ગુસ્સે થતા હયાં, રિન્કુને તેની મમ્મી હોમવર્ક કરાવવાનું ભૂલી ગઈ હતી. પેલા આન્ટી તેની વાતમાં હોંકારો પુરાવતા રહે છે. તેનો વાત કરવાનો ઉત્સાહ જળવાઈ રહે એટલે સામે સવાલ જવાબ પણ કરે છે. ને તેની વાત સાંભળતા સાંભળતા પેલા બાળકનો યુનિફોર્મ કાઢીને તેને ઘરમાં પહેરવાના ટી-શોર્ટસ પહેરાવે છે. હાથ-પગ ધોઈને ડાઇનિંગ ટેબલ પર બાળકને બેસાડે છે. ત્રણ થાળી પીરસે છે. દાદા-દાદી સાથે બાળક હસતો બોલતો રમત કરતો જમે છે. છાશ પીવાનું તેને ગમતું નથી એટલે જમીને તરત ખુરશી પરથી નીચે ઊતરીને દોડાદોડી કરે છે. પેલા અંકલ પોતે છાશ પીવે છે અને તેનાથી થતી મૂછો હોઠ પર દેખાડે છે એટલે તેમનું જોઈને પેલો બાળક પણ છાશ પીવે છે જેથી કરીને દાદા જેવી મૂછો થાય. પછી બાળક દાદા પાસે વાર્તા સાંભળતા સાંભળતા સૂઈ જાય છે. 

આજ ભારતમાં કેટલાં પરિવાર જોઈન્ટ ફેમિલીમાં રહે છે અને કેટલા પરિવાર ન્યુક્લિયર છે તે અહીં કહેવાનું પ્રયોજન નથી. છતાં એ વાત નકારી ન શકાય કે સંયુક્ત કુટુંબો ઓછા અને આછા થઈ રહ્યાં છે તે હકીકત વરવી વાસ્તવિકતા છે. આજથી પચાસ વર્ષ પહેલા સંયુક્ત કુટુંબ કોને કહેવાતું હતું? તો કહો કે એક જ ઘરમાં દાદા-દાદી-કાકા-કાકી-મોટા પપ્પા-મોટી-મમ્મી અને ફઈઓ અને તેમના બે-ચાર બાળકો સાથે રહેતા હોય તે સંયુકત કુટુંબ ગણાતું. પછી મોડર્નનાઈઝેશન, અર્બનાઈઝેશન, ઈમ્પેક્ટ ઓફ વેસ્ટર્નાઈઝેશન આવ્યું ને વિમેન એમ્પાવરમેન્ટ ને એ બધું કરતાં-ગણતાં સંયુક્ત કુટુંબની વ્યાખ્યા ફરી બદલાઈ. માતા-પિતા કોઈ એક દીકરા સાથે રહે તેને સંયુક્ત કુટુંબ ગણાતું થયું. અને હવે સયુક્ત કુટુંબ એટલે અમે બે અમારાં બે કે અમે બે અને અમારો એક!

