વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

એપ્રિલ 19, 2017

Filed under: જીવનમાં ઉતારવા જેવું — mysarjan @ 12:03 પી એમ(pm)
✍🏻  લાગણી એટલે શું ?
        સમજો તો ભાવના છે,
        કરો તો મશ્કરી છે,
        રમો તો ખેલ છે,
        રાખો તો વિશ્વાસ છે,
        લો તો શ્વાસ છે,
        રચો તો સંસાર છે,
        નિભાવો તો જીવન છે…!!!!
Advertisements
 

ફેબ્રુવારી 20, 2017

Filed under: જીવનમાં ઉતારવા જેવું,Uncategorized — mysarjan @ 5:57 પી એમ(pm)

0

 

આધુનિક ટેકનોલેજી?? નવેમ્બર 21, 2016

Filed under: જીવનમાં ઉતારવા જેવું,Uncategorized — mysarjan @ 2:16 પી એમ(pm)

images   download

એક કોલેજીયન યુવક કોલેજમાં રજા હોવાથી આજે ઘરે હતો. યુવકના દાદાએ યુવકને કહ્યુ, ” બેટા, મારે નવા ચશ્મા લેવાના છે તું મારી સાથે ચાલને ?” મોબાઇલ પર ચેટીંગ કરતા યુવકને દાદાની આ દરખાસ્ત ન ગમી. એમણે દાદાને કહ્યુ, ” દાદાજી, જમાનાની સાથે હવે તમારી જાતને પણ બદલો અને આધુનિક ટેકનોલેજીનો ઉપયોગ કરતા થાવ. ચશ્મા ખરીદવા માટે હવે દુકાન સુધી લાંબા થવાની અને સમય બગાડવાની કોઇ જરૂર નથી.”
દાદાએ આશ્વર્ય સાથે કહ્યુ, ” શું વાત છે બેટા ? દુકાને ગયા વગર પણ ચશ્માની ખરીદી થઇ શકે ? ” યુવાને જરા રુઆબ સાથે કહ્યુ, ” દાદા, અહીંયા આવો, મારી બાજુમાં બેસો, હું તમને સમજાવુ. આ મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમે બધી જ વસ્તુઓ ઘરે બેઠા ખરીદી શકો છો. જુદી-જુદી ઓનલાઇન સેવા પુરી પાડતા ડીપાર્ટમેન્ટલ સ્ટોર પરથી તમે ખાલી ચશ્મા જ નહી. કરીયાણુ, કપડા, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બધુ જ ખરીદી શકો છો. હવે તમારી જુનવાણી પધ્ધતિને પડતી મુકો અને આ આધુનિક પધ્ધતિ અપનાવો એટલે તમે ઘરે બેઠા જરૂરીયાત મુજબની બધી જ વસ્તુઓ ખરીદી શકો.”
દાદાએ યુવાન પૌત્રની બધી વાત ધ્યાનથી સાંભળી પછી હળવેકથી કહ્યુ, ” બેટા, તારી વાત તો સાચી છે કે આ ઓનલાઇન ખરીદી કરવાથી આપણો સમય બચે છે અને થોડું ડીસ્કાઉન્ટ પણ મળે એટલે પૈસા પણ બચે. પણ સમય અને પૈસા બચાવવા જતા જેના વગર જીવવું મુશ્કેલ છે એવો માનવીય સંબંધ છુટી જાય છે એનું શું ? ” યુવકને કંઇ ન સમજાયુ એટલે એણે દાદાને કહ્યુ, ” તમે શું કહેવા માંગો છો એની કંઇ ખબર નથી પડતી.”
દાદાએ યુવકના ખભે હાથ મુકતા કહ્યુ, ” બેટા, હમણા થોડા દિવસ પહેલા હું બીમાર પડ્યો. રોજ શાકભાજી લેવા હું જતો પણ હું બીમાર પડ્યો એટલે તારા પપ્પા ગયેલા. શાકભાજીવાળાને મારી બીમારીની ખબર પડી તો એ સાંજે એમની દુકાન બંધ કરીને મારી ખબર કાઢવા માટે આપણી ઘરે આવેલો અને મારી પથારી પાસે બેસીને મને સાંત્વના આપેલી. થોડા વર્ષો પહેલા થોડો સમય આપણે નાણાકીય તંગીનો ભોગ બનેલા ત્યારે આપણા કરીયાણાવાળાએ આખા વર્ષનું કરીયાણું ઉધાર આપેલુ અને પૈસા આપવાની કોઇ ચિંતા ન કરતા એમ કહેલું. જ્યારે તું નાનો હતો ત્યારે હું તને સાથે લઇને એ કરીયાણાવાળાને ત્યાં ખરીદી કરવા માટે જતો. એ ઓછુ ભણેલો કરીયાણાવાળો હંમેશા હસતા હસતા તને ચોકલેટ કે પેંડો પણ આપતો અને ક્યારેય બીલમાં ચોકલેટ-પેંડાની રકમ ઉમેરતો નહોતો. ”
યુવક એકધ્યાન થઇને દાદાની વાત સાંભળી રહ્યો હતો. દાદાએ વાત આગળ વધારી ” બેટા, કાપડવાળાને ત્યાં ખરીદી કરવા જઇએ ત્યારે એકાદ બે ઓળખીતા માણસો મળી જ જતા અને એની સાથે વાત કરવાનો મોકો પણ મળી જતો. હૈયામાં ધરબાઇને ભરેલી કેટલીક વાતો ત્યાં સહજતાથી ઠલવાઇ જતી અને હૈયુ હળવું ફુલ થઇ જતું. જેને ત્યાંથી આપણે નીયમિત ખરીદીઓ કરતા એ બધા આપણા સુખના કે દુ:ખના પ્રસંગમાં ભાગીદાર થતા હતા. હવે મને જણાવ તારી ઓનલાઇન ખરીદીમાં આવી સુવિધા મળે ખરી ? ”
યુવાન કોઇ જવાબ ન આપી શક્યો. બાળપણની કેટલીક ઘટનાઓ યુવકના માનસપટ પર ઉભરી આવી અને દાદાજીને એણે એટલું જ કહ્યુ, ” ચાલો દાદાજી હું આપની સાથે આવુ આપણે ચશ્માવાળા ભાઇની દુકાને જઇને એમની ચા પી આવીએ અને તમારા ચશ્મા લઇ આવીએ. રસ્તામાં તમારા એકાદ બે ભાઇબંધો મળી જશે તો એને મળી પણ આવીએ.”
મિત્રો, જરા વિચાર કરવાની જરૂર છે કે સમય અને પૈસા બચાવવાની દોડમાં આપણે માણસ મટીને મશીન તો નથી બની ગયા ને ? કારણકે જો મશીન બની જઇશું તો ગમે એટલા પૈસા બચાવ્યા હોય કે ગમે એટલો સમય બચાવ્યો હોય તો પણ સંબંધ વગર પૈસા અને સમયનું કરીશું શું ? ટેકનોલોજીનો ઉપયોગ જરૂર કરીએ પણ માનવ સંપર્કો સાવ તુટી ન જાય એ પણ જરૂરી છે.

