વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

દસ અજોડ શિખામણ નવેમ્બર 6, 2015

Filed under: સમજવા જેવું — mysarjan @ 1:57 પી એમ(pm)

th (1)શિખામણ તો કઈને ના ગમે, પરંતુ આજે આ દસ અજોડ શિખામણ સાંભળવી જ પડશે

શિખામણ તો કઈને ના ગમે, પરંતુ આજે આ દસ અજોડ શિખામણ સાંભળવી જ પડશે
મારી દાદીને ટેવ હતી કે સવારે ઉઠે ત્યારથી શિખામણ આપવા માંડે. મારા પિતા મજાકમાં કહેતા કે ‘મને સવારે દહીં, રોટલા ને માખણનું શિરામણ આપ. શિખામણ પછી આપજે. શિખામણ કોઈને ગમતી નથી. માનવીને તેણે કરેલા સારા કૃત્યોનાં વખાણ સાંભળવા ગમે છે. આપણે બે વર્ષના બાળક હોઈએ અને વડીલ આપણને અમુક કામ માટે ‘શાબાશ’ કહે ત્યારે શેર લોહી ચઢે છે. પણ આજે મારે તમને જગતની 10 અજોડ શિખામણો જે અમેરિકાના બાલ્ટીમોર શહેરના દેવળમાં 1652ની સાલમાં કોતરેલી છે તે સંભળાવવી જ પડશે.

ચાલો, ઝાઝી પંચાત કરવા કરતાં આ દસ અજોડ શિખામણ શું છે તે જોઈએ:-
શિખામણ નં (1) આસપાસ જ્યારે ચારેકોર લોકો હડીયાપાટી કરતા હોય અને ઉતાવળે કામ પતાવતા હોય અને રઘવાટમાં કામ કરવા કરતા ઘોંઘાટ વધુ કરતા હોય ત્યારે તું યાદ રાખજે કે તારે આ બધામાંથી શાંતિથી પસાર થવાનુ છે. અને ત્યારે તને અનુભવ થશે કે શાંતિ રાખવાથી કેટલો ફાયદો થાય છે.
(2) હા, તમારે દરેક વ્યક્તિ સાથે સારપ રાખવાની છે. પણ તે સારપ તમારા સ્વમાન કે સ્વાભિમાનને ભોગે નહીં. તારું સ્વત્વ તો જાળવવાનું જ છે. સ્વત્વ ગુમાવીને અપમાનજનક-સારપ રાખવાની જરૂર નથી. ગળી ગયેલું અપમાન નુકશાન કરે છે. તમારું આત્મબળ ઓછું કરે છે. એટલે કોઈ પણ ભોગે સ્વમાન જાળવવું.
(3) જ્યારે આપણે નાના હતા ત્યારે વડીલો સાથે બોલતા તો અચકાતા અચકાતા બોલતા. એકાદ પૈસાની જરૂર હોય તો પણ સ્પષ્ટ બોલતા નહીં. ત્યારે પણ મહાન શિખામણ છે કે તમારે બોલતી વખતે કાઠિયાવાડી ભાષામાં ગળચવા ન ગળવા. જે કહેવું તે સ્પષ્ટ કહેવું. અગર તો સોય ઝાટકીને કહેવું સાચું હોય તે કહી દેવું. અને સાચી વાત કહો ત્યારે વધુ પડતા ઉગ્ર બનીને નહીં પણ શાંતિથી-સ્પષ્ટતાથી કહી નાખવી. સાથે સાથે સામો માણસ જે કહેવા માગતો હોય તે ભલે તમને ગમે તેટલો ડલ કે ‘અજ્ઞાન’ લાગતો હોય પણ તેની વાત ધ્યાનથી સાંભળવી.
(4) બની શકે ત્યાં સુધી ઝઘડાળુ અને દરેક વાતમાં દલીલો કરનારા અને અગ્રેસીવ લોકોને દુર રાખો. આ લોકો હંમેશાં કોઈને કોઈ વાતમાથી ટંટોફસાદ લાવશે. અંગ્રેજીમાં તેને વેકસેશીયસ કહે છે એટલે કે તંગ કરનારો હોય છે. કલેશ જગાવનારા હોય છે અને તેની હાજરીમાં તમે બેચેન બનો છો. તેનાથી દૂર રહો વળી તમારી જાતને બીજા સાથે સરખાવો નહીં, એમ કરવાથી તમારામાં કડવાશ આવશે કે દંભ આવશે.
(5) ખાસ તો આ પાંચમી શખામણ અતિ કિંમતી છે કે તમે જીવનમાં જે મર્યાદીત કે મોટી સિદ્ધિ મેળવી હોય તેને એન્જોય કરો. તમારા પ્લાન સફળ થયા હોય તેનો આનંદ માણો. ફરી ફરી કહું છું કે તમે તમારી પોતાની જ કારકિર્દીમાં રસ લો. તમારી જાતને ઊંચી લાવવામા તમામ શક્તિ ખર્ચો.

