વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

“Unlimited power”.એન્થની રોબીન્સનનું એક પુસ્તક મે 6, 2017

Filed under: પુસ્તક પરિચય,Uncategorized — mysarjan @ 1:34 પી એમ(pm)
power    unlimited power
એન્થની રોબીન્સનનું એક પુસ્તક છે “Unlimited power”. આ પુસ્તકમાં એણે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
એક ગુનેગારને મૃત્યુદંડની સજા કરવામાં આવી. અને એની મૃત્યું માટેની તારીખ પણ નકકી કરવામાં. મનની શરિર પર થતી અસરો પર સંશોધન કરનાર એક ટીમે કોર્ટને અરજી કરીને આ ગુનેગાર પર પ્રયોગ કરવા માટેની પરવાનગી મેળવી. કોર્ટે નિષ્ણાંતોના અભિપ્રાય બાદ પરવાનગી આપી.
મૃત્યુદંડની સજા પામેલા આ ગુનેગારને એવું કહેવામાં આવ્યુ કે તને જુદી રીતે મૃત્યુદંડની સજા કરવાની છે. ફાંસી આપીને કે ઇલેક્ટ્રોનિક શોકથી નહીં પરંતું એક અત્યંત ઝેરી કોબ્રા કરડાવી ને તારુ મૃત્યુ નિપજાવવામાં આવશે. આ વાત પેલા ગુનેગારને મૃત્યુંની તારીખ સુધીમાં વારંવાર કરવામાં આવી. અને નક્કી થયેલી તારીખે એને એક રૂમમાં બેસાડવામાં આવ્યો.
તેની નજર સામે જ અત્યંત ઝેરી સાપ લાવવામાં આવ્યો જેને જોઇને જ ડર લાગે. સાપને એનાથી થોડે દુર રાખ્યો અને પછી કેદીના હાથ-પગ બાંધીને આંખ પર પણ પટ્ટી બાંધવામાં આવી. આંખ પર પટ્ટી બાંધ્યા પછી સાપને ફરીથી એક ટોપલામાં બંધ કરીને ત્યાંથી પાછો લઇ ગયા. થોડીવાર પછી ગ્લુકોઝના પાણીથી ભરેલા ઇન્જેકશનની નાની સોઇ કેદીના શરીરમાં 2-3 વાર ભોંકવામાં આવી. જ્યારે એના શરીરમાં સોઇ ભોંકાઇ ત્યારે ત્યાં હાજર જવાબદાર અધિકારીએ કહ્યુ કે ઝેરી સાપ કરડાવવાની સજા પુરી થઇ.
થોડીવારમાં એ વ્યક્તિ તરફડવા લાગી અને મૃત્યુ પામી. મૃત્યું બાદ મૃત્યુનું કારણ જાણવા માટે શરિરનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું અને પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં મૃત્યુંનું કારણ શરીરમાં લોહીની સાથે ભળી ગયેલું ઝેર બતાવવામાં આવ્યું.
કેદીને આ ઝેર બહારથી તો આપેલું નહોતું તો ક્યાથી આવ્યું ? ગુનેગારની માન્યતાએ ગ્લુકોઝના પાણીને પણ ઝેર બનાવી દીધુ હતું. આપણે પણ કેટલીક આવી જ માન્યતા અને નકારાત્મકતા સાથે જીવન જીવીએ છીએ અને આપણા જીવનમાં ઝેર ઉમેરીએ છીએ. અમેરિકા ના પ્રમુખ રૂઝવેલ્ટ એવું કહેતા કે “ આપણી પરવાનગી વગર દુનિયાની કોઇ તાકાત આપણને દુખી ના કરી શકે. ” દુ:ખને આપણે જ આમંત્રણ આપીને બોલાવીએ છીએ નબળા વિચારોથી.
Be positive
Wish you well 🙂
Advertisements
 

