વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

શું તમે એકલતા અનુભવો છો? (સતરંગી) ફેબ્રુવારી 9, 2016

Filed under: સમજવા જેવું,Uncategorized — mysarjan @ 12:32 પી એમ(pm)
   શું તમે એકલતા અનુભવો છો? (સતરંગી)

સતરંગી
એક સમય હતો કે એકલતા શું કહેવાય એ માટે લાંબો તર્કબદ્ધ સેમિનાર થતો, પણ આજે આ એકલતા હવે બહુ સામાન્ય શબ્દ બની ગયો છે. લોનલીનેસ એટલે કે એકલતાને પહેલાં ક્યાંય નોંધવામાં આવતી નહીં પણ હવે આ એકલતાને મહત્ત્વનો મુદ્દો પણ માનવામાં આવે છે. મોડર્ન સાયન્સ કહે છે કે એકલતા અનુભવતા લોકો સૌથી વધુ બીમાર પડે છે અને એકલતા અનુભવતા લોકો જ સૌથી વધુ દુઃખી થાય છે. મોડર્ન સાયન્સના આધારે થયેલા સર્વેમાં પણ આ જ વાત બહાર આવી છે. તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં એવું જાણવા પણ મળ્યું છે કે આજે એકલતા અનુભવતા મોટાભાગના લોકો મેરિડ છે. જૂના અને અગાઉ થયેલા સર્વે કરતાં આ સર્વેના આંકડાઓ આંખમાં આશ્ચર્યનું આંજણ આંજનારા છે. પહેલાં કહેવામાં આવતું કે અનમેરિડ એટલે કે કુંવારા રહી ગયેલા લોકોને એકલતાનો અનુભવ થતો રહેતો હોય છે પણ આજના આ મોડર્ન ટાઇમમાં એ જ વ્યાખ્યા બદલાય ગઈ છે. અમેરિકન એજન્સી સાથે કરવામાં આવેલા આ સર્વેમાં બહાર આવ્યું છે કે દેશના સાંઇઠ ટકા મેરિડ લોકો એકલતા વચ્ચે ભીંસાય છે અને એ એકલતાને કારણે જ આજે અલગ અલગ બીમારીનો ભોગ બન્યા છે.
એકલતાને કારણે બીમારી આવે છે એ વાતને પણ સર્વેમાં બહુ નોંધનીય રીતે દર્શાવવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે અમુક બીમારીઓને કે અમુક પ્રકારની ડેફિસિએન્સીને ભગાડવી હોય તો પહેલાં એકલતાને ભગાડો.
એકલતા આપે બીમારી
આ આર્િટકલને ક્યાંય હેલ્થના આર્િટકલ સાથે નિસબત નથી પણ હકીકત એ પણ છે કે એકલતાની વાત કરતી વખતે આ આર્િટકલ આપોઆપ હેલ્થની પણ વાત કહી જાય છે. મોડર્ન સાયન્સનું કહેવું છે કે એકલતા વચ્ચે જો વ્યક્તિ છ મહિનાથી પણ વધુ સમય પસાર કરે તો તેને સ્કીન ડિસીઝથી લઈને ડેન્ડ્રફ, વાળ ખરવા, આંખોની બીમારી કે પછી શરદી-ખાંસી જેવા વાઇરલ ઇન્ફેક્શનની અસર પહેલાં દેખાવા માંડે છે. એકલતા પર દુનિયામાં સૌથી વધુ સર્વે કરનારા અમેરિકન ડોક્ટર સ્ટીવ જોનું કહેવું છે કે, “એકલતાની સીધી અસર માણસના શરીર પર પડે છે અને ઇમ્યુનિટી પાવર એટલે કે રોગપ્રતિકારકશક્તિ તેમજ પાચનશક્તિ અને નર્વસ બ્રેકડાઉન એટલે કે માનસિક સંતૂલન પર એની અસર દેખાવાની શરૂ થાય છે. જ્યારે પણ માણસ એકલો પડી ગયાનો અનુભવ કરે છે ત્યારે એનો સ્વભાવ સૌથી પહેલો પરખાઈ જાય છે. વ્યક્તિ ચિડિયો થવાનો શરૂ થઈ જાય છે અને દરેકની નાની નાની વાતમાં અકળાવાનું શરૂ કરી દે છે.”
એકલતા વિશે જગતભરમાં અત્યાર સુધીમાં એકહજારથી વધુ સર્વે થયા છે, જેમાંથી લગભગ ચાલીસ સર્વે છેલ્લાં પાંચ વર્ષમાં થયાં છે. આ પાંચ વર્ષના સર્વેમાં સૌથી ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે મેરેજલાઇફને કારણે પણ બહુ મોટી એકલતા લોકોમાં જોવા મળવી શરૂ થઈ છે. પતિ-પત્ની વચ્ચે સંવાદિતા ન સધાતાં કે બંને વચ્ચે એક મુદ્દા પર આવીને ઊભા રહેવાનું સંતુલન નહીં હોવાને કરાણે બંને પક્ષ જોડાયેલા હોવા છતાં પણ બંને એકબીજાને એકલતા વચ્ચે અનુભવે છે. જો નવું પરણેલું કપલ હોય તો એની અસર બાળકો પર કે આવનારા સંતાનો પર પણ પડે છે. માનવામાં નહીં આવે પણ એક હકીકત એ પણ છે કે,સંબંધોમાં જોવા મળતી આ પ્રકારની એકલતાને કારણે ર્ફિટલિટી પર પણ અસર પડે છે. આજે જગતભરમાં ચાર ટકા લોકો એવા છે કે મેરેજ લાઇફની શરૂઆતના સમયની એકલતાને કારણે ક્યારેય મા-બાપ બની નથી શક્યાં.
