વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

મે 21, 2011

Filed under: મુક્તક — mysarjan @ 11:32 એ એમ (am)

યુવાની જાય છે, ક્યાં વૃદ્ધ બનતાં વાર લાગે છે !
જીવન જીવતા રહીને બુદ્ધ બનતાં વાર લાગે છે;
કશું પાસે હો ઝાઝું, કશાની ખેવના હો,
જીવનમાં એટલા સમૃદ્ધ બનતાં વાર લાગે છે.

Advertisements
 

બે મુક્તક સપ્ટેમ્બર 6, 2010

Filed under: મુક્તક,Uncategorized — mysarjan @ 9:31 એ એમ (am)

મુક્તક-દિલને સ્પર્શી જાય તેવો જોરદાર સંદેશ….

“કશું ના હોય ત્યારે અભાવ નડે છે,
થોડું હોય ત્યારે ભાવ નડે છે,
જીવન નું એક કડવું સત્ય એ છે કે,
બધું હોય ત્યારે સ્વભાવ નડે છે .”આ ખુરશી છે કાંઈ તમારો જનાજો તો નથી,
કંઈ કરી નથી શકતા તો ઉતરી જતા કેમ નથી.

શ્રી રાજેશ ઠક્કર…