સાત વૈજ્ઞાનિક અંધશ્રદ્ધાઓ નવેમ્બર 6, 2015

Filed under: પુસ્તક પરિચય — mysarjan @ 1:45 પી એમ(pm)
 સાત વૈજ્ઞાનિક અંધશ્રદ્ધાઓ
સાત વૈજ્ઞાનિક અંધશ્રદ્ધાઓ
સાયન્સના નામે કેટલી બધી ગેરમાન્યતાઓ આપણે મનમાં સંઘરી રાખી હોય છે. ધર્મ કે રીતિરિવાજો રૂઢિ પરંપરાના નામે ચાલતી ગેરમાન્યતાઓનો તથાકથિત સેક્યુલરો કે રૅશનલિસ્ટો વિરોધ કરતા રહે છે. પણ વૈજ્ઞાનિક ગેરમાન્યતાઓને કોઈ પડકારતું નથી, પડકારવાની હિંમત કરતું નથી, પડકારવાની દરકાર કરતું નથી. આજે પડકારીએ:

૧. આપણે આપણા મગજની કૅપેસિટિનો દસ ટકા જ ઉપયોગ કરીએ છીએ. સાચી વાત? ના, ખોટી વાત.

છેક ૧૯૦૭થી મોટિવેશનલ ગુરુઓ અને પ્રેરણાત્મક પ્રવચનોની પડીકી આપનારાઓ આવી હંબગ વાત ચલાવતા આવ્યા છે અને આપણે માનતા આવ્યા છીએ. બાકીના ૯૦ ટકા મગજનો ઉપયોગ કરતા થઈ જઈએ તો જિંદગીમાં શું નું શું કરી શકીએ એવું જતાવવા માટે આવું જુઠ્ઠાણું પ્રચાર પામ્યું. ક્યારેક તો આઈન્સ્ટાઈનના નામે આ ગપગોળું ચલાવવામાં આવ્યું. આઈન્સ્ટાઈને ક્યારેય આવું કહ્યું નથી.

દુનિયાના ટૉપમોસ્ટ ન્યુરોસાયન્ટિસ્ટ ડૉ. બૅરી બેયરસ્ટીને આ ગપ્પાંબાજીને પડકારતું સંશોધન કર્યું છે. સીટી સ્કૅન, એમઆરઆઈ સ્કૅન અને બીજી આધુનિક તકનિક દ્વારા બ્રેન ઈમેજિંગ કરીને પુરવાર થયું છે કે મગજનો કોઈપણ ભાગ સંપૂર્ણપણે શાંત કે પ્રવૃત્તિહીન હોતો નથી. ચોવીસે કલાક દિમાગનો દસ ટકા કરતાં ઘણો મોટો હિસ્સો પ્રવૃત્તિ કર્યા કરતો રહે છે.

આની સાથે બીજી એક વાત પણ સમજવી જોઈએ. આપણું મગજ સતત નવું નવું શીખવા માટે, સ્વીકારવા માટે ઘડાયેલું છે અને ઉંમર વધતાંની સાથે મગજને લગતી નાનીમોટી બીમારીઓથી દૂર રહેવું હોય તો મગજને હંમેશાં પ્રવૃત્તિશીલ રાખવું જોઈએ. નિવૃત્તિની વય પછી ઘણા માટે સાઠે બુદ્ધિ નાઠી એવું કહેવાય છે તે થતાં રોકવું હોય તો ભરપૂર વ્યસ્ત રહીને મગજને કામ કરતું રાખવું જોઈએ.

૨. ઓછા પ્રકાશમાં વાંચવાથી આંખોને નુકસાન થાય. સાચી વાત? ના, ખોટી વાત. ઓછા પ્રકાશમાં વાંચવાથી તે વખતે આંખો દુખવા માંડે છે કારણ કે પલક ઝપકાવ્યા વગર વાંચીએ ત્યારે આંખો ડ્રાય થઈ જાય જેને કારણે આંખો ભારે લાગવા માંડે. પણ જેવા તમે નૉર્મલ પ્રકાશમાં આવો કે તરત આ ટેમ્પરરી દુખાવો ગાયબ થઈ જાય. ઑપ્થેલ્મોલોજિસ્ટોએ પ્રયોગો દ્વારા પુરવાર કર્યું છે કે આછા પ્રકાશમાં વાંચવાથી આંખોને કદી કાયમી નુકસાન થતું નથી.

