વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

જિંદગી.. મે 6, 2017

Filed under: કાવ્ય — mysarjan @ 2:05 પી એમ(pm)
jindagi
ચાલને ફરી પાછા મળીએ,
થાક ઉતરી ગયો હોય તો
આ અલ્પિવરામ ને ખસેડીયે,
સફર હજુ લાંબી છે
પછી નહી પહોંચીએ,
લાગણી પર ચડેલી ધૂળને
આંસુઓ થી લૂછીએ,
ફરી એજ મસ્તી તોફાનના
હિંચકા પર ઝૂલીએ,
મનભેદને નેવૈ મૂકી
મનમેળને સ્વીકારીએ,
એકબીજાની ભૂલને
સ્નેહની હૂંફથી સૂધારીઐ,
વટે ચડેલી વાતને
વ્હાલથી વધાવીએ,
ચાલને ફરી પાછા મળીએ,
જિંદગી……..
Advertisements
 

❛ ચાલને એક નવી કોશિશ કરીએ

Filed under: કાવ્ય,સમજવા જેવું — mysarjan @ 1:49 પી એમ(pm)
try
❛ ચાલને એક નવી કોશિશ કરીએ કોઈના ‘વિશે’ બોલવા કરતાં કોઈની ‘સાથે’ બોલીએ ❜
❛  શબ્દો મારાં સાંભળી, વાહ વાહ તો સૌ કરે…..પણ મૌન મારું સાંભળે, કાશ એવું એક જણ મળે…. ❜
❛ હે ” સ્વાથઁ”  તારો ખૂબ  આભાર. ..
એક તુ જ છે  કે જેણે લોકોને  એકબીજા  સાથે જોડીને  રાખ્યા  છે…. ❜
❛ મતભેદ એક એવી ઉધઈ છે કે જે ધીમે ધીમે મન સુધી પહોચી લાગણીઓ ને કોતરી નાખે છે… ❜
❛ બદલો લેવા મા શું મજા આવે,મજા તો ત્યારે આવે જ્યારે તમે સામે વાળા ને બદલી નાખો…. ❜
❛ સંબંધ તો એવા જ સારા,જેમાં હક પણ ન હોય, અને, કોઈ શક પણ ન હોય … ❜
❛ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી
તેથી બધા કહે છે જમાનો ખરાબ છે … ❜
❛ઘણી મેં શોધ કરી શ્લોક ને સ્તુતી માં….
પણ ઇશ્વર આખરે મળ્યો સ્નેહ અને સહાનુભુતિમાં … ❜
❛આંસુ ત્યારે નથી આવતા જયારે તમે કોઈને ખોઈ બેસો છો.પણ આંસુ ત્યારે આવે છે,જયારે તમે ખુદ ને ખોઈ ને પણ બીજાને પામી નથી શકતા … ❜
❛ જ્યારે નાના હતા ત્યારે મોટી મોટી વાતોમા તણાઇ ગયા અને ……..જયારે મોટા થયા ત્યાં તો નાની નાની વાતોમાં વિખેરાઇ ગયા… ❜
❛જો “નિભાવવાની” ચાહ બંને તરફ હોય તો દુનિયાનો કોઈ “સંબંધ” ક્યારેય તૂટતો નથી…. ❜
❛ ડર એ નથી કે…..!
કોઈ રિસાઈ ને ચાલ્યુ જાય છે….!
ડર તો એનો છે કે…..!
લોકો હસ્તાં હસ્તાં….
બોલવાનું બંધ કરી નાંખે છે…….. ❜
❛ તમારા ચહેરા પરનું સ્મિત એ  કુદરતે તમને આપેલી બક્ષિસ છે.પણ એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો
તો એ તમે કુદરતને આપેલી Return Gift છે… ❜
❛ દોડી ગયા છે જે એમને શું ખબર કે…
સાથે ચાલવાની મજા કેવી હોય છે…. ❜
❛પાંચ પગથીયા પ્રેમના,
૧,જોવુ…
૨,ગમવું…
૩,ચાહવુ…
૪,પામવુ… આ ચાર સહેલા પગથીયા છે, સૌથી અઘરુ પગથીયુ છે પાંચમું
૫, નીભાવવુ….. ❜
❛ ખૂબ સહેલું છે કોક ને ગમી જવું,
અઘરૂ તો છે, સતત ગમતા રેહવું….. ❜
❛ આકાશમાં ઉડતા એક ફુગા ઉપર બહુ સરસ લખ્યું હતું કે, જે બહાર છે તે નહી પણ જે અંદર છે તે માણસને ઉપર લઇ જાય છે … ❜
❛ જીવન નો જુગાર જલસા થી રમો. . સાહેબ, કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે (મોત) અને એક દિવસ Show જરૂર કરશે….. ❜
 