ઊપર વર્ણવ્યા તેવા હજાર કિસ્સા હર મહાનગરમાં જોવા મળે છે. આ ઘર ઘર કી કહાની છે. આજે હસબન્ડ-વાઈફ બન્ને જોબ કરે છે. વર્કિંગ પેરેન્ટસ બાળકની ખુશી માટે પૈસા ખર્ચ કરતાં વિચારતા નથી. ડબલ ઈન્કમ છે એટલે પૈસાથી બધું સેટલ થઈ જાય. બાળકની જરૂરિયાત માટે આયા/રાંધવા માટે કૂક/ઘર ક્લિનિંગ માટે મેઈડ. પૈસા ખરચતા તો શું નથી મળતું? પણ પૈસા ખરચીને પણ બાળકને જોઈતી હૂંફ કે પ્રેમ આપી ન શકાતો હોય તો પૈસા ખર્ચ કરવા કેટલા વાજબી? ને એમ અમારે શું કામ સાસુ-સસરાના નખરાં ઉઠાવવા જોઈએ કે અમે શું કામ સાથે રહીએ તેવો ભાવ વધતો જાય છે. પણ અરસપરસ સહનશીલતા જ ઘટતી જાય છે. વાંક છેક યંગ કપલનો નથી. વડીલો પણ પોતાનો અહમ્ ને મોભો છોડી શકતા નથી. અમે મોટા છીએ એટલે અમે કહીએ તે પ્રમાણે જ થવું જોઈએ એટલે ચા તો હું કહુ તે જ સમયે બનાવવી જોઈએ તેવી નજીવી બાબત પર પણ મનદુ:ખ થતું રહે છે. સરવાળે ભોગવે કોણ છે? તો કહો કે દાદા-દાદી ને મમ્મી-પપ્પાનો લાડકવાયો કે લાડકવાયી. સમજ્યા કે પ્રાયવસી અને પર્સનલ સ્પેસનો આ જમાનો છે. પણ ફૂલ જેવા નાનકડાં બાળકો આ કારણે પિસાય છે અને બાળક દાદા-દાદીના પ્રેમ અને લાડથી વંચિત રહી જાય છે. તેને માટે કોણ જવાબદાર? 

અને તે માટે કોણ જવાબદાર? ના માત્ર બાળકની મમ્મી જ તે માટે જવાબદાર નથી. બાળકના પરિઘમાં આવતી દરેક વ્યક્તિને તે માટે જવાબદાર ઠેરવી શકાય. બાળકના દાદા-દાદી,નાના-નાની અને માતા-પિતા એમ બધાં જ, કારણ કે બાળકને ઉછેરવાની, તેને સારું બાળપણ આપવાની પહેલી જવાબદારી તેના માતા-પિતાની છે. પછી બીજા નંબર પર દાદા-દાદી ને નાના-નાની આવે. પરસ્પર બનતું ન હોય તો બાળક દસ-બાર વર્ષનું થાય ત્યાં સુધી પણ થોડી સહિષ્ણુતા દાખવીને બાળક માટે સાથે રહી ન શકાય? કારણ કે જે પ્રેમ, હૂંફ, કેરિંગ અને લાડપ્યાર દાદા-દાદી આપી શકે તે આયા પાસેથી તો ક્યાં મળવાના? હવેનો સમય એવો તો નથી કે સ્ત્રી બાળક માટે પોતાની કરિયર છોડી દે. આમ પણ બાળકના જન્મ માટે તેને કરિયરનાં થોડાં વર્ષો જતા કરવા પડે છે. પછી વધારે બલિદાનની અપેક્ષા વધુ પડતી જ કહેવાય. બાળકના માતા-પિતા તથા દાદા-દાદીએ સાથે બેસીને પોતાના પ્રોબ્લેમ ઉકેલવા જોઈએ જેથી બાળકને સહન કરવાનું ન આવે. આખરે બાળકની ખુશી જ દરેક ઈચ્છતું હોય છેને! અગર સાસુ-સસરા કે વહુ સાથે રહેવા જ તૈયાર ન હોય કે અરસપરસ રહી જ ન શકાય તેવું હોય તો વહુના મમ્મી-પપ્પાને એટલે બાળકના નાના-નાનીને સાથે રાખીને બાળકને દાદા-દાદીની હૂંફ મળી રહે તેવું વિચારવું ખોટું નથી. કારણ કે બાળકનો ઉછેર આયાના મેલાં-ઘેલાં આંચલમાં ન થતા દાદી નહીં તો નાનીના ખોળે થાય તો શું ખોટું?

પણ તે માટે સમાજ શું કહેશે કે દીકરીના ઘરનું તો અમે પાણી પણ ના પીએ તેવા બધા વિચારો-આચારો પડતાં મૂકીને માત્ર બાળકનું બાળપણ જળવાઇ રહે તેવી નિસ્બત રાખીને વિચારવામાં આવે તો આ દુનિયાનું કોઈ બાળક દાદા-દાદીના લાડ-પ્રેમથી વંચિત નહીં રહે. બાળકને તેના વડીલોનો સમય જોઈતો હોય છે. પછી તે દાદા-દાદી હોય કે નાના-નાની, કારણ કે તેને દાદી કે નાની વચ્ચેનો ફરક નથી ખબર તે તો માત્ર પ્રેમની ભાષા જાણે છે.
 