૩. ભારે વજન ઉપાડવાથી હર્નિયાનો પ્રૉબ્લેમ થાય. સાચી વાત? ના, ખોટી વાત. હર્નિયાની તકલીફને વજન ઉપાડવા સાથે કોઈ લેવાદેવા નથી. હર્નિયા બીજાં જ કારણોસર થાય છે. પણ જ્યારે તમે ભારે વજન ઉપાડો છો ત્યારે તમને, ઑલરેડી શરીરમાં ઊભી થઈ ગયેલી આ તકલીફ મહસૂસ થાય છે. આ તકલીફ વજન ઉપાડવાથી નથી સર્જાઈ હોતી. વજન ઉપાડવાને કારણે માત્ર એની હાજરીનો તમને ખ્યાલ આવતો હોય છે.

૪. વૉકર કે ચાલણગાડીની મદદથી બાળક વહેલું ચાલતાં શીખે છે. સાચી વાત? ના. ખોટી વાત. ઊલટાનું વૉકરને કારણે બાળક પોતાની મેળે મોડું ચાલતાં થાય એવી શક્યતા છે. પ્રયોગો પરથી ખબર પડે છે કે જે પેરન્ટ્સ વૉકરની મદદથી પોતાના બાળકને ચલાવે છે તેઓ બાળકના વિકાસમાં ૧૧ થી ૨૬ દિવસનો વિલંબ કરે છે- બાળક આટલા દિવસ મોડું ચાલતાં શીખે છે. વૉકરને લીધે બાળક પોતાનાં પગની હલનચલન જોઈ શકતું નથી. વૉકરને કારણે બાળકને પોતાની મેળે શરીર બૅલેન્સ કરતાં આવડતું નથી.

આમ છતાં પેરન્ટ્સ પોતાને જોવાની મજા પડે એટલે બાળક માટે વૉકર લઈ આવતાં હોય છે. વૉકર છોડી દીધા પછી બાળકે ફરી વાર, ચાલતી વખતે પોતાના પગના મસલ્સને અને બૅલેન્સ કેવી રીતે જાળવવું એ શીખવું પડે છે.

૫. બહુ ગળ્યું ખાતું બાળક ચીડિયું થઈ જાય છે. સાચી વાત? ના, ખોટી વાત. શ્યુગરને કારણે શરીરને બીજાં અનેક નુકસાન થતાં હશે પણ ચીડિયા સ્વભાવને ગળપણ સાથે કોઈ લેવાદેવા નથી. શ્યુગરથી દાંત ખરાબ થાય, વજન વધે અને એવા બીજા ઘણાં પ્રૉબ્લેમ્સ થાય. પણ બાળકના સ્વભાવમાં ચીડિયાપણું દેખાય તો એનું કારણ શ્યુગર નથી, કંઈક બીજું જ છે. નૉર્મલ શ્યુગર લેતું બાળક પણ ચીડિયા સ્વભાવનું હોઈ શકે છે.

આની સાથે બીજી એક વાત. પોપઆય નામના કાર્ટૂન કૅરેક્ટરને કારણે એક મિથ ચાલી કે પાલક-સ્પિનાચ ખાવાથી સ્ટ્રૉંગ થવાય કારણ કે એમાં આયર્ન છે. ખોટી વાત છે. પાલકમાં આયર્ન જરૂર છે અને પાલકની ભાજી બીજી ઘણી રીતે શરીર માટે સ્વાસ્થ્યવર્ધક છે. પણ પાલકમાંના આયર્નને કારણે શરીર સ્ટ્રૉંગ થઈ જાય છે એ વાતમાં સેહજ પણ તથ્ય નથી.

