વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

સ્ટેટસ સિમ્બોલ મે 6, 2017

Filed under: ગમ્મત-ગુલાલ — mysarjan @ 1:59 પી એમ(pm)
 સ્ટેટસ સિમ્બોલ

status symbol

   
 
સ્ટેટસ સિમ્બોલ દ્વારા સામેવાળાને ઇમ્પ્રેસ કરવા લોકો જાતજાતની ટેકનિક અજમાવતાં જોવા મળે છે. પૈસાદરોની વાત જવા દઈએ, ક્યારેક તો સાધારણ આર્થિક પરિસ્થિતિ વાળા લોકો પણ સ્ટેટસ સિમ્બોલની માયા છોડી શકતાં નથી.  હેમાએ એની બેબીને આ માટે સારી રીતે તૈયાર કરી હતી. 
 
એકવાર એના ઘરે મોંઘેરા મહેમાનો આવ્યા અને મમ્મી-બેબીનું નાટક શરૂ થયું.
-બેબી, મહેમાનો માટે નાસ્તો લાવજે.
-મમ્મી, ચંદ્રવિલાસના ફાફડા લાવું, હેવમોરની ટમટમ લાવું કે શેરબજારનું ચવાણું લાવું?
-બેબી, ડિસાઈડ યોરસેલ્ફ. હા, સાથે શરબત પણ લાવજે.
-મમ્મી, શરબત કયું લાવું? વૈભવનું રૂહ અબઝા લાવું, મૌસમનું કેસર-બદામ લાવું કે રસનાનું શાહી ગુલાબ લાવું?
-તને જે પસંદ હોય તે લાવ, બેબી. પછી મુખવાસ પણ લાવજે.
-મુખવાસમાં માણેક ચોકની મીઠી વરિયાળી લાવું, કાનપુરની કતરી સોપારી લાવું કે પાલનપુરની પાનચુરી વરિયાળી લાવું?
-ઓહો બેબી, ઘરમાં એટલું બધું પડ્યું  છે કે શું લાવવું અને શું ન લાવવું એવી વિમાસણ થાય છેનહીં વાંધો નહીં તું તારી મેળે તને જે ગમે તે લાવ.
એવામાં ટેલિફોનની રીંગ વાગે છેહેમા ફોન લે છે, થોડીવાર વાત કરે છે અને પછી બેબીને કહે છે:
-બેબીત્યાંથી તારો કોર્ડલેસ ફોન લેજેતારા પપ્પાનો ફોન છે.
-મમ્મીકયા પપ્પાનો ફોન છેસિંગાપોરવાળા, અમેરિકાવાળા કે પછી  લંડનવાળા પપ્પાનો?
Advertisements
 

