વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

👉 કુદરતની કરામત ☺ મે 6, 2017

Filed under: વાંચવા જેવી વાત — mysarjan @ 1:55 પી એમ(pm)
blessings
👉 કુદરતની કરામત ☺
⛑ડો.માર્ક વિખ્યાત કેન્સર સ્પેશીયાલીસ્ટ હતા. એકવાર એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા. કોઇ ટેકનિકલ ક્ષતીને કારણે વિમાનને ઇમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું. આ વિમાન હવે આગળની ઉડાન ભરી શકે તેમ નહોતું એટલે ડો. માર્કે રીસેપ્શન પર જઇને આગળની સફર માટે પુછપરછ કરી. રીસેપનીસ્ટે જણાવ્યુ કે આપને જે શહેરમાં જવું છે ત્યાં જવા માટેની ફ્લાઇટ હવે 12 કલાક પછી જ મળી શકે તેમ છે. જો આપને ઉતાવળ હોય તો આપ ટેક્સી ભાડા પર લઇને સેલ્ફ ડ્રાઇવીંગ કરીને જઇ શકો છો.
⛑કોન્ફરન્સમાં પહોંચવું બહુ જ જરૂરી હતુ આથી ડો.માર્ક આ વિસ્તારથી સાવ અજાણ્યા હોવા છતા ટેકસી ભાડા પર લઇને નીકળી પડ્યા. જીપીએસ સીસ્ટમ પર તે શહેરમાં 4 કલાકમાં પહોંચી જવાશે એવો સંદેશો જોઇને ડો.માર્કને હાશકારો થયો. હજુ તો એકાદ કલાક પસાર થયો ત્યાં જોરદાર વરસાદ અને વાવાઝોડું શરૂ થયુ. જીપીએસ કામ કરતું બંધ થઇ ગયુ અને ડોકટર સાવ અજાણ્યા વિસ્તારમાં ફસાઇ ગયા. એમણે ધીમે ધીમે ગાડી ચલાવવાની ચાલુ જ રાખી.
લગભગ 5-6 કલાકના સતત ડ્રાઇવીંગ પછી પણ ક્યાં પહોંચ્યા એની કંઇ ખબર પડતી નહોતી. સાવ ઉજ્જડ વિસ્તાર હતો. એક નાનું મકાન દેખાયુ એટલે ડો.માર્ક ત્યાં પહોંચી ગયા. એ ખુબ થાકેલા હતા અને ભૂખ પણ ખુબ લાગી હતી. ઘરમાં જઇને જો કંઇ ખાવાનું હોય તો આપવા માટે ડો.માર્કે ઘરના માલીકને વિનંતી કરી. માલીક બહુ માયાળુ સ્વભાવના હતા એમણે તુંરત જ રસોઇ બનાવી અને નવા અજાણ્યા મહેમાનને જમવા માટે બોલાવ્યા.
