વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

રુક્મિણી ચેટ્સ રાધા ફેબ્રુવારી 9, 2016

Filed under: ગમ્મત-ગુલાલ — mysarjan @ 5:38 પી એમ(pm)

રુક્મિણી ચેટ્સ રાધા      download (1)

રુક્મિણી :- “હાય રાધા! ઘણા સમયે ઓન લાઇન થઈ!”

રાધા :- “યા રુકુ! નેટ બંધ હતું. ગોકુળ તમારા દ્વારકાની જેમ વાઇફાઈ ફ્રી અને હાઇફાઈ નથી યાર!”

રુક્મિણી :- “બેલેન્સ તો છેને?”

રાધા :- “અમારું ભવોભવનું બેલેન્સ તો તારી પાસે છે રુકુ! યુ નો ઇટ! હવે અમને બેલેન્સ રિચાર્જ કોણ કરાવે?”

રુક્મિણી :- “કેન આઈ હેલ્પ યુ રાધા?”

રાધા :- “નો ઇટ્સ ઓકે રુકુ. ક્રિશ્ના ગયા પછી કોઈની પણ હેલ્પ વગર જીવવા ટેવાઈ ગ્યા છીએ. કાનો ઓ.કે. છે? અમને યાદ કરે છે?”

રુક્મિણી :- “એ તને ભૂલ્યો જ નથી રાધુ! યુ આર અ ટ્રુ લવર.”

“એક વાર તું કાનાને મળી જાને. તું કહે તો હું હેલિકોપ્ટર મોકલું?”

રાધા :- “થેંક્સ રુકુ, પણ એ શક્ય નથી. ક્રિશ્ન અમને છોડીને ગયો છે. આવવું હોય તો ઈ ગોકુલ આવે, અમે તો એની યાદમાં રાખ થઈને ઊડી જાશું?”

રુક્મિણી :- “પ્લીઝ રાધુ, પ્રેમમાં જીદ ન હોય.”

રાધા :- “સોરી રુક્મિણી, જીદ પ્રેમમાં જ હોય, સમાધાન તો લગ્નમાં હોય. બાય!

 

1 Responses to “રુક્મિણી ચેટ્સ રાધા”


Leave a reply to મૌલિક રામી "વિચાર" જવાબ રદ કરો