 

ઇશ્વરને પણ ફરિયાદ છે નવેમ્બર 18, 2016

Filed under: કાવ્ય,જીવનમાં ઉતારવા જેવું — mysarjan @ 6:07 પી એમ(pm)
images

😊જીંદગી માણવી હોય ને તો
જિંદગીમા એક ટકા નું ટેંશન,
ને નવાંણુ ટકાનું જીગર રાખો  સાહેબ …!
સુખ નુ કોઈ “શેડયૂલ” ના હોય,
આનંદ ની “અપોઈન્ટમેન્ટ” ના હોય, અને
પ્રેમ નુ “પ્લાનિંગ” ના હોય,
જીવન ને ” મોજ” થી જીવો એમા વિચારવાનુ ના હોય.

        વીતી ગયેલા દિવસો હવે
        યાદ નથી કરવા…..
        બાકી રહેલા દિવસો હવે
        બરબાદ નથી કરવા.

        શુ મળ્યુ અને શુ ગુમાવ્યું
        જીવનમાં….
        જવાદો ને યાર હવે કોઇ
        હિસાબ નથી કરવા.

        ફરીયાદ આપણે શું કરીએ
        ઇશ્વરના દરબારમાં…..

        ઇશ્વરને પણ ફરિયાદ છે
        આપણા વ્યવહારમાં……..🙏

 

સબરસ

Filed under: જીવનમાં ઉતારવા જેવું — mysarjan @ 6:03 પી એમ(pm)

download-1

કોઇ અજાણ્યો ચહેરો વહેલી સવારે ‘સબરસ’ આપી ગયો…
જાણે નૂતન વર્ષની બધી શુભેચ્છાઓ નો સાર આપી ગયો.!
વહેલી પરોઢે કુરિયર માં કુદરતનો સંદેશ જાણે આપી ગયો.!

આમ ખારું ને તો ય નામ મીઠું.!?
સવાલ આવો મૂકતો ગયો…
નાના ચાર ટુકડા દઇ,
વિચારતો કરતો ગયો.

પ્રમાણ જાળવો તો મીઠું, ને નહીં તો ખારું.!
સબરસ દઈ – આ જીવન સત્ય પ્રગટ કરતો ગયો.!!