 

વ્રજ-રજનો મહિમા :- માર્ચ 29, 2016

Filed under: સમજવા જેવું,Uncategorized — mysarjan @ 1:57 પી એમ(pm)
Vraj-raj.

વ્રજ-રજનો મહિમા :-

    હૃદયને હચમચાવી મૂકે ,વાંચતા વાંચતા આંખો ભીની થઇ જાય,એવો  શ્રીગુસાંઈજીનો એક પ્રસંગ
વ્રજનો મહિમા -વ્રજ-રજનો મહિમા “मुरारिपदपंकजस्फ़ुरदमंदरेणूत्कटाम् ” કહી જાય છે.
    શ્રીગુસાંઈજી એક વખત શ્રીગિરિરાજજીની તળેટીમાં શ્યામઢાકમાં બિરાજતા હતા.તેમની સાથે 
જ્યેષ્ઠપુત્ર શ્રીગિરિધરજી પણ હતા.તે વખતે એક ચમાર ત્યાંથી એક મરેલા ગધેડાને તાણીને લઈ 
જતો હતો.એ જોઈ શ્રીગુસાંઈજીએ શ્રીગિરિધરજીને આજ્ઞા કરી ;”अरे गोवर्धन,देखो-देखो यह गधा महाभाग्यवान है,मृत्युके बाद भी ब्रजरजमें लोटनेका        सौभाग्य उसने पाया.”( શ્રીગુસાંઈજી પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રીગિરિધરજીને લાડમાં ‘ગોવર્ધન’ કહી બોલાવતા.)
‘जी काकाजी ,सच कहा. ‘
‘गोवर्धन- मुझे भी एसै ही अग्निसंस्कार के लिए ले जाना.’
શ્રીગિરિધરજી તો આ વચન સંભાળી અવાચક બની,શ્રીગુસાંઈજીના મુખારવિંદને જોઈ જ રહ્યા.
સંવત 1642 મહા વદ 7, આપશ્રીએ સમગ્ર પરિવારને શ્રીગિરિરાજજી પર બોલાવ્યા.શ્રીગિરિધરજીનો 
હસ્ત પકડી શ્રીનાથજી નજીક લાવ્યા,શ્રીગુસાંઈજીએ નત મસ્તકે બે હાથ જોડી,દાસભાવે વિનંતી કરી,”બાબા,હે કૃપાનાથ !
આ વંશ આપનો જ છે,તેની લાજ પણ તમે જ છો.” શ્રીનાથજીબાવાએ આજ્ઞા કરી ,’કાકાજી ,તમે નિશ્ચિત રહેજો,હું તેમનો કદી 
ત્યાગ નહિ કરું.’ બાળકો સામે જોઈ  આજ્ઞા કરી શ્રીજીબાવા આપણું સર્વસ્વ છે.તેમને કદી પીઠ કરશો નહિ,શ્રીમહાપ્રભુજીની મેંડમાં કંઈ પણ 
ન્યૂનતા ન થાય તેમ વર્તજો.તમે સૌ શ્રીગિરિધરજીની માનમર્યાદામાં સંપીને રહેજો.સૌને સ્નેહભર્યા નેત્રોથી વિદાઈ આપી,
ગોવિંદસ્વામીને કહ્યું,’ગોવિંદદાસ , ચાલો નિજલીલામાં જઈએ,શ્રીશ્યામસુંદર આપણી રાહ જોઈ રહ્યા છે.રાસવિલાસનો સમય થવા આવ્યો છે.’
આપશ્રી શ્રીગિરિરાજના મુખારવિંદ પાસે આવ્યા.શ્રીગિરિરાજજીએ આપની ઈચ્છા જાણી , પોતાના નિકુંજના દ્વાર ખોલી નાખ્યાં.આપશ્રી ગોવિંદસ્વામી સાથે 
અંદર પધારવા લાગ્યા.શ્રીગિરિધરજી પણ સાથે થયા.કાકાજીએ આજ્ઞા કરી, “ગોવર્ધન ! તમારે હજુ વાર છે,આ ઉપરણો લો,તેનો જરૂરી અંતિમસંસ્કાર 
કરજો.” શ્રીગિરિધરજીને શ્યામઢાક વાળી કાકાજીની અંતિમ ઈચ્છા યાદ આવી ગઈ. દિલ ભરાઈ આવ્યું.ચોક્કસ શ્રીગિરિધરજીએ ઉપરણાને વ્રજરજમાં …………!!!
“जुग जुग राज करो ,श्रीगोकुल जुग जुग राज करो.”