⛑ડો.માર્કની સાથે ઘરનો માલીક પણ જમવા માટે બેઠો. જમતા પહેલા એ ભગવાનને કંઇક પ્રાર્થના કરતો હતો. લગભગ 3-4 વખત પ્રાર્થના કરી એટલે ડો.માર્કેને થયુ કે આ માણસ કોઇ મુશ્કેલીમાં લાગે છે.
 ⛑ડો.માર્કે એ ઘરના માલીકને પુછ્યુ, ” આપ શું પ્રાર્થના કરી રહ્યા છો ? અને તમને એવુ લાગે છે કે ભગવાનને તમારી આ પ્રાર્થના સંભળાતી હશે ? “
ઘરના માલીકે કહ્યુ, ” હું ઘણા સમયથી નિયમીત પ્રાર્થના કરુ છું. આજદિવસ સુધી તો ભગવાને મારી પ્રાર્થનાનો પ્રતિસાદ આપ્યો નથી પણ મને ભગવાન પર શ્રધ્ધા છે કે એ મારી પ્રાર્થના એકદિવસ જરૂર સાંભળશે.” ડો. માર્કે પુછ્યુ, ” પણ તમે પ્રાર્થના શું કરતા હતા ? ” ઘરના માલિકે ખુણામાં રહેલી એક પથારી બતાવીને કહ્યુ , ” આ મારો દિકરો છે એને કેન્સર છે અને આ એ પ્રકારનું કેન્સર છે જેની સારવાર માર્ક નામના કોઇ ડોકટર જ કરી શકે તેમ છે. એની પાસે જવાના કે સારવાર કરાવવાના મારી પાસે કોઇ પૈસા નથી આથી હું રોજ ભગવાનને પ્રાર્થના કરુ છું કે એ કોઇ મદદ કરે અને મારા દિકરાને રોગ મુકત કરે.”
⛑ડો. માર્કની આંખો પહોળી થઇ ગઇ. ક્યાં જવા નીકળ્યા અને ક્યાં પહોંચી ગયા એ સમગ્ર ઘટના એના સ્મૃતિપટ પરથી પસાર થઇ અને એટલુ જ બોલ્યા, ” ખરેખર ભગવાન મહાન છે અને હદયથી થયેલી પ્રાર્થના સાંભળે જ છે. “
 👉 આપણા જીવનમાં બનતી તમામ ઘટનાઓ માત્ર અકસ્માતો નથી હોતા દરેક ઘટનાઓમાં કુદરતની કોઇ કરામત હોય છે.
Advertisements
 

