વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

*મિત્રો ની દિલદારીને.*_ નવેમ્બર 18, 2016

Filed under: ગઝલ — mysarjan @ 5:47 પી એમ(pm)
960299_462528880500887_1143295062_n

આ *ગઝલ* સમર્પિત છે; તમારા જેવા _*મિત્રો ની દિલદારીને.*_

    ફળે  છે  ઇબાદત, ને  ખુદા મળે  છે
    *મિત્રોને   નિહાળીને, ઉર્જા  મળે  છે..।*

    નથી  જાતો  મંદિર, મસ્જિદ,  ચર્ચમાં
    *મિત્રોના  દિલોમાં  જ  દેવતા  મળે  છે..।*

    ખસું  છુ  હું  જયારે  સતત ખુદમાંથી
    *મિત્ર તારા  હૃદયમાં  જગ્યા  મળે  છે..।*

    સમય છે ઉકળતો ને જીવન સળગતું
    *મિત્રોની  હથેળીમાં,   શાતા  મળે  છે..।*

    ઈચ્છા  ને   તમન્ના  બધી   થાય  પૂરી
    *મને  ઊંઘમાં મિત્રના  સપના મળે  છે..।*

    ડૂબું છુ  આ સંસાર  સાગરમાં  જયારે
    *મિત્રતાના  મજબૂત  તરાપા  મળે   છે..।*

    દવાઓ  ને   સારવાર  નીવડે  નકામી
    *મિત્રોની  અસરદાર   દુઆ   મળે   છે..।*

    જીવન કે  મરણની  ગમે  તે  ઘડી  હો
    *સદનસીબે  મને મિત્રોના ખભ્ભા  મળે  છે..।*

Advertisements
 

હું શું કરું ? નવેમ્બર 17, 2011

Filed under: ગઝલ — mysarjan @ 1:44 પી એમ(pm)

યુવાની જાય છેક્યાં વૃદ્ધ બનતાં વાર લાગે છે !
જીવન જીવતા રહીને બુદ્ધ બનતાં વાર લાગે છે;
કશું પાસે  હો ઝાઝુંકશાની ખેવના  હો,
જીવનમાં એટલા સમૃદ્ધ બનતાં વાર લાગે છે.

*

– ગઝલ –

મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?

હું અલગ રહુંતું અલગ રહે વિશાળતાનું હું શું કરું ?
જવું એકમેકમાં ઓગળીહવે ભિન્નતાનું હું શું કરું ?

જે જહાજ પાર ઉતારશે  વજન વધુ  ખમી શકે,
કરી એકઠી જે મેં ઉમ્રભરહવે  મતાનુ હું શું કરું ?

છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના  પ્રવેશ હો,
હું બહાર ઊભો વિચારતોહવે ઉચ્ચતાનું હું શું કરું ?

હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું,
ભરી હાથ જે કરી દે અપંગ સહાયતાનું હું શું કરું ?

મારું શ્રેય શું ? મારું ધ્યેય શું ? છે તને ખબરછું હું બેખબર,
તું સજાગ છેતું સચેત છેતો સભાનતાનું હું શું કરું ?

તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે,
કે સમાનતાનો જ્યાં ભંગ હો ઉદારતાનું હું શું કરું ?

 

ગઝલનાં દરેક શેરમાં રદીફરૂપે પૂછાયેલો ‘હું શું કરું ?’
નો પ્રશ્ન દરેક વખતે ખૂબ  ધારદાર લાગે છે અને થોડીવાર આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે
જાણે કે બધા પ્રશ્નો આપણાં અંગત   હોય ! વાતેય સાચી છે
કોઈ એક માન્યતાને સત્યમાનીને આપણે જીન્દગીભર જીવ્યે રાખ્યું હોય અને
જ્યારે   માન્યતાને ખોટી ઠેરવતું સત્ય આપણી સમક્ષ આવીને ઊભું રહે,
ત્યારે આપણે નથી  સત્યને સહજતાથી સ્વીકારી શકતા કે નથી
 માન્યતાને સહજ રીતે છોડી શકતા… અને ત્યારે ભીતર સર્જાયછે,
આવી  ’હવે હું શું કરું’ ની કશ્મકશ

 

જાન્યુઆરી 8, 2011

Filed under: ગઝલ — mysarjan @ 12:19 પી એમ(pm)

તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે, કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થઈ ગઈ છે.

બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની બધાં સાધનોથી સભર થઈ ગઈ છે.

હરીફો ય મેદાન છોડી ગયા છે, નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા, ભ્રમર ડંખથી બેફિકર થઈ ગઈ છે.

પરિમલની સાથે ગળે હાથ નાખી, કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ, પુરાણા મલાજાથી પર થઈ ગઈ છે.

ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે વિધાતાથી કોઈ કસર થઈ ગઈ છે.

‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું કે આવી રહી છે મને મારી ઈર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને, ઘણી જન્નતોમાં સફર થઈ ગઈ છે.

– ગની દહીંવાલા

 

જૂન 18, 2010

Filed under: ગઝલ — mysarjan @ 11:39 એ એમ (am)
Tags:
એ તો ગયા, પણ એમના ચહેરા રહી ગયા
લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા.
નિસ્તબ્ધતા વિરહની હવામાં ભળી ગઇ
ચહેરાના ભાવ પર્ણની રેખા બની ગયા.
જે શબ્દ રહી ગયાતા ગાળા માં બરફ થઇ
વાતાવરણમાં ઓગળી પડઘા થઇ ગયા.
સંતાઇ ગઇ છે ઓરડામાં ક્ષણ વિદાયની
ઘરમાં સમયની વાંસના ફોડાં ઉગી ગયા.
કોઇ ગયું છે એ છતાં કોઇ નથી ગયું,
ખાલીપણાના ભારમાં પગ ઉપડી ગયા.
ગઝલ –જવાહર  બક્ષી.