Inline image 1

 

શું તમે એકલતા અનુભવો છો? (સતરંગી) ફેબ્રુવારી 9, 2016

Filed under: સમજવા જેવું,Uncategorized — mysarjan @ 12:32 પી એમ(pm)
   શું તમે એકલતા અનુભવો છો? (સતરંગી)

સતરંગી
એક સમય હતો કે એકલતા શું કહેવાય એ માટે લાંબો તર્કબદ્ધ સેમિનાર થતો, પણ આજે આ એકલતા હવે બહુ સામાન્ય શબ્દ બની ગયો છે. લોનલીનેસ એટલે કે એકલતાને પહેલાં ક્યાંય નોંધવામાં આવતી નહીં પણ હવે આ એકલતાને મહત્ત્વનો મુદ્દો પણ માનવામાં આવે છે. મોડર્ન સાયન્સ કહે છે કે એકલતા અનુભવતા લોકો સૌથી વધુ બીમાર પડે છે અને એકલતા અનુભવતા લોકો જ સૌથી વધુ દુઃખી થાય છે. મોડર્ન સાયન્સના આધારે થયેલા સર્વેમાં પણ આ જ વાત બહાર આવી છે. તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં એવું જાણવા પણ મળ્યું છે કે આજે એકલતા અનુભવતા મોટાભાગના લોકો મેરિડ છે. જૂના અને અગાઉ થયેલા સર્વે કરતાં આ સર્વેના આંકડાઓ આંખમાં આશ્ચર્યનું આંજણ આંજનારા છે. પહેલાં કહેવામાં આવતું કે અનમેરિડ એટલે કે કુંવારા રહી ગયેલા લોકોને એકલતાનો અનુભવ થતો રહેતો હોય છે પણ આજના આ મોડર્ન ટાઇમમાં એ જ વ્યાખ્યા બદલાય ગઈ છે. અમેરિકન એજન્સી સાથે કરવામાં આવેલા આ સર્વેમાં બહાર આવ્યું છે કે દેશના સાંઇઠ ટકા મેરિડ લોકો એકલતા વચ્ચે ભીંસાય છે અને એ એકલતાને કારણે જ આજે અલગ અલગ બીમારીનો ભોગ બન્યા છે.
એકલતાને કારણે બીમારી આવે છે એ વાતને પણ સર્વેમાં બહુ નોંધનીય રીતે દર્શાવવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે અમુક બીમારીઓને કે અમુક પ્રકારની ડેફિસિએન્સીને ભગાડવી હોય તો પહેલાં એકલતાને ભગાડો.
એકલતા આપે બીમારી
આ આર્િટકલને ક્યાંય હેલ્થના આર્િટકલ સાથે નિસબત નથી પણ હકીકત એ પણ છે કે એકલતાની વાત કરતી વખતે આ આર્િટકલ આપોઆપ હેલ્થની પણ વાત કહી જાય છે. મોડર્ન સાયન્સનું કહેવું છે કે એકલતા વચ્ચે જો વ્યક્તિ છ મહિનાથી પણ વધુ સમય પસાર કરે તો તેને સ્કીન ડિસીઝથી લઈને ડેન્ડ્રફ, વાળ ખરવા, આંખોની બીમારી કે પછી શરદી-ખાંસી જેવા વાઇરલ ઇન્ફેક્શનની અસર પહેલાં દેખાવા માંડે છે. એકલતા પર દુનિયામાં સૌથી વધુ સર્વે કરનારા અમેરિકન ડોક્ટર સ્ટીવ જોનું કહેવું છે કે, “એકલતાની સીધી અસર માણસના