પિયર શું હોય?

Filed under: વાંચવા જેવી વાત,Uncategorized — mysarjan @ 1:21 પી એમ(pm)
Apr 30

_*”દરેક પરિવારે વાચવા જેવું અને અમલ કરવા જેવું…”*_
“મમ્મી આપિયર શું હોય?
– સામેની બર્થ પર એક નાની માંજરી આંખોવાળી ઢીંગલી પૂછી રહી એની મમ્મીને..
“બેટા.. પિયર એટલે…. મમ્મીના પપ્પાનું ઘર!” –
પોતાની લાડલીની ચોટી સરખી કરતા મમ્મીએ સરળ શબ્દોમાં જવાબ આપ્યો.
“પણ મમ્મી, નાનાજી તો ભગવાનદાદા પાસે જતા રહ્યા છે..
તો તારું પિયર ભગવાનદાદાનું ઘર એટલે કે ટેમ્પલ કેહવાય?”
– આંખો પટ-પટાવતા સંપૂર્ણ નિર્દોષતાથી એ ઢીંગલી પૂછી રહી.
“નાં બેટા, તારા મામાનું ઘર છે ને, એ પહેલા નાનાજીનું ઘર હતું – એટલે એ મમ્મીનું પિયર કહેવાય.”
– ફરી શક્ય એટલા ઓછા શબ્દોમાં મમ્મીએ જવાબ આપ્યો,
જવાબમાં જેટલા વધુ શબ્દો એટલા જ વધુ પ્રશ્નો -એ સમઝીને જ તો!
“મમ્મી, આપણે દર વેકેશનમાં મામાનાં ઘેર જઈએ ત્યારે તું કેટલી જુદી હોય.
સવારે નિરાંતે ઉઠે.
બધું કામ કરતા-કરતા મસ્ત મઝાના ગીતો ગાતી જાય,
બપોરે મામા પાસે પિક્ચરની સીડી મંગાવીને પિક્ચર જુવે,
સાંજે કામ કરતા કરતા અમને કેટલી સ્ટોરીઝ કરે.
મામાના કબાટમાંથી શોધી શોધીને બુક્સ કાઢીને રાતે જાગી જાગીને વાંચે…
મને બૌ ગમે જયારે તું આ બધું કરે.
તું એકદમ ખુશ અને બ્યુટીફૂલ લાગે મમ્મી.”
– માંડ નવ-દસ વર્ષની ટબુડી એ વાત જોઈ ગઈ જે કદાચ આપણો પુખ્ત સમાજ જોઈ કે સમઝી નથી શકતો…
“બેટા હું મામાનાં ઘેર કે દાદાના ઘેર,
બધે જ ખુશ જ હોઉં છું… ”
– દીકરીના અણધાર્યા લાગણીભીના શબ્દો મમ્મીને નિશબ્દ કરી ગયા.
“હા મમ્મી , તું આમ તો ખુશ જ હોય છે પણ…
દાદા નાં ઘેર તું ક્યાંક ખોવાઈ જાય છે.
આખો દિવસ મારા, પપ્પા કે દાદા-દાદી માટે આમ તેમ દોડ્યા જ કરે છે..
તું ખુશ હોય છે ખરી પણ એવી “જુદી ખુશ” નહિ જેવી તું મામાના ઘેર હોય છે …
એવું કેમ હોય મમ્મી?” –
નાની ઢીંગલીના સવાલનો મમ્મી પાસે કોઈ જવાબ ન હતો..
દીકરીને છાતી સરસી ચાંપીને મમ્મી હસી રહી,
પોતે ખુશ છે એ બતાવવા…
આવો …..
આપણા કુટુંબની સ્ત્રીઓ -માત્ર વેકેશનની થોડી ક્ષણો નહિ,
આખી જીન્દગી દિલથી જીવી અને માણી શકે એવા સમાજનું ઘડતર કરીએ…..
આરામ કરવા, શ્વાસ લેવા, હળવા થવા કે પછી મન ભરીને પોતાના શોખ પુરા કરવા પિયર જવાની રાહ નાં જોવી પડે એવા “ઘર” આપીએ દરેક સ્ત્રીને!
પિતા, પતિ કે પુત્રની મરજી અને અસ્તિત્વથી અલગ પોતાનું નોખું અસ્તિત્વ વિકસાવી અને જીવી શકે એવી આબોહવા અને વાતાવરણ આપીએ..
આપણા જીવનની દરેક સ્ત્રીને!
આવો – “પારકી” શબ્દને ત્યજીને – “પોતાનાપણા”-ની સલામતી,
હુંફ અને લાગણી આપીએ આપણી “માં”,
“પત્ની, બહેન અને દીકરીને..!
It’s true story..
 