એકલતાની સરખામણી
મોડર્ન સાયન્સનું કહેવું છે કે એકલતાની ગંભીરતા વિશે ક્યારેય અગાઉની જનરેશન સ્વીકારવાની તૈયારી દર્શાવશે નહીં, કારણ કે એમણે એ ક્યારેય ભોગવી જ નથી. આ અગાઉની જનરેશન એટલે કે ૧૯૫૫થી ૧૯૬૫ વચ્ચે જેન્મેલી જનરેશન. એમને મન તો આ એક મનનો ઉદ્વેગ માત્ર છે અને એ કલ્પનાથી જ જન્મે છે, પણ એવું નથી. એકલતા મનમાં પેદા થતાં કેટલાક ટોક્સિનને કારણે જન્મતી હોય છે, જે ટોક્સિન જન્મ થતાંની સાથે જ કેટલાક એવા માનસિક તરંગો શરીરમાં પસાર કરે છે, જે આખા શરીર પર ધીમે ધીમે કાબૂ મેળવવાનું શરૂ કરે છે.
આજનું સાયન્સ છે એ એકલતાને સિગારેટ સ્મોકિંગ સાથ સરખાવવા માટે તૈયાર છે. મોડર્ન સાયન્સનું કહેવું છે કે સિગારેટ પીવાની લત જેટલું નુકસાન શરીરને કરી શકે છે એટલું જ નુકસાન એકલતા શરીરને કરી શકે છે અને કરતી રહે છે. આજ કારણે એમનું કહેવું છે કે એકલતામાંથી બને એટલું જલદી બહાર આવવા માટે જે કોઈ રસ્તાઓ સૂચવવામાં આવ્યા છે, એમાંથી એક એવો રસ્તો પણ સૂચવ્યો છે, જેનાથી જોજનો દૂર રહેવાની સલાહ આપે છે – ટીવી ચેનલોની રોતલ કે કજિયાઓ દર્શાવતી ડેઇલી શોપથી દૂર રહેવું. એક સરખી લાગણીઓ દેખાડતી એ ડેઇલી શોપ મનમાં જન્મી રહેલી કે જન્મી ચૂકેલી એકલતાને વધારે સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે.
એકલતાને આવજો
આમ જોવા જઈએ તો બહુ સામાન્ય કહેવાય એવી લોનલીનેસની બીમારીને દૂરથી જ બાય બાય-ટાટા કહેવા માટે રસ્તાઓ બહુ સામાન્ય પણ એકદમ અસરકારક દર્શાવવામાં આવ્યા છે. એકલતા જો વિકરાળ ન બનવા દેવી હોય અને એ વિકરાળ બને એ પછી સાયકાટ્રિસ્ટ પાસે ન જવું હોય તો એને દૂર કરવાના કેટલાક ઘરગથ્થુ ઇલાજો પણ મોડર્ન સાયન્સ આપે છે. એકલતાને દૂર કરવા માટે એ બધું જ કરવું જોઈએ, જેમાં શારીરિક શ્રમ પડે. સાયન્સ કહે છે કે વધારે પડતાં શારીરિક શ્રમ વચ્ચે એક જ દિશામાં ચાલતી વિચારધારા અટકી જતી હોય છે, જેને કારણે મનમાં એકલા પડી ગયાની ફીલ આવવી બંધ થઈ જાય છે અને શરીરને પડેલા કષ્ટ પર ધ્યાન ખેંચાય જતું હોય છે. આ માટે વોકિંગ, જોગિંગથી લઈને જીમમાં જઈને એક્સરસાઇઝ કરવાનું પણ સજેસ્ટ કરવામાં આવ્યું છે, તો પ્રેમમાં પોતાનું હૃદય મૂકીને આવી ગયેલા યંગર્સ્ટ્સને પણ એ જ પ્રકારનું સૂચન કરવામાં આવ્યું છે કે આ પ્રકારની એક્ટિવિટી કે આઉટડોર સ્પોર્ટ્સની એક્ટિવિટી સૌથી વધારે સારું રિઝલ્ટ આપી શકે છે.
એકલતાને દૂર કરવા માટે શાંત બેસીને કરવામાં આવતી એક્ટિવિટીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે તો સાથોસાથ એવી પણ સલાહ આપવામાં આવી છે કે એકલતા અનુભવતી વ્યક્તિ ક્યારેય મ્યુઝિક કરતાં કરતાં ડ્રાઇવિંગ ન કરવું જોઈએ. બહુ હાસ્યાસ્પદ લાગે એવી આ સલાહ વચ્ચે આંકડાઓનું કહેવું છે કે એકલતાનો ભોગ બનેલા સોમાંથી સત્તર લોકોએ મ્યુઝિક સાથે ડ્રાઇવિંગ કરતાં એક્સિડન્ટ કર્યો છે અને એ સત્તર એક્સિડન્ટમાંથી ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે.
આંકડાઓની આ હકીકતના પેટાળમાં જવાનો પ્રયાસ કરવાની જરૂર નથી. કારણ કે કહેવાતું રહ્યું છે કે, અનુભવે શીખવા કરતાં અનુભવી પાસેથી સાંભળેલી વાતનો અમલ કરવામાં કંઈ ખોટું નથી.

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s