જિંદગી

Filed under: કાવ્ય — mysarjan @ 1:46 પી એમ(pm)
life
ખુદની સાથે  મળવાનું બાકી રહી ગયું,
ભીતર તરફ વળવાનું બાકી રહી ગયું !
ટીકા કરતો રહ્યો હું હંમેશા અન્યની,
અને ખુદને પરખવાનું બાકી રહી ગયું !
દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યો સદા,
નિકટના સાથે ભળવાનું બાકી રહી ગયું!
કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા,
અને , ઈશ્વરને ઓળખાવાનું બાકી રહી ગયું!
ગણ્યા કર્યા પેલા  મુઠ્ઠીભર સિક્કા વ્યર્થ,
અને પેલું સુખ ગણવાનું બાકી રહી ગયું !
બે થોથા ભણી લીધા ને હુંશિયાર થઇ ગયો,
પણ,  જ્ઞાન સમજવાનું   બાકી રહી ગયું  !
ઝપાટાભેર વહી રહી આ જિંદગી
અને સાલું, આ જીવવાનું તો બાકી રહી ગયું ! 🍁
 

અતિતની અટારીએથી

Filed under: કાવ્ય,Uncategorized — mysarjan @ 1:29 પી એમ(pm)
💞 *_અતિતની અટારીએથી અને એ પણ વળી અજંપા સાથે જ સ્તો !!_* 💔
દાદીમા બનાવતા હતા રોટલી,
પહેલી ગાયની અને કૂતરાની છેલ્લી !
રોજ સવારે એક વાછરડું ઘરના આંગણે આવતું,
ગોળનું ઢેફું ખાવા માટે !
કબુતરોને  ચણ,
           કીડીઓને લોટ !
શનિવારે હનુમાનને સરસવનું તેલ,
અમાસ, પૂનમે બ્રાહ્મણને સીધું, ફળીયાની કાળી કુતરી વિયાય ત્યારે ગોળ-ચણાનો પ્રસાદ અને કાળીને રાબ, ઓઢવા માટે કોથળો !!
બધું જ એજ ઘરમાંથી  અપાતું હતું જે ઘરમાં ભોગવિલાસના નામ પર સાચે જ કહી શકાય એવો રેડિયો કે ટેબલ પંખો પણ નો’તો !!
આજ..
સામાનથી હકડેઠઠ્ઠ ભરેલા ઘરમાં કંઇ જ નીકળતું નથી, સિવાય લડવાનો કર્કશ અવાજ અને ગાળાગાળીનો અસ્ખલિત પ્રવાહ !
મને આજે પણ યાદ છે..
મકાનો કાચા હતા પણ સંબંધો સાવ સાચા હતા…
દિવાલો જર્જરિત હતી પણ લાગણીઓ અવિરત હતી !
ખાટલામાં સાથે બેસતા હતા અને એકબીજાના દિલમાં પ્રેમથી રહેતા હતા !
સોફા અને ડબલ બૅડ શું આવી ગયો,
અંતર એકબીજા વચ્ચે વધારી ગયો !
ઘરના માથે સૂતા’તા અને વાતો અલકમલકની કરતા’તા !
ઘરના આંગણે ઝાડ હતા,
સૌના સુખ-દુ:ખ ભેળા હતા !
દરવાજા ઘરના ખુલ્લા રહેતા’તા,
રસ્તે જનારા પણ આવી બેસતા’તા !
કાગડા છત પર બોલતા’તા,
મહેમાન પણ આવતા જાતા,તા !
એક સાયકલ જ ખાલી પાસે હતી ,
તોય આખા ગામની જાણે એ જાગિરી હતી !
સંબંધો સૌ સાચવતા હતા,
રિસાતા હતા અને મનાવતા પણ હતા !
પૈસાનું ભલે છેક હતું,
પણ તેનું દુ:ખ ના એક હતું !
મકાન ભલે કાચા હતા પણ સંબધો સાવ સાચા હતા !
હવે જાણે કે બધું મેળવી લીધું છે પણ લાગે છે કે ઘણું બધું ગૂમાવી દીધું છે !!!
 