ધાબા પર સાંજ

Filed under: વાંચવા જેવી વાત — mysarjan @ 1:14 પી એમ(pm)
યાદ છે બરાબર, ધાબા પર સાંજથી ગાદલાંઓ પથરાઈ જતા, રાતે સૂતી વખતે કોની પથારી ઠંડી છે એની ખાતરી પથારીમાં આળોટીને કરતા.
મા પાણીની ઢોચકી મૂકવા માટે વારંવાર યાદ કરાવતી. ધાબા પર મૂકેલી એ પાણીની ઢોચકી અડધી રાતે ફ્રીઝની ગરજ સારતી.
બરફ્ગોળો ખાવા જવા માટે ખાસ કાર્યક્રમ ઘડાતો ને એક જ ગોળા પર ચાર પાંચ વાર મસાલો છંટાવીને,  જીભ કેસરી થઇ છે કે નહિ એ જોઈ કરીને પછી પાછા આવતા.
ઘરે સંચાનો આઈસ્ક્રીમ બનાવવા માટે પહેલેથી તારીખ નક્કી થતી, મોટા ભાગે તો ફોઈ આવે પછી કે પછી છોકરાંઓનું પરિણામ આવી જાય પછી બનતો આઈસ્ક્રીમ. સવારથી આસપાસ ગોઠવાઈ જતાં ને સંચો જરાક જેટલો ઉઘાડીને કેવોક આઈસ્ક્રીમ બનશે એની ગંભીરતાપૂર્વક જાહેરાત મોટેરાઓ કરતા.
ઘરે આઈસબોક્સમાં ભરેલો બરફ રાત પડતાં ખલાસ થઇ જતો ને કોકને ત્યાંથી બરફની ટ્રે મળી જાય તો કુબેરના ભંડાર મળ્યા જેટલો આનંદ થતો.
રાત પડ્યે ઢગલાબાજી ને ચારસોવીસની રમત મંડાતી, ભારોભાર જૂઠું બોલીને જીતી જવાતું પત્તાની એ રમતમાં  તે કોઈ વડીલ સૂઈ જાઓ એમ ધમકાવે ત્યારે પૂરી થતી.
સવારે કોયલના ટહુકારે ઉઠી જવાતું તો ય માથે મોઢે ઓઢીને સૂરજનાં અણિયાળા કિરણો આંખમાં ન ભોંકાય ત્યાં સુધી પથારીમાં આળોટતા રહેતા.
એફ બી આઈના સભ્યો જેટલી જ ગંભીરતાથી તપાસ કરતાં કે કોના ઘરે રાયણ પાકી છે ને કોના ઘરે શેતૂર. બપોરે ટોળી નીકળી પડતી ચોરી કરવા. ચોરીનો એ માલ ઈમાનદારીથી વહેચી લેવાતો.
આઈસપાઈસની ચાલુ રમતમાં ઘરે જઈને જમી અવાતું ને આંધળોપાટો રમતી વખતે પાટો ઉંચો કરીને જોઈ લેવાની અંચાઈ પણ કરી લેવાતી.
પેટભરીને ઝગડી લેવાતું ને તરત જ કેરીના ચિરીયાઓ પર સુલેહ પણ થઇ જતી.
ગુલમહોરના ફૂલોમાં રાજા અને રાણી ખબર હોય તો બહુ જ્ઞાન હોવાનું અભિમાન લઇ શકાતું ને ગોરસઆંબલીનો  બિયો કથ્થઈ ફોલી શકાય તો બાકી છોકરાંઓમાં આવડતના બણગા ફૂંકી શકાતાં.
રાતના ધાબા પર સપ્તર્ષિના તારાઓ તરફ મીટ માંડતા માંડતા ઠંડા પવન વચ્ચે આંખો મીંચાઈ જતી અને એક જ ઊંઘે સવાર પડી જતી.
ગરમીનાં એ દિવસોની કેટલી રાહ રહેતી બાળપણમાં !!!
આજે દિવસમાં કઈ કેટલીયે વાર કેટલી ગરમી છે એમ બબડી લઈએ છીએ ને   ગરમીને  હરાવવામાં લાગી જઈએ છીએ. મિનરલ વોટરનો ગોળો ક્યાં મળે છે એની તપાસ કરીએ છીએ. ઠંડો કેરીનો રસ ખાઈએ છીએ, ફોન બંધ કરી રૂમમાં અંધારું કરી એસી ચાલુ કરીને સૂઈ જઈએ છીએ, હિલ સ્ટેશન પર જવાના કાર્યક્રમો બનાવીએ છીએ, વોટર પાર્કમાં ભીડ જમાવીએ છીએ ને નારિયેળનું પાણી પણ ચિલ્ડ હોય એવો આગ્રહ રાખીએ છીએ.
સાલું ઠંડક તો મળે છે અત્યારે, પણ ટાઢક નથી મળતી………. ✍
 