૬. રાત્રે ખાવાથી વજન વધે છે. સાચી વાત? ના, ખોટી વાત. શરીરને જેટલી કૅલરીની જરૂર હોય તેના કરતાં તમે વધારે ખાઓ તો વજન વધે અથવા તો તમે જેટલું ખાઓ છો એટલી કૅલરી રોજ ન ખાવો- રોજ એટલી મહેનત/કસરત/શારીરિક કામ ન કરો તો વજન વધે. તમે દિવસે ખાઓ કે રાત્રે ખાઓ- વજનને એની સાથે કોઈ લેવા નથી, કોઈ પણ સમયે ખાઓ. સંશોધન પરથી એવું તારણ નીકળ્યું છે કે જે લોકોને સવારે બ્રેકફાસ્ટ ખાવાની ટેવ છે તેઓ આખા દિવસ-સાંજ-રાત દરમિયાનના પોતાના ભોજનને સરખે ભાગે વહેંચી શકે છે.

એકાદ ટંક ખૂબ વધું ખાઈ લેવું અને પછીનો ટંક અલમોસ્ટ ભૂખ્યા રહેવું એવી આદત નૉર્મલી જેઓ બ્રેકફાસ્ટ નથી કરતા એમને હોય છે. જો તમે દિવસમાં નિયમિતપણે ત્રણવાર ખાતા હો તો ત્રણમાંના કોઈ એક ટંકમાં વધુ પડતું ખાઈ નાખવાની લાલચ તમને થતી નથી.

૭. દિવસમાં ૮ ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. સાચી વાત? ના, ખોટી વાત. પાણી પીવામાં કંઈ ખોટું નથી, સારું જ છે. અમેરિકાની નૅશનલ રિસર્ચ કાઉન્સિલના ફૂડ ઍન્ડ ન્યુટ્રિશન બોર્ડ ૧૯૪૫માં જાહેર કર્યું કે નૉર્મલ બોડીને રોજના અઢી લિટર પાણીની જરૂર પડે (અર્થાત ૮૫ ઔંસ અર્થાત્ લગભગ ૮ ગ્લાસ), ત્યારથી આ મિથ શરૂ થઈ.

હકીકત એ છે કે આપણા ફ્રૂટ્સ, દૂધ, જ્યુસ, શાકભાજી, બીજા ઘણા ખોરાકો, ઈવન બિયર વગેરેમાં પણ પાણીનું પ્રમાણ હોય છે. આ બધું પાણી મળીને રોજ શરીરમાં અઢી લિટર કે આઠ ગ્લાસ જેટલું પાણી જવું જોઈએ. વધારે પડતું કે બિનજરૂરીપણે પાણી પી પી કર્યા કરવાથી બ્લડમાંના સોડિયમનું લેવલ ઘટી જાય છે જેને કારણે મગજના કોષોને સોજો ચડી જાય અને એ કોષો મરી જાય. જોકે, આવું કંઈ નૉર્મલી થતું નથી, એક્સ્ટ્રીમ કેસીસમાં જ થાય. પણ ટૂંકમાં તમે જો રોજના ૮ ગ્લાસ પાણી ગટગટાવવાની ટેવ ધરાવતા ન હો પણ તમારા ખોરાક દ્વારા બીજી ઘણી રીતે પાણી શરીરમાં ઠલવાતું રહેતું હોય તો ફિકર કરવાની કોઈ જરૂર નથી.

આવી તો બીજી કેટલીય વૈજ્ઞાનિક ગેરમાન્યતાઓમાં આપણે માનતા હોઈએ છીએ પણ ક્યારે એ સાયન્સના આધારે રચાયેલી છે એટલે એને પડકારવાનો વિચાર પણ નથી આવતો. હવે તો ગૂગલ તમારી પાસે છે. તમારામાં જો નીરક્ષીર વિવેક હશે તો ગૂગલ પર ખાંખાખોળા કરીને, એમાંથી જે કચરો મળે તેને ચાળી નાખીને તમે આવી ઘણી ગેરમાન્યાતાઓને ખંખેરી શકો. આજકાલના ઘણા સારા ડૉક્ટરો પણ તમને ગેરમાર્ગે જતાં રોકે છે, કારણ કે એમને પણ હવે ખ્યાલ આવ્યો છે કે શું સાચું છે ને શું ખોટું. ઉપરાંત, જે ખોટું છે તેનો પ્રચાર કરવા જતાં ક્યાંક પોતે જ ફસાઈ ન જાય એનો પણ એમને ભય હોય છે. તો શરૂ કરો, તમારા ફોન કે આઈપૅડ કે પીસી પરનું સર્ચ એન્જિન. પણ આ શુભ કાર્યના આરંભ પહેલાં લીંબુમરચાનું સ્ક્રીન સેવર ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ;))