શરીર પર પડે છે અને ઇમ્યુનિટી પાવર એટલે કે રોગપ્રતિકારકશક્તિ તેમજ પાચનશક્તિ અને નર્વસ બ્રેકડાઉન એટલે કે માનસિક સંતૂલન પર એની અસર દેખાવાની શરૂ થાય છે. જ્યારે પણ માણસ એકલો પડી ગયાનો અનુભવ કરે છે ત્યારે એનો સ્વભાવ સૌથી પહેલો પરખાઈ જાય છે. વ્યક્તિ ચિડિયો થવાનો શરૂ થઈ જાય છે અને દરેકની નાની નાની વાતમાં અકળાવાનું શરૂ કરી દે છે.”
એકલતા વિશે જગતભરમાં અત્યાર સુધીમાં એકહજારથી વધુ સર્વે થયા છે, જેમાંથી લગભગ ચાલીસ સર્વે છેલ્લાં પાંચ વર્ષમાં થયાં છે. આ પાંચ વર્ષના સર્વેમાં સૌથી ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે મેરેજલાઇફને કારણે પણ બહુ મોટી એકલતા લોકોમાં જોવા મળવી શરૂ થઈ છે. પતિ-પત્ની વચ્ચે સંવાદિતા ન સધાતાં કે બંને વચ્ચે એક મુદ્દા પર આવીને ઊભા રહેવાનું સંતુલન નહીં હોવાને કરાણે બંને પક્ષ જોડાયેલા હોવા છતાં પણ બંને એકબીજાને એકલતા વચ્ચે અનુભવે છે. જો નવું પરણેલું કપલ હોય તો એની અસર બાળકો પર કે આવનારા સંતાનો પર પણ પડે છે. માનવામાં નહીં આવે પણ એક હકીકત એ પણ છે કે,સંબંધોમાં જોવા મળતી આ પ્રકારની એકલતાને કારણે ર્ફિટલિટી પર પણ અસર પડે છે. આજે જગતભરમાં ચાર ટકા લોકો એવા છે કે મેરેજ લાઇફની શરૂઆતના સમયની એકલતાને કારણે ક્યારેય મા-બાપ બની નથી શક્યાં.
એકલતાની સરખામણી
મોડર્ન સાયન્સનું કહેવું છે કે એકલતાની ગંભીરતા વિશે ક્યારેય અગાઉની જનરેશન સ્વીકારવાની તૈયારી દર્શાવશે નહીં, કારણ કે એમણે એ ક્યારેય ભોગવી જ નથી. આ અગાઉની જનરેશન એટલે કે ૧૯૫૫થી ૧૯૬૫ વચ્ચે જેન્મેલી જનરેશન. એમને મન તો આ એક મનનો ઉદ્વેગ માત્ર છે અને એ કલ્પનાથી જ જન્મે છે, પણ એવું નથી. એકલતા મનમાં પેદા થતાં કેટલાક ટોક્સિનને કારણે જન્મતી હોય છે, જે ટોક્સિન જન્મ થતાંની સાથે જ કેટલાક એવા માનસિક તરંગો શરીરમાં પસાર કરે છે, જે આખા શરીર પર ધીમે ધીમે કાબૂ મેળવવાનું શરૂ કરે છે.