– ગુજરાત દિન-

Filed under: કાવ્ય — mysarjan @ 1:16 પી એમ(pm)
આજે ૧ મે – ગુજરાત દિન-
તે અવસરે એક રચના : મેહુલ ભટ્ટ
—-<<<<<>>>>>>——-
ઉત્તરે અંબામાત છે
દક્ષીણે ગીરા પ્રપાત છે
એજ મારું ગુજરાત છે ..
ઉત્તરે અરવલ્લી પહાડ છે
પશ્ચિમે સમુદ્ર અફાટ છે
એજ મારું ગુજરાત છે …
અહીજ શબરી નું ધામ છે
અને અહીજ દેવ સોમનાથ છે
એજ મારું ગુજરાત છે ..
કાંઠે બેઠો રણછોડરાય છે
મધ્યમાં માં કાળી નો વાસ છે
એજ મારું ગુજરાત છે
જમા મસ્જીદમાં અજાન છે
અને પાલિતાણાનું ધામ છે
એજ મારું ગુજરાત છે …
ઉદ્યોગોનો ધમધમાટ છે
ગરબે ઘુમતો થનગનાટ છે
એજ મારું ગુજરાત છે …
છપ્પનભોગ સમો થાળ છે
દાઢે વળગે તેવો સ્વાદ છે
એજ મારું ગુજરાત  છે….
લોહીમાં વહેતો વેપાર છે
બાપા જલારામ શો ભાવ છે
એજ મારું ગુજરાત  છે….
આકાશે પતંગની ઉડાન છે
વિકાસ ગુજરાતની શાન છે
એજ મારું ગુજરાત  છે….
બરડોલીએ પ્રગટેલા સરદાર છે
પોરબંદરમાં ગાંધીનું ધામ છે
એજ મારું ગુજરાત  છે….😘 👏 👏
 

*…A lovely poem from Gulzar… એપ્રિલ 19, 2017

Filed under: કાવ્ય,Uncategorized — mysarjan @ 1:10 પી એમ(pm)
*…A lovely poem from Gulzar…*
कुछ हँस के
     बोल दिया करो,
कुछ हँस के
      टाल दिया करो,
यूँ तो बहुत
    परेशानियां है
तुमको भी
     मुझको भी,
मगर कुछ फैंसले
     वक्त पे डाल दिया करो,
न जाने कल कोई
    हंसाने वाला मिले न मिले..
इसलिये आज ही
      हसरत निकाल लिया करो !!
 समझौता
      करना सीखिए..
क्योंकि थोड़ा सा
      झुक जाना
 किसी रिश्ते को
         हमेशा के लिए
तोड़ देने से
           बहुत बेहतर है ।।।
किसी के साथ
     हँसते-हँसते
 उतने ही हक से
      रूठना भी आना चाहिए !
अपनो की आँख का
     पानी धीरे से
पोंछना आना चाहिए !
      रिश्तेदारी और
 दोस्ती में
    कैसा मान अपमान ?
बस अपनों के
     दिल मे रहना
आना चाहिए…!
                            – गुलज़ार😊
 

મા

Filed under: કાવ્ય,Uncategorized — mysarjan @ 12:26 પી એમ(pm)
જિંદગી રસોડામાં જેની અડધી વહી ગઈ,
ખબર નહી મા ક્યારે ઘરડી થઈ ગઈ.
બધાનું ભાણું સાચવવા મા કેવી પડી ગઈ,
ખબર નહી મા ક્યારે એકલી થઈ ગઈ.
બાળકો ને ઉછેરવા મા એવી પડી ગઈ,
ખબર નહી ક્યારે એના ચહેરામાં કરચલી થઈ ગઈ.
વ્યવહાર ને સાચવવામાં એવી વ્યસ્ત થઈ ગઈ,
ખબર નહી ક્યારે સફેદ એના વાળ ની લટ થઈ ગઈ.
આજ એના સ્થાને આવી ઊભી હું રહી ગઈ,
ખબર નહી ત્યારે “મા” ની સાચી કિંમત  થઈ ગઈ.