 

પોલિએના જુલાઇ 31, 2010

Filed under: પુસ્તક પરિચય — mysarjan @ 1:32 પી એમ(pm)


પોલિએના —  એક પરિચય. ”

આશા અને આનંદ  જગાડતી જીવન દ્રષ્ટિ ;

અમેરિકન  વાર્તાકાર શ્રીમતી એલીનોર  પોર્ટર અનુવાદ કરવા માટે શ્રીમતી રશ્મીબહેન ત્રીવેદીને ધન્યવાદ  આપવા જોઇએ. આ નવલકથા વાસ્તવિક જીવનની મૂઝવણો,સંઘર્ષો ,અને સમસ્યાઓ કેવી મનોવૃતિ માંથી જન્મેછે તેનું રસભર્યું ચિત્રણ કરે છે, એટલું જ નહીંપણ આનંદ ભર્યાં જીવન માર્ગ શો છે તેનું માર્મિક આલેખન કરે છે.

મુખ્ય પાત્ર—-મિસ પોલી હેરિંગ્ટન, ભાણેજ પોલીએના ,મિસ પોલી ની બહેન જેની

મિસ પોલી  ને મન ,ધન, સત્ત્તાનું  મહત્વ વધારે હતું અને એની નીચે પ્રેમ ઝરણું દબાઈ જતું હતું .તેનો તેને ખ્યાલ જ ન હતો! જેની ને મન પ્રેમજ જીવન નું સર્વસ્વ ધન હતું અને   સ્સ્સ્મમ્તાઈતેને માન તુ છછ લાગતી હતી. તે ગરી બ પાદરી ને પરણી ,  એ પોલી ને ના ગમ્યું ને તેના પ્રત્યે ઘ્રુણા થઈ .જે   શ્શ્રીમંત  સાથે પોલી ને પ્રેમ થયો તેની સાથે તેના અહમ અને અન્ય વિલક્ષણતાઓને કારણે  મેળ ના ખાધો. વ્બન્ને નો  જીવન રસ ઊડી ગયો. શ્રીમંતાઈ પણ પેન્ડલટ્ન (શ્રીમંતને) નિરર્થક લાગી, જેની મરી ગઈ .પાદરી ગુજરી ગયૉ.તેથી તેમની  નિર્દોષ ,સંસ્કાર્પુત દ્રષ્ટિવાળી પુત્રી પોલીએના ૧૧ વરસ ની હતી તેનો માસીને ત્યાં  પ્રેમ ભર્યો ઉછેર થશે અએમ માની ને તેને ત્યાં મોકલવાનું ઠર્યું. પણ નિરાશા પુર્ણ  , હતજીવન  બનેલી પોલી ને ભાણેજ  પોલિએના ને રાખવાનું ગમતું ન હતું.પણ ફરજ (લોક લાજ -જન્ય) માની ને ઊછેરવાનું નક્કી કર્યું. પોલિએના આવવાની હતી.