વ્રજમહિમા : એપ્રિલ 19, 2017

Filed under: વાંચવા જેવી વાત,Uncategorized — mysarjan @ 12:45 પી એમ(pm)
Vraj -Mahima.
વ્રજમહિમા :
कहा करौं बैकुंठ ही जाइ , जहाँ नहीं बंसीबट,जमुना,गिरि -गोवर्धन नंदकी गाई। 
શ્રીગોવિંદ સ્વામી કહે છે, ” વૈકુંઠમાં જઈ હું શું કરું? ત્યાં નથી બંસીબટ ,નથી શ્રીયમુના,
નથી શ્રીગિરિરાજજી ,નથી નંદબાવાની ગાયો.
વૈકુંઠમાં ભગવાન સ્વતંત્ર,જીવ પરતંત્ર ,ભક્ત ભગવાનને વશ.જયારે વ્રજમાં જીવ સ્વતંત્ર,
ભગવાન પરતંત્ર,વ્રજમાં ભગવાન ગાયો,ગોપ-ગોપીની પાછળ ફરે.ભક્ત તો એમ જ કહે ;
” ऐसी ब्रज मेरे मन भाई। “એક પ્રાસંગિક વાત યાદ આવી ગઈ.
શ્રીવિઠ્ઠલનાથજીપ્રભુચરણ – શ્રીગુસાંઈજી ગોકુળમાં બિરાજી રહ્યા હતા.આપશ્રીનો પરિવાર 
પણ સાથે હતો.એક સમયની આ વાત છે.આપશ્રીના કાકાશ્રી  કેશવપુરી જે સંન્યાસી હતા અને 
મઠાધિપતિ હતા.એક વખત તેઓ ગોકુળ આવ્યા,અને શ્રીગુસાંઈજીને કહ્યું,”મારે  મઠનો 
 ઉત્તરાધિકારી બને એવા  એક યોગ્ય શિષ્યની જરૂર છે.મારી ઈચ્છા છે કે,આપણા પરિવારમાંથી જ    એકને આ મઠના ઉત્તરાધિકારીની જવાબદારી સોંપવી છે.આપનો પરિવાર બહોળો છે,તેમાંથી મને એક આપો.શ્રીગુસાંઈજીએ કહ્યું,” કાકાજી ,આજનો દિવસ મને વિચાર કરવા દો ,કાલે જવાબ આપીશ.”
સાતે બાળકોને આ વાતની જાણ થઈ ગઈ,તેથી એક પછી એક સાતે બાળકો શ્રીગુસાંઈજી પાસે જઈ,
વિનંતીપૂર્વક મનની વાત કહી, “તાતજી , અમારે આપની છત્રછાયા અને શ્રીજીબાવાના ચરણકમળ 
છોડી મઠાધિપતિ નથી બનવું.” શ્રીગુસાંઈજીએ સાતે બાળકોને અભયદાન આપી ચિંતા મુક્ત કર્યા.
શ્રીગુસાંઈજીના પ્રથમ પૌત્ર ,તેમના બીજા લાલ શ્રીગોવિંદરાયજીના લાલ શ્રીકલ્યાણરાયજીને  આ 
વાત ખબર પડી કે, બડેતાતજીએ બધાને આશ્વાસન આપ્યું છે,હવે હું એક જ બાકી રહ્યો છું,તેથી નક્કી 
તાતજી મને આપી દેશે.તેઓ આખી રાત ઊંઘ્યા નહિ,વહેલી સવાર થતાં જ પહોંચી ગયા શ્રીગુસાંઈજી 
પાસે.શ્રીગુસાંઈજી તો હજુ પોઢ્યા હતા.નાના શ્રીકલ્યાણરાયજીએ તાતજીનાં બંને ચરણારવિંદ બંને 
હાથથી પકડી લઇ,તે પર માથું ટેકવી ગદ્ ગદ કંઠે આજીજીપૂર્વક કહેવા લાગ્યા,’ हौं ब्रज मागनो जू,व्रज 
तजि अनत न जाऔं।’ હે તાતજી ! હું આપની પાસે વ્રજવાસ માંગું છું ,આ વ્રજ છોડી મારે બીજે ક્યાંય જવાનું 
ન થાય. શ્રીગુસાંઈજી નાના પૌત્રની વાત સાંભળી ,બાવાને હૈયાસરસો ચાંપી, તેને પણ અભયદાન આપ્યું.
કાકા કેશવપુરીનો કોપ અને શાપ વહોરી લીધા,પણ વ્રજ છોડવા  કોઈ તૈયાર ન થયું. 
વ્રજમાં રહેવાનું સૌભાગ્ય તો મહાભાગ્યવાનને જ મળે.શ્રીવલ્લભના શરણ થકી સહુ પડે સહેલું રે………
 