જીવનના કડવા, ખાટા, તૂરા રસને
સમરસ કરવાનો કિમીયો દેતો ગયો….
થોડી અમથી બોણી સામે બેશ-કિંમતી દેતો ગયો.!!

સ્વાદ અને જીવન : બેસ્વાદ – ફીકા બનતા અટકાવવાની જાણે સામગ્રી આપતો ગયો….
ને આ સામગ્રી તો હાથવગી છે,
એનું ભાન કરાવતો ગયો.!!

જમણ હો કે જીવન : સ્વાદ વિનાની સજાવટ થી નકામા.!
પણ બેઉનો ‘આસ્વાદ’ લેવાની ચાવી સબરસ માં….
સપરમા દહાડે આ ગુરુચાવી દેતો ગયો….

નવા વર્ષની પહેલી-વહેલી પરોઢે ધન્ય કરતો ગયો,…

એક નિર્દોષ – માસૂમ છોકરો, સબરસ સાથે
કેટલું બધું દેતો ગયો.!!

 

માણસ-માણસ રમીએ…!!!

Filed under: જીવનમાં ઉતારવા જેવું — mysarjan @ 6:00 પી એમ(pm)
images-1

વિતેલા  દિવસો  પાછા  નહીં  આવે,  સમય  ની  કિંમત  સમજતાં  થઇએ..!

વાંક  મારો  હતો  કે  તારો,  એ  વાત  ને  હવે  ભુલતા  થઇએ…!

અરસ  પરસ  થોડુ  સહન  કરી  લઈ  ને,  ચાલો  સબંધો  સાચવતા  થઇએ…!

માત્ર  “આજ”  આપણને  મળી  છે,  કાલની  કોઈ  ને  ખબર  કયાં,  ચિંતાની  ગાંઠ  બાજુ  એ  મુકી,  ચાલ  હરપળ  માં  જીવતાં  થઇએ…!

ગણિત  પ્રભુ  નું  સમજાતું  નથી,  ને  આપણી  મરજીથી  કંઈ  થાતુ  નથી,  ભલે  એ  દેખાતો  નથી  પણ,  ચાલ  ઇશ્વરમાં  માનતાં  થઈએ…!!

ચાલો  થોડું  માણસ-માણસ  રમીએ,  નમીએ,  ખમીએ,  એક  બીજા  ને  ગમીએ,  અને  સુખ-દુઃખમાં
એક  બીજાને  કહીએ,  “તમે  ફિકર  ના  કરો  અમે  છીએ”

આજે  એક  નવો  જ  સંકલ્પ  લઈએ,  “એક બીજાની  અદેખાઈ,  સ્પર્ધા  તજીએ,  એક  બીજાના  પુરક  બનીએ,”

ચાલો  થોડું  માણસ-માણસ  રમીએ…!!!

 

સંસ્કાર સપ્ટેમ્બર 27, 2016

Filed under: જીવનમાં ઉતારવા જેવું — mysarjan @ 5:39 પી એમ(pm)

ગામના એક કુવા પર 3 મહિલાઓ પાણી ભરી રહી હતો ।
ત્યારે એક મહીલાનો દીકરો ત્યાંથી પસાર થઇ ઘર બાજુ નીકળી ગયો ત્યારે એમની માઁ બોલી કે જુઓ મારો દીકરો અંગ્રેજી મિડિયમમાં ભણે છે।
થોડીવારમાં બીજી મહીલાનો દીકરો ત્યાંથી પસાર થયો અને તે પણ ઘર બાજુ નીકળી ગયો,
તે મહીલા બોલી કે જુઓ મારો દીકરો CBSE માં ભણે છે।
ત્યાં ત્રીજી મહિલાનો પુત્ર ત્યાંથી પસાર થયો,
આગળના બંને છોકરાઓની જેમ તેમણે પણ પોતાની માઁ સામે જોયું અને તેમની પાસે આવ્યો ।
તેમની પાસેથી પાણીનું માટલું લઇ ખભે મુકયું, અને બીજા હાથમાં પાણીની ડોલ પકડીને કહ્યું કે ચાલ માઁ ઘેર જઇએ।
એમની માઁ બોલી કે મારો દીકરો ગુજરાતીમાં ભણે છે।
એમની માઁ ના ચહેરાનો આનંદ જોઇ બાકીની બંને માતાઓની નજર શરમથી જુકી ગઇ ।
ઉપરોક્ત વાતનું તાત્પર્ય એટલું જ કે લાખો રુપિયા ખર્ચીને સંસ્કાર ખરીદી શકાતા નથી।
સારું લાગે તો જરુર શેયર કરજો 👏