વિચિત્ર મનુષ્ય ! એપ્રિલ 19, 2017

Filed under: ગમ્મત-ગુલાલ,Uncategorized — mysarjan @ 1:15 પી એમ(pm)
વિચિત્ર મનુષ્ય !
છેલ્લાં ત્રીસ વરસથી ઝવેરી બજારમાં ઈડરવાળા મહાશંકરમહારાજની હોટેલ ધમધોકાર ચાલતી હતી, છતાં એમણેજિંદગીમાં હિસાબનો ચોપડો રાખ્યો નહોતો.સાંજે જે ગલ્લો આવેએમાંથી બીજા દહાડે સવારે દાણાવાળા, શાકવાળા,દૂધવાળાનાહિસાબ ચૂકવી દેતા.
બાપાચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા દીકરા મનહરે દુકાનમાંદાખલ થતાં કહ્યું,” તે તમે કેવી રીતે ધંધો ચલાવો છો ?
ચોપડા વગર તમન્ર કેટલો નફો થયો એની કેવી રીતે ખબર પડે? ” ” જો બેટા, હું દેશમાંથી મુંબઈ માત્ર પહેરેલે ધોતિએ આવ્યોહતો, આજે તારો ભાઈ ડૉક્ટર છે. તારી બહેન વકીલાત કરે છે નેતું ચર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો….” ” પણ બાપા, એમાં…”
આજે આપણી પાસે મોટર છે. રહેવાનો આપણો ઓનરસિપનોફ્લેટ છે. બધી વહુઓને દાગીના છે ને હોટેલ છે.
બધાનો સરવાળો કર અને એમાંથી ધોતિયું બાદ કર.
જે આવે તે નફો ! “
મનુષ્ય … !
જ્યારે પૈસોન હોય ત્યારે ઘેર બેઠાં શાકભાજી ખાય;
જ્યારે પૈસો હોય, ત્યારે સરસ રેસ્ટોરેન્ટ્માં જઈને શાકભાજી ખાય.
જ્યારે પૈસો હોય, ત્યારે બાઈસિકલ ચલાવે;
જ્યારે પૈસો હોય, ત્યારે તેવી બાઈસિકલ જીમમાં જઈનેચલાવે.
જ્યારે પૈસો હોય, ત્યારે રોજી કમાવા પગે ચાલે;
જ્યારે પૈસો હોય, ત્યારે ચરબી બાળવા પગે ચાલે.
વિચિત્ર મનુષ્ય !
પોતાની જાતને છેતરવામાં ક્યારેય પાછો પડતો નથી !
જ્યારે પૈસો હોય, ત્યારે લગ્ન કરવા ઈચ્છે;
જ્યારે પૈસો હોય, ત્યારે છૂટાછેડા લેવા ઈચ્છે.
જ્યારે પૈસો હોય, ત્યારે પત્નીને સેક્રેટરી બનાવે;
જ્યારે પૈસો હોય, ત્યારે સેક્રેટરીને પત્ની બનાવે.
જ્યારે પૈસો હોય, ત્યારે પૈસાવાળાની જેમ વર્તે;
જ્યારે પૈસો હોય, ત્યારે ગરીબ હોવાનો દેખાવ કરે.
વિચિત્ર મનુષ્ય !
ક્યારેય સાદું સત્ય નહીં બોલે !
કહેશે કે શેરબજાર ખરાબ છે, પણ તોય સટ્ટો ચાલુ રાખે.
કહેશે કે પૈસો અનિષ્ટ છે, પણ ધનપ્રાપ્તિમાં રચ્યો રહે,
હેશે કે ઊચ્ચ પદવીમાં એક્લતા છે, પણ તેની અપેક્ષા છોડેનહીં.
કહેશે કે જુગાર અને દારુ ખરાબ છે, પણ તેમાં અટવાયલો રહે.
વિચિત્ર મનુષ્ય !
જે કહે તે માને નહીં અને જે માનતો હોય તે કહે નહીં..!!
 

નોટ ફેબ્રુવારી 20, 2017

Filed under: કાવ્ય,ગમ્મત-ગુલાલ,Uncategorized — mysarjan @ 6:04 પી એમ(pm)

*મુલાયમ નોટ હવે કાગળ થઈ ગઈ,*
*કોઈક ને તો દિવાળી કાળી  થઈ ગઈ..*

*જનતાને મજા પડી ને રાહત થઈ ગઈ,*
*ચાલીસ ની છાતી છપ્પન ની થઈ ગઈ..*

*જોર નો ઝટકો  ધીરે થી  લાગ્યો  ભાઇ,*
*મોટા મોટા ની ગણતરી ઉંધી થઈ ગઈ..*

*હજી  તો  છે દેશ મા ઝગમગ દિવાળી,*
*ત્યાં તો  બધી પાર્ટી ને હોળી થઈ  ગઈ..*

*હજી હમણા સુધી સીગારેટ પીતા  તા,*
*જોત જોતા મા સાદી  બીડી  થઈ ગઈ..*

*મરદ ના ઘા કાઇ મોળા હોય નહી કદી,*
*તલવાર મા થી નાની છુરી થઈ ગઈ..*

*કાળા ધોળા અને પાછા ધોળા  કાળા,*
*રમતા રમતા પાછી પાવલી થઈ ગઈ..*

*હવે દોડો તમે  આમથી  તેમ બજાર મા,*
*મોટર હતી  ઇ બળદ ગાડી થઈ  ગઇ..*

*મુછ મરડતા માંધાતાઓ ની વાત કરુ છુ,*
*આતો મરદમાથી બાઇ થઈ ગઈ…..*

 

આ છે 21 મી સદી ની વહુરાણી.…. એપ્રિલ 26, 2016

Filed under: ગમ્મત-ગુલાલ,Uncategorized — mysarjan @ 1:46 પી એમ(pm)

એક નવી પરણેલ કન્યા ને એના વર ના ઘરે પરંપરા પ્રમાણે આવકારવા માં આવી..
.
પરિવાર ના સભ્યો એ એને બે શબ્દ કહેવા માટે આમંત્રી..
એણે સ્પીચ આ પ્રમાણે આપી:

મારા પ્રિય પરિવારજનો, હું તમારો આભાર માનું છું, કે આપે મને કુટુંબ માં અને નવા ઘર માં આવકાર આપ્યો..