 
         “ભૈયા, ગોકુલ કબ ચલેંગે?” વ્રજ અને શ્રીમદ્ ગોકુલનું સ્મરણ રાત-દિવસ બન્યું રહે એવો કોઈ ઉપાય 
નારાયણદાસ દિવાન જેવો આપણે પણ શોધી કાઢીએ !!!
“ધન્ય શ્રીયમુનામા,કૃપા કરી શ્રીગોકુલ -વ્રજસુખ આપજો;
વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો.”
 

☀ દાહોદ વિષે થોડુ જાણવા જેવુ👏🏽

Filed under: વાંચવા જેવી વાત,Uncategorized — mysarjan @ 11:25 એ એમ (am)
☀ દાહોદ વિષે થોડુ જાણવા જેવુ👏🏽
– મહાભારત યુગ મા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને ઝાબુઆ એ હેડમ્બા નુ વતન હતુ અને મહાકવિ કાલીદાસ નાયુગ મા હાથીઓનુ જંગલ હતુ.
–  માળવા ના યદ્ધ ચઢાઈ દરમ્યાન ઇ.સ.1149 મા સિદ્ધરાજ જયસિંહ દાહોદ આવ્યા હતા.તેની લશ્કર એટલુ મોટુ હતુ કે દરેક શૈનીકે એક જ વાર છાબડી માટી કાઢી ને છાબ તળાવ બનાવ્ય હતુ.
– જયા લશ્કરે પડાવ નાખ્યો હતો તે આજ પણ પડાવ ના બજાર તરીકે ફેમસ છે.
– સિદ્ધ રાજ જયસિંહ એ બાવકા ગામે શિવ મંદીર નુ પણ નિમૉણ કર્યુ હતુ.પરંતુ યુદ્ધ ના સમાચાર મળતા તેઓ અધરુ મંદીર છોડી દીધુ હતુ.
– મુગલ બાદશાહ ઔરંગઝેબ તા.24/10/1618 ના રોજ દાહોદ મા જન્મ થયો અને ઇ.સ.1668 મા ગઢી નો કીલ્લો બનાવ્યો હતો.
-દાહોદ નગરપાલિકા ની સ્થાપના ઇ.સ.1876 મા થઇ.
– ઇ.સ.1878 મા દાહોદ સરકારી દવાખાનુ બન્યુ.
– ઇ.સ.1898 મા દાહોદ મા રેલ્વે નુ આગમન થયુ.
-મહાત્મા ગાંધીજી ઇ.સ.1919 તથા ઈ.સ.1931 એમ બે વખત આવી ચુક્યા હતા.
-કાળીડેમ ઇ.સ.1925 અને પાટાડુંગરી ઇ.સ.1953-54 મા બન્યુ હતુ.
– દાહોદ ખાતે તા. 15/01/1935 મા 0 (શુન્ય) ડીગ્રી તાપમાન નોંધાયું હતુ.જે આજ દીનસુધી નીચલા તાપમાન નો રેકોર્ડ છે.
– આસામ આંદોલન વખતે ઇ.સ.1975 થી ઇ.સ.1977 વષઁ દરમ્યાન ગુપ્તવાસ લઈ ને વતઁમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી દાહોદ ખાતે ખાસ્સાં સમય રોકાયા હતા.   💐💐💐
         🙏🏽 આભાર🙏🏽
 