આજનું સાયન્સ છે એ એકલતાને સિગારેટ સ્મોકિંગ સાથ સરખાવવા માટે તૈયાર છે. મોડર્ન સાયન્સનું કહેવું છે કે સિગારેટ પીવાની લત જેટલું નુકસાન શરીરને કરી શકે છે એટલું જ નુકસાન એકલતા શરીરને કરી શકે છે અને કરતી રહે છે. આજ કારણે એમનું કહેવું છે કે એકલતામાંથી બને એટલું જલદી બહાર આવવા માટે જે કોઈ રસ્તાઓ સૂચવવામાં આવ્યા છે, એમાંથી એક એવો રસ્તો પણ સૂચવ્યો છે, જેનાથી જોજનો દૂર રહેવાની સલાહ આપે છે – ટીવી ચેનલોની રોતલ કે કજિયાઓ દર્શાવતી ડેઇલી શોપથી દૂર રહેવું. એક સરખી લાગણીઓ દેખાડતી એ ડેઇલી શોપ મનમાં જન્મી રહેલી કે જન્મી ચૂકેલી એકલતાને વધારે સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે.
એકલતાને આવજો
આમ જોવા જઈએ તો બહુ સામાન્ય કહેવાય એવી લોનલીનેસની બીમારીને દૂરથી જ બાય બાય-ટાટા કહેવા માટે રસ્તાઓ બહુ સામાન્ય પણ એકદમ અસરકારક દર્શાવવામાં આવ્યા છે. એકલતા જો વિકરાળ ન બનવા દેવી હોય અને એ વિકરાળ બને એ પછી સાયકાટ્રિસ્ટ પાસે ન જવું હોય તો એને દૂર કરવાના કેટલાક ઘરગથ્થુ ઇલાજો પણ મોડર્ન સાયન્સ આપે છે. એકલતાને દૂર કરવા માટે એ બધું જ કરવું જોઈએ, જેમાં શારીરિક શ્રમ પડે. સાયન્સ કહે છે કે વધારે પડતાં શારીરિક શ્રમ વચ્ચે એક જ દિશામાં ચાલતી વિચારધારા અટકી જતી હોય છે, જેને કારણે મનમાં એકલા પડી ગયાની ફીલ આવવી બંધ થઈ જાય છે અને શરીરને પડેલા કષ્ટ પર ધ્યાન ખેંચાય જતું હોય છે. આ માટે વોકિંગ, જોગિંગથી લઈને જીમમાં જઈને એક્સરસાઇઝ કરવાનું પણ સજેસ્ટ કરવામાં આવ્યું છે, તો પ્રેમમાં પોતાનું હૃદય મૂકીને આવી ગયેલા યંગર્સ્ટ્સને પણ એ જ પ્રકારનું સૂચન કરવામાં આવ્યું છે કે આ પ્રકારની એક્ટિવિટી કે આઉટડોર સ્પોર્ટ્સની એક્ટિવિટી સૌથી વધારે સારું રિઝલ્ટ આપી શકે છે.
એકલતાને દૂર કરવા માટે શાંત બેસીને કરવામાં આવતી એક્ટિવિટીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે તો સાથોસાથ એવી પણ સલાહ આપવામાં આવી છે કે એકલતા અનુભવતી વ્યક્તિ ક્યારેય મ્યુઝિક કરતાં કરતાં ડ્રાઇવિંગ ન કરવું જોઈએ. બહુ હાસ્યાસ્પદ લાગે એવી આ સલાહ વચ્ચે આંકડાઓનું કહેવું છે કે એકલતાનો ભોગ બનેલા સોમાંથી સત્તર લોકોએ મ્યુઝિક સાથે ડ્રાઇવિંગ કરતાં એક્સિડન્ટ કર્યો છે અને એ સત્તર એક્સિડન્ટમાંથી ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે.
આંકડાઓની આ હકીકતના પેટાળમાં જવાનો પ્રયાસ કરવાની જરૂર નથી. કારણ કે કહેવાતું રહ્યું છે કે, અનુભવે શીખવા કરતાં અનુભવી પાસેથી સાંભળેલી વાતનો અમલ કરવામાં કંઈ ખોટું નથી.