સૌથી પહેલા, મારી હાજરી થી કોઈ ને તકલીફ ના પડવી જોઈએ.. મારો કહેવા નો મતલબ એ, કે આપની રહેણી કરણી માં કોઈ જાત નો બદલાવ મારે લીધે નાં લઇ આવતા.. નિયમિત જિંદગી જેમ જીવતા હતા તેમજ રાખજો..

તું શું કહેવા માંગે છે, બેટા.. ઘર ના વડીલે પૂછ્યું..

હું કહેવા માંગું છું પપ્પા, કે..

જેઓ વાસણ ધોતા હતા, તેઓ એ એ ધોતાજ રહેવું..
જેઓ કપડા ધોતા, તેઓ એ ધોતાજ રહેવું..
જેઓ રસોઈ કરતા હતા, તેઓ એ મારે લીધે બંધ કરવાની જરૂર નથી..
જેઓ જાળુંપોતા કરતા, તેઓ એ ઘર ચોખ્ખું રાખવું જ..

રહી વાત મારી, તો હું અહીં ફક્ત તમારા દીકરા ને કાબુમાં રાખવાજ આવી છું..

આ છે 21 મી સદી ની વહુરાણી…… 😃😊😄😙😙😳

 

રુક્મિણી ચેટ્સ રાધા ફેબ્રુવારી 9, 2016

Filed under: ગમ્મત-ગુલાલ — mysarjan @ 5:38 પી એમ(pm)

રુક્મિણી ચેટ્સ રાધા      download (1)

રુક્મિણી :- “હાય રાધા! ઘણા સમયે ઓન લાઇન થઈ!”

રાધા :- “યા રુકુ! નેટ બંધ હતું. ગોકુળ તમારા દ્વારકાની જેમ વાઇફાઈ ફ્રી અને હાઇફાઈ નથી યાર!”

રુક્મિણી :- “બેલેન્સ તો છેને?”

રાધા :- “અમારું ભવોભવનું બેલેન્સ તો તારી પાસે છે રુકુ! યુ નો ઇટ! હવે અમને બેલેન્સ રિચાર્જ કોણ કરાવે?”

રુક્મિણી :- “કેન આઈ હેલ્પ યુ રાધા?”

રાધા :- “નો ઇટ્સ ઓકે રુકુ. ક્રિશ્ના ગયા પછી કોઈની પણ હેલ્પ વગર જીવવા ટેવાઈ ગ્યા છીએ. કાનો ઓ.કે. છે? અમને યાદ કરે છે?”

રુક્મિણી :- “એ તને ભૂલ્યો જ નથી રાધુ! યુ આર અ ટ્રુ લવર.”

“એક વાર તું કાનાને મળી જાને. તું કહે તો હું હેલિકોપ્ટર મોકલું?”

રાધા :- “થેંક્સ રુકુ, પણ એ શક્ય નથી. ક્રિશ્ન અમને છોડીને ગયો છે. આવવું હોય તો ઈ ગોકુલ આવે, અમે તો એની યાદમાં રાખ થઈને ઊડી જાશું?”

રુક્મિણી :- “પ્લીઝ રાધુ, પ્રેમમાં જીદ ન હોય.”

રાધા :- “સોરી રુક્મિણી, જીદ પ્રેમમાં જ હોય, સમાધાન તો લગ્નમાં હોય. બાય!

 

જમાઇ નો શ્ર્વસુર ને સંદેશ 😀 ડિસેમ્બર 23, 2015

Filed under: ગમ્મત-ગુલાલ — mysarjan @ 11:27 એ એમ (am)

જમાઇ નો શ્ર્વસુર ને    સંદેશ 😀

ના કરો સસરા જી, ‘દીકરી દીકરી,’ હવે એ પત્ની મારી છે..