*મુલાયમ નોટ નવેમ્બર 21, 2016

Filed under: વાંચવા જેવી વાત — mysarjan @ 1:30 પી એમ(pm)

 download

download-1

હવે કાગળ થઈ ગઈ,*
*કોઈક ને તો દિવાળી કાળી  થઈ ગઈ..*

*જનતાને મજા પડી ને રાહત થઈ ગઈ,*
*ચાલીસ ની છાતી છપ્પન ની થઈ ગઈ..*

*જોર નો ઝટકો  ધીરે થી  લાગ્યો  ભાઇ,*
*મોટા મોટા ની ગણતરી ઉંધી થઈ ગઈ..*

*હજી  તો  છે દેશ મા ઝગમગ દિવાળી,*
*ત્યાં તો  બધી પાર્ટી ને હોળી થઈ  ગઈ..*

*હજી હમણા સુધી સીગારેટ પીતા  તા,*
*જોત જોતા મા સાદી  બીડી  થઈ ગઈ..*

*મરદ ના ઘા કાઇ મોળા હોય નહી કદી,*
*તલવાર મા થી નાની છુરી થઈ ગઈ..*

*કાળા ધોળા અને પાછા ધોળા  કાળા,*
*રમતા રમતા પાછી પાવલી થઈ ગઈ..*

*હવે દોડો તમે  આમથી  તેમ બજાર મા,*
*મોટર હતી  ઇ બળદ ગાડી થઈ  ગઇ..*

*મુછ મરડતા માંધાતાઓ ની વાત કરુ છુ,*
*આતો મરદમાથી બાઇ થઈ ગઈ…..*

👊🏽👊🏽👊🏽👊🏽👊🏽👊🏽👊🏽👊🏽

0 New
 

” પુરુષ માંથી બાપ બને છે “ નવેમ્બર 18, 2016

Filed under: વાંચવા જેવી વાત — mysarjan @ 6:13 પી એમ(pm)
download-2

પત્ની જયારે પોતાની માં બનવાની
ખુશ ખબર આપે, અને તે ખબર  સાંભળીને આંખમાંથી ખુશીના
આશુ ટપ- ટપ પડે ત્યારે….માણસ……,

” પુરુષ  માંથી  બાપ બને છે
.

નર્સે જયારે વીટ ળાયેલું અમુક પાઉન્ડ નો જીવ જવાબદારીનું પ્રચંડ ભાર નું ભાન કરાવે ત્યારે…..,માણસ…..,

” પુરુષ માંથી બાપ બને છે “
.

રાત- અડધી રાતે પત્ની સાથે બાળક ના ડાયપર બદલવા જાગવું, અને  બચ્ચા ને કમરમાં તેડીને ફરાવતા  ચુપ કરે ત્યારે……….,માણસ……,

” પુરુષ  માંથી બાપ બને છે “
.

મિત્રો સાથે સાંજે નાકે મેળાઓ અને પાર્ટીઓ જયારે નીરસ લાગે,
એજ પગલાં  જ્યારે ઘર  તરફ દોટ મુકે ત્યારે…….., માણસ……,

“પુરુષ માંથી બાપ બને છે “
.

” અરે લાઈન કોણ લગાડે ” અને હંમેશ સિનેમાની ટીકીટ ચપટી વગાડીને બ્લેકમાં ખરેદી કરનાર,
એજ વ્યક્તી, બચ્ચાની શાળાના
ફોર્મ માટે વહેલી સવારથી કલાકો
ના કલાકો ઈમાનદારી થી ઉભો
રહેતો ત્યારે ……, માણસ….,

” પુરુષ માંથી બાપ બને છે “
.

જેને ઉંઘ માંથી સવારે ઉઠાડતા  ઘડિયાળ ના અલારામ કંટાળતા, એજ આજે નાજુક બબલુના હાથ
અથવા પગ ઉંઘ માં પોતાના શરીર
નીચે ના આવે માટે વારે ઘડીએ રાતે ઉઠીને જોઇને સાવધાની થી સુવે ત્યારે……,માણસ…,

” પુરુષ માંથી બાપ બને છે “
.

