વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

સ્ટેટસ સિમ્બોલ મે 6, 2017

Filed under: ગમ્મત-ગુલાલ — mysarjan @ 1:59 પી એમ(pm)
 સ્ટેટસ સિમ્બોલ

status symbol

   
 
સ્ટેટસ સિમ્બોલ દ્વારા સામેવાળાને ઇમ્પ્રેસ કરવા લોકો જાતજાતની ટેકનિક અજમાવતાં જોવા મળે છે. પૈસાદરોની વાત જવા દઈએ, ક્યારેક તો સાધારણ આર્થિક પરિસ્થિતિ વાળા લોકો પણ સ્ટેટસ સિમ્બોલની માયા છોડી શકતાં નથી.  હેમાએ એની બેબીને આ માટે સારી રીતે તૈયાર કરી હતી. 
 
એકવાર એના ઘરે મોંઘેરા મહેમાનો આવ્યા અને મમ્મી-બેબીનું નાટક શરૂ થયું.
-બેબી, મહેમાનો માટે નાસ્તો લાવજે.
-મમ્મી, ચંદ્રવિલાસના ફાફડા લાવું, હેવમોરની ટમટમ લાવું કે શેરબજારનું ચવાણું લાવું?
-બેબી, ડિસાઈડ યોરસેલ્ફ. હા, સાથે શરબત પણ લાવજે.
-મમ્મી, શરબત કયું લાવું? વૈભવનું રૂહ અબઝા લાવું, મૌસમનું કેસર-બદામ લાવું કે રસનાનું શાહી ગુલાબ લાવું?
-તને જે પસંદ હોય તે લાવ, બેબી. પછી મુખવાસ પણ લાવજે.
-મુખવાસમાં માણેક ચોકની મીઠી વરિયાળી લાવું, કાનપુરની કતરી સોપારી લાવું કે પાલનપુરની પાનચુરી વરિયાળી લાવું?
-ઓહો બેબી, ઘરમાં એટલું બધું પડ્યું  છે કે શું લાવવું અને શું ન લાવવું એવી વિમાસણ થાય છેનહીં વાંધો નહીં તું તારી મેળે તને જે ગમે તે લાવ.
એવામાં ટેલિફોનની રીંગ વાગે છેહેમા ફોન લે છે, થોડીવાર વાત કરે છે અને પછી બેબીને કહે છે:
-બેબીત્યાંથી તારો કોર્ડલેસ ફોન લેજેતારા પપ્પાનો ફોન છે.
-મમ્મીકયા પપ્પાનો ફોન છેસિંગાપોરવાળા, અમેરિકાવાળા કે પછી  લંડનવાળા પપ્પાનો?
Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s