જયારે પહેરતી હતી એ ફ્રોક  ત્યારે એ લાડલી તમારી હતી..
અત્યારે પહરે છે સાડી એ પ્રાણપ્યારી મારી છે..

જ્યારે  પીતી હતી બોટલ માં દૂધ ત્યારે એ ગગી તમારી હતી,
અત્યારે પીવે છે ચાહ કપ માં પગ પર પગ ચડાઈ ને એ મહારાણી મારી છે..

જયારે લખતી હતી એ એ.બી.સી.ડી એ ત્યારે લાડકી તમારી હતી,
અત્યારે રોજ વ્હોત્સ અપ પર મોકલે મને મેસેજ એ સ્વીટહાર્ટ મારી છે..

જ્યારે ખાતી હતી એ ચોકલેટ આઈસ્ક્રીમ ત્યારે નાજુક નમણી તમારી હતી,
અત્યારે તો ખાય છે એ પિઝ્ઝા પકોડી એ મસ્તીખોર નાર મારી છે..

જ્યારે જતી હતી એ સ્કુલ ત્યારે બેબી તમારી હતી,
અત્યારે તો ઓર્ડર પર ઓર્ડર કરે એ હોમ મિનિસ્ટર મારી છે..

જયારે માંગતી હતી એ તમારી જોડે પોકેટ મની ત્યારે દીકરી તમારી હતી,
અત્યારે મારે ખર્ચા કરવા એની મંજુરી જોઈએ એ એટીએમ આજ મારું છે..

ના કરો સસરા જી દીકરી દીકરી, હવે એ પત્ની મારી છે..
———
જરાક પવન થી ડોલવા લાગતી દિકરી ફુલની કળી જેવી તમારી હતી
હવે આખા ઝાડવાં મુળીયાં માંથી ઉખેડી નાખે એ વાવાઝોડું મારુ છે…😜😜😜

 

વાંચીને મૂછમાં મલકાઈ જશો ! નવેમ્બર 6, 2015

Filed under: કાવ્ય,ગમ્મત-ગુલાલ — mysarjan @ 2:17 પી એમ(pm)

 

વાંચીને મૂછમાં મલકાઈ જશો !

ડ્રેસ્સ માં તમે સારા લાગો છો
પંજાબી માં તમે પ્યારા લાગો છો
સાડી માં તમને કોઈ દી જોયા નથી
માટે તમે કુંવારા લાગો છો

જીવન માં જસ નથી
પ્રેમ માં રસ નથી
ધંધા માં કસ નથી
જવું છે સ્વર્ગ માં
પણ જવા માટે કોઈ બસ નથી !

દિલ ના દર્દ ને પીનારો શું જાણે
પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણે
છે કેટલી તકલીફ કબરમા
તે ઉપરથી ફૂલ મૂક્નારો શું જાણે

તું હસે છે જયારે જયારે
ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે
હૂં વિચારું છૂ બેઠો બેઠો
કે મારા શિવાય આ ખાડા માં કેટલા પડે છે ?

લોકો કહે છે કે હસ્યા તેના ઘર વસ્યા
પરંતુ એ કોણ જાણે છે કે
ઘર વસ્યા પછી કેટલા ફસ્યા !?

(2) બેસતા કરી દીઘા !

નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!…
‘સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!
ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,…….
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!
સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,……
‘ઇમેલ’ ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!
ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે આજે,….
‘સ્પેસ’ માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!
પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?….
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!
સમયનીમારામારીવઘીગઈછેઘેરઘેરઆજેતો,….
સંડાસમાં‘સેલ્યુલર’ પરવાતોકરતાપણકરીદીઘા!
લેક્સસને ‘ મરસીડીઝ ’ માં આમતો ફરો છો તમે ,…..
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી ,…..
ક્લેશો કુટુંબો વચ્ચેના ભય કેમ વઘારતા કરી દીઘા?
હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો ,…
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!
સ્મશાનવૈરાગ્યઆવવોશક્યનથી‘અમન’ હવે?….
‘ઇલેક્ટ્રિક’ ભઠ્ઠામાંમડદાંપણબાળતાકરીદીઘા!