વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

🙏 *જીવન નીકળતું જાય છે*.🙏 ફેબ્રુવારી 20, 2017

Filed under: કાવ્ય,Uncategorized — mysarjan @ 6:00 પી એમ(pm)

🙏 *જીવન નીકળતું જાય છે*.🙏

આંખ ખોલીને આળસ મરડવામાં..
પુજા-પાઠ ને નાહવા-ધોવામાં..
દિવસભરની ચિંતા કરવામાં..
ચા ઠંઙી થઈ જાય છે..
    *…..જીવન નીકળતું જાય છે.*

ઓફિસની ઉલ્ઝનોમાં…
પેન્ડીંગ પડેલ કામોમાં….
તારાં મારાંની હોડમાં…
રૂપીયા કમાવવાની દોડમાં…
સાચું-ખોટું કરવામાં…
ટીફીન ભરેલ રહી જાય છે…
*…..જીવન નીકળતું જાય છે.*

મેળવ્યું એ ભૂલી જઈ..
ન મળ્યું એની બળતરા થાય છે…
હાય-હોયની બળતરામાં
સંધ્યા થઈ જાય છે…
ઉગેલો સૂરજપણ અસ્ત થઈ જાય છે.
   *….. જીવન નીકળતું જાય છે.*

તારા-ચંદ્ર ખુલ્લા આકાશમાં…
ઠંડો પવન લહેરાય છે તો પણ..
દિલમાં કોઈનાં કયાં ઠંડક થાય છે..?
અધુરાં સપનાઓ સાથે
આંખ બંધ થાય છે….
*…..જીવન નીકળતું જાય છે.*

*ચાલો સૌ દિલથી જીવી લઈએ*
*…..જીવન નીકળતું જાય છે.*

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s