(6) તમારા રોજીંદા જીવન વ્યવહારમાં હંમેશાં ધીરજથી કામ લો. આ દુનિયા અનેક ટ્રીક્સથી લસ્સ છે. તમને ક્યાંકને ક્યાંક ફસામણ થશે. પણ તેનાથી નિરાશ ન થાઓ. તમારી જેમ જ બીજાઓ પણ ઉંચે આવવા કોશિશ કરેજ છે. આખી જીંદગીમાં ઠેર ઠેર ‘હીરો’ થવા સૌ કોશિશ કરે છે. તમારે તમારી રીતે આગળ વધવાનું છે.
(7) તમારું સત્વ જરૂર જાળવો- બી યોર સેલ્ફ. ખાસ કરી કોઈની સાથે બનાવટવાળો સંબંધ કે પ્રેમ ન રાખો. સાથે સાથે એ પણ ધ્યાન રાખો કે તમારે બેધારી તલવાર પર ચાલવાનુ છે. છતાં કોઈ તમને પ્રેમ કરતું હોય તેના પ્રેમ ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખો. ઈશ્વરને સાક્ષી રાખો.
(8) તમારા યૌવનના ઉકળાટમાં તમે કેટલીક વખત શિખામણ સાંભળી નહીં હોય પણ પછી અમુક સમયે-‘સમય વર્તે સાવધાન’એ એ કહેવત પ્રમાણે સમય વર્તીને અમુક વાત ગળી જવી પડે તો ગળી જજો. એ સાથે સાથે તમારા સારા સમય દરમિયાન અદભુત શક્તિ કેળવો જે શક્તિ તમને માઠા સમયમાં ઢાલની જેમ કામ લાગે. પણ માઠા સમયે નિરાશ થશો નહીં. હરગીઝ કોઈ ખોટા કે અંધકારમય ભાવિની કલ્પના કદી જ કરશો નહીં.
(9) નવમી શિખામણ છે કે તમે ચુસ્ત શિસ્ત પાળો છો તેમાં તમારી જાત પ્રત્યે તો સુંવાળા થાઓ. તેને વધુ પડતી કસો નહીં. કારણ કે તમારી જાત જેવો કોઈ વફાદાર તમારો ભેરૂ નથી. યાદ રાખો કે આ અવનિમાં આ યુનિવર્સમાં જેમ વૃક્ષો, પ્રાણીઓ, તારાઓને ચમકવાનો હક્ક છે તેમ તમને પણ આ અવનિમાં ચળકવાનો હક્ક છે.

(10) અને છેલ્લે આ ભેદી છતાં સાદી વાત સમજીલો આ જગત કે દુનિયા રહસ્યોથી ભરેલી છે. તે જલદી નહીં ધીરે ધીરે તેના રહસ્યો ખોલશે. પણ તે માટે તમારે ધીરજ રાખવી પડશે. કદી જ ભગવાનને દોષ દેશો નહીં. ભગવાન સાથે શાંતિમા રહો! જ્યારે પણ જીવનમાં કંઈ કન્ફયુઝન આવે-મારગ ન સુઝે ત્યારે તમારા આત્માને શાંત રાખો. કોઈ ગુરુએ આપેલો મંત્ર બોલો. -હું પોતે આવે ટાણે મારા ગુરુ રાજશ્રી મુનિએ આપેલા મંત્ર રટુ છું. તેનાથી મન શાંત થાય છે.

અને અને છેલ્લે આ જગતમાં સંઘર્ષ છે. તૂટેલા સપનાઓ છે. અધુરી અબળખા છે પણ છતાંય આ દુનિયા સુંદર છે. આ સુંદર દુનિયામાં સુંદર રીતે જીવવા એકદમ ચીઅરફુલ થઈને આંનદીત થઈને જીવો: હેપ્પી રહો. સુખને શાંતિ માટે સતત કોશિશ કરતાં જીવો. અસ્તુ.

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s