નિર્દોષ પ્રેમ થી ઊભરાતી અને પિતા નો જિવન સંસ્કાર નો ઉત્તમ વારસો લઈને આવેલી પોલિએનાએ સ્મશાન જેવા માસીના ઘરને લિલાછમ પુષ્પ  લચીત બગીચા જેવો કેમ બનાવ્યો,તેવું  પરિવર્તન કેમ થયું તેમાં વાર્તા નોજ નહીં, જિવનનો સનાતન  મર્મ વ્યક્ત થયો છે. સમાજ  ના હ્ડ્દૂત ગણાતા કે હતાશાને લીધે જિવન રસ ગુમાવી બેઠેલાઓના મનમાં જે આશા ,પ્રસન્નતા અને જિવનનો ઉલ્લાસ જન્માવ્યો  તેમાં જ આ નવલ્કથા નું સોદર્ય દર્શન વ્યકત થાય છે.

એના પિતાએ આપેલો બોધપાઠ પોલીએના એ આત્મસાત કર્યો હતો..તેનાં જ શબ્દો માં જ જોઈએ…”

દરેક વસ્તુ-  પછી તે ભલે ગમે તેવી હોય -તેમાં થી સારું શોધી રાજી થવું એજ તો રમત છે.”

આ રમતે   કેટ્લાના  રુદય ને પ્રફુલ્લિત  બનાવ્યાં ! આ સંજિવની એ જીવન અમૃત અર્પ્યું…પછી પોલીએના એ મોટર અકસ્માત થી પગ ગુમાવ્યાં  અને તેનામાં નિરાશા વ્યાપી ગઈ ત્યારે

તેનીપાસે થી મેળવેલા જીવન અમૄત વાળા સ્ત્રી ,પુરુષોએ તેનાં જીવનમાં જીવનઅમૃત રેડ્યું  અને એ ચાલતી થઈ શકી..

અગિયાર વરસની   અનાથ ભણેજ જ્યારે પોલિના ઘરમાં પોતાનાપિતાનો ઉલ્લેખ કરે છે કે તરત પોલી  ચિડાઈ જાય છે.તેનું નામ બોલવાની મનાઈ કરે છે.પરંતુ ઇતાએ શીખવેલી રમત માં ક્રોધ ,નિરાશા કે

દુઃખ ટ્કી શકતા ન હોતાં . પોલી એ ક્યારે ઉઠવું, શું કામ કરવું ,શું શું શીખવું , ક્યારે જમવું  એવું સમય પત્રક  ભાણેજ માટે ઘડી   રાખ્યું હતું .ત્યારે પોલિએના એ કહ્યું ” માસી , તમે આ બધામાં મારા માટે

જીવવાનો સમય તો રાખ્યો જ નહીં ? ” ” અલબત્ત , આ બધું  કામ કરતાં હું શ્વાસ તો લેતી જ  હોઇશ. પણ હું જિવનનો આનંદ તો નહીં જ માણતી હોઉં …”

શુષ્ક રીતે ભિખારી અવસ્થા માં હરતો ફરતો જીમ બીન જેવો છોકરો પોલિએના એ જોયો, તેને પણ રાજી રહેવાની રમતથી કેવી  રીતે આનંદનો પ્રવેશ કરાવ્યો ત્તે વાત પણ વણી લીધી છે. નિષ્પ્રાણ જીવતા પેન્ડ્લ્ટ્નનું પ્રસંગ ચિત્રણ રુદ્ય સ્પર્શી છે.પોલિએના હ્ળવે  હ્ળવે  હતાશ થએલી  માસી ને કેવી રીતે આનંદ માં લાવી શકે છે. કે પોલી હવે તેને” ડિયર ” કહી ને  જ બોલાવે છે.

ડૉ. શિલ્ટન  જોડે નો પોલીનો ભગ્ન  પ્રેમ સબંધને  કેવી કુશળતાથી પ્રેમ્ના સેતુથી જોડી દેય છે… ત્યારે માસી કહે છે ,” પોલિએના, ડિયર , હું તને જ  સૌ થી પ્રથમ આ સમાચાર આપવા  આવી છું .એક દિવસ હું તારી આગળ ડૉ. શિલ્ટન ને  માસા  તરીખે લાવવાની છું. … આ બધું તારા લીધે જ થયું છે…હું કેટલી બધી સુખી થઈ છું ….ડાર્લિગ  …!”