સાચા જીવનમાં એકજ ઝાપટ માં કોઈને બી ભોય ભેગો આળોટતો  કરનારો, 
જયારે બચ્ચા સાથે ખોટી ફાઈટીંગ માં બચ્ચાની નાજુક ચપાટ ખાઈને
ભોયમાં આળોટવા માંડે ત્યારે……
માણસ……..,

” પુરુષ માંથી બાપ બને છે “
.

પોતે ભલે ઓછું-વધુ ભણ્યો હશે પણ, ઓફીસેથી આવીને છોકરા ને
” હોમ વર્ક બરાબર કરજે “
કડકાઈ થી કહે ત્યારે….માણસ……,

” પુરુષ  માંથી બાપ બને છે “.

આપણીજ ગઈ કાલની મહેનતના જોર ઉપર આજ મોજ મજા કરનારો અચાનક છોકરાના આવતીકાલ માટે આજ કોમ્પ્રો કરવા લાગે ત્યારે……
માણસ……,

” પુરુષ માંથી બાપ બને છે “.

ઓફિસમાં અનેકોના બોસ બનીને
હુકમ છોડવા વાળો, શાળા ના
POS માં વર્ગ શિક્ષક સામે ગભરુ બનીને, કાનમાં તેલ નાખ્યું  હોય તેમ પુરેપુરી INSTRUCTION
સાંભળે ત્યારે…..માણસ……,

” પુરુષ માંથી બાપ બને છે “
..

પોતાના પ્રમોસન કરતા પણ તે  શાળાની સાદી યુનિટ ટેસ્ટના રીઝલ્ટની વધારે કાળજી કરવા
લાગે ત્યારે……માણસ…….,

” પુરુષ માંથી  બાપ બને છે “.

પોતાના જન્મદિવસ ના ઉત્સાહ  કરતા,  છોકરાના બર્થડે પાર્ટી ની  તૈયારીમાં મગ્ન થાય ત્યારે…..
માણસ…….,

” પુરુષ માંથી બાપ બને છે “
..

સતત ગાડી ઘોડા માં ફરનારો જયારે છોકરાના સાયકલની સીટ
પકડીને પાછળ ભાગે ત્યારે……
માણસ……,

” પુરુષ માંથી  બાપ બને છે “
..
પોતે જોયેલી દુનિયા, અને ઘણી
કરેલી  ભૂલો છોકરાઓ ના કરે માટે તેમને પ્રીચિંગ કરવાની શરૂઆત કરે ત્યારે……માણસ…….,

” પુરુષ  માંથી  બાપ બને છે
..

છોકરાના કોલેજ ના પ્રવેશ  માટે  ગમ્મે ત્યાંથી રૂપિયા લાવી,
અથવા સારી ઓળખાણ કે સામે બે હાથ જોડે ત્યારે…….માણસ…….,

” પુરુષ  માંથી  બાપ બને છે ..

“તમારો સમય અલગ હતો,
હવે જમાનો બદલાય ગયો,
તમને કાઈ ખબર નહિ પડે, “
” This is generation gap “
આવું વાક્ય આપણે જ ક્યારેક બોલેલા સંવાદ આપણને જ સાંભળવા મળે ત્યારે આપણા બાપુજી ને યાદ કરી, હળવા થઈને
મનમાં ને મનમાં માફી માંગીયે ત્યારે…..માણસ……..,

” પુરુષ માંથી  બાપ બને છે “
.
છોકરો પરદેશ જાશે, છોકરી લગ્ન
કરીને પારકે ઘરે જશે, તેની ખબર
છે, તો પણ તેમની માટે પોતેજ સતત પ્રયત્ન કરે ત્યારે….માણસ……,

” પુરુષ  માંથી બાપ બને છે “

છોકરાવો ને મોટા કરતા- કરતા આપને ક્યારે વૃધ્ધ થઇ ગયા એ
પણ ધ્યાન માં નથી  આવતું,
અને જયારે ધ્યાન માં આવે ત્યારે તેનો કોઈ ઉપયોગ નથી હોતો ત્યારે……,માણસ…….,

” પુરુષ  માંથી  બાપ બને છે…..