વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

દિકરીનો પત્ર એપ્રિલ 25, 2016

Filed under: કાવ્ય — mysarjan @ 1:42 પી એમ(pm)

waiting_for_your_letter_by_sugarcream-d35ic5e.jpg

ડોલરીયા દેશ માં રહેતી દિકરી દેશ માં રહેતા માતા પિતા ને મળવા બોલાવે છે. . પિતા ને મુંઝવણ થાય છે કે શું લઇ જવું. . ત્યારે દિકરી પત્ર લખે છે…
વિદેશ વસતા બાળકો (તમામ લોકો ) ને યાદ કરી આંખ નો ખુણો ભીનો કરવા ની મોસમ જેવું સુંદર કાવ્ય …

  કુંવરબાઇનું મામેરું

દીકરી ના આવ્યા હોંશીલા તેડા..

યુ.એસ.જાવાના કંઇ કર્યા કોડ..

મનમાં ઉગી મીઠી એક મૂંઝવણ,

લઇ શું જાવું દીકરી માટે?

નથી ત્યાં ક્શી યે ખોટ. સાયબી છલકે દોમદોમ……

ત્યાં કુંવરબાઇ ના મામેરા સમ .

લિસ્ટ આવ્યું લાંબુલચક…..!!.

અહીં ઝળહળતા પ્રકાશ ના ધોધ માં,

આંખ્યુ જાય અંજાય…

માટી ના કોડિયા ની મીઠી રોશની લાવજો,

ને વળી તુલસીકયારાની મઘમઘતી મંજરી..

હ્લ્લો ને હાય માં અટવાતી રહી,

જેશ્રીક્રુશ્ણ ના નાદ બે-ચાર લાવજો.

લાવજો છાબ ભરી કોયલના ટહુકા,

ને ઉષા ના પાલવમાંથી ઉગતા-

સૂરજ નો રાતોચોળ રંગ……..

ગોકુળ ની ગલીઓનો ગુલાલ અને,

‘રજ વનરાવનની લાવજો…

ખોવાઇ ગયેલ જાત ને જોઇ શકું,

આયનો એવો એક લાવજો..

ગુણાકાર-ભાગાકાર કરી કરી,

ગણિત થઇ ગયું હવે પાકું,

ડોલરિયા આ દેશમાં…

વહાલના સિક્કા બે-ચાર વીણી લાવજો.

‘કેમ છો બેટા’?કોઇ ન પૂછતું ભીના કંઠે,

આંસુ લૂછવાને ટીસ્યુ નહી,પાલવ તારો લાવજો.

સગવડિયા આ પ્રદેશ માં ..

લાવજો હાશકારી નવરાશ,

ને છાંટજૉ કુટુંબમેળા ના કંકુછાંટણા………..

મસમોટા આ મારા મકાન ને..

ઘર બનાવવાની રીતો જરુર લાવજો,

ઉપરથી તો છઇએ લીલાછમ્મ..

પણ મૂળિયાં તો એની માટી ને તરસે…..

પરફયુમ –ડીઓ નહીં.

ભીની માટી ની ભીનાશ ભરી લાવજો

થોડું લખ્યું ,જાજું કરી વાંચજો,

વેલાવેલા આવી હેતના હલકારા આલજો..-

Click here to Reply or Forward
8.07 GB (53%) of 15 GB used
Last account activity: 3 minutes ago

Details

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s