હું  ખાસ  ઇછુઃ છું કે નિશાળ માં ભણતાં   વિદ્યાર્થી અને  વિધ્યારર્થીનીઓ તેમજ  શિક્ષકો અને મા – બાપો  આ નવલકથા  વાંચે  ..આ વાર્તા રસમાં થી સંજીવની શક્તિ નો સ્પર્શ થાય છે.તેનું મારે મન અવર્ણ્ય મહત્વ છે. આપણે ત્યાં આશા – આનંદ પ્રગટશે…

અમૃતલાલ  યાજ્ઞિક..

૩૧મીમાર્ચ,૧૯૮૪.

૧૧,મધુવન સોસાયટી,.

સરસ્વતી રોડ, સન્તાક્રુઝ. મુંબઈ..૪૦૦૦૫૪

”   રાજી રહેવાની અનોખી રમત,       વેરાતાં  સ્વપ્નનું ઘુંટાતું રહસ્ય “

આ પુસ્તક્માં એક નાનકડી છોકરી પોલિએના નો રુદય સ્પર્શી પરિ્ચય થયો.જે કઈ બને એમાં રાજી રહેવાની ,કોઇપણ  અણગમતી ઘટના થી પણ કોઇક ગમતા અર્થ તારવવાની  અને કોઇપણ અંધકાર માં થી પ્રકાશ નું કિરણ શોધવાની  એક ખેલદિલ રમત આ છોકરી રમતી હતી અને સૌ ને શીખવતી હતી .પોલિએના ની  ગ્લેડ ગેમ (રાજી રહેવાની રમત)રમવા  જેવી  છે,”ઢીંગલી   જોઈતી  હતી ને  મળી લાકડા ની ઘોડી ……….” મારે બે પગ છે ,કાખ ઘોડીનો ખપ નથી, એ કેટલું સારું છે..!!”એવા વિચાર થી આરંભાયેલી આ રમત જીવનના દરેક તબક્કે  રમી શકાય છે. માત્ર એ માટે થોડાં ડૂસકા જીરવી હોઠ પર થોડું હાસ્ય લાવવાની ત્યૈયારી જોઇએ….થોડાં આંસૂ સુકવીને  ચમકદાર સ્વસ્થતા આંજવાની જિગરદારી હોવી  જોઇએ..ગમે તેવાં કપરાં સંજોગોમાં ,ગમેતેવી વસમી પરિસ્થિતી માં રાજી રહેવાની તત્પરતા હોવી જોઇએ.. આવા ધાંધલિયા જીવન માં જ્યાં એક્બીજા ને  મદદ રૂપ થવાની કાળજી પણ લેવાતી નથી ત્યારે આ પુસ્તક રણ માં મીઠી વીરડી જેવું કહી શકાય..  જીવન પ્રત્યે ના અભિગમ ની વાત તરીકે આ સ્થાને કાયમ માટે રુદય માં રાખવાનું મન થાય..

૨૬-૪-૮૪                                                                                                                                                        હરીન્દ્ર દવે.

વગડાઉ ફુલ જેવી એક નાનકડી નિર્દો બાલિકા એના ઉદાત્ત મન અને મધુર સ્વભાવ ને કારણે જ્યાં જ્યાં પગ મુકે છે ત્યા અજવાળું પથરાઇ જાય છે. વર્ષો જુની પૂર્વ ગ્રહ ની  ગ્રંથી ઓ  પણ આ પોલેના ના કોમળ સ્પર્શે ઉકલી જાય છે  અને પ્રણય નો  દીપ   ફરી એક્વાર ઝગમગી  ઉઠે છે.

એલીનોર   પોર્ટર નીઆ અત્યંત લોકપ્રિય  નીવડેલી નવલકથા નો રશ્મીબહેન ત્રિવેદી એ કરેલો રસાળ અને ભવવાહી  અનુવાદ ગુજરાતી   વાંચકોને એક આનંદ દાયક અનુભવ કરાવશે..

ધીરુ બેન પટેલ.