વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

ખાતાપીતા ગુજ્જુઓ: વી ધ સ્વીટપીપલ! ઓક્ટોબર 24, 2015

Filed under: ગમ્મત-ગુલાલ — mysarjan @ 6:12 પી એમ(pm)

th (2)

ગુજરાતીઓ ખાણીપીણીના શોખીનનથી, પણ એને ‘આધીન’ છે! તેઓપૈસાનેય ખોરાકની જેમ ‘પચાવી’શકે છે

મિજાજ મસ્તી – સંજય છેલ

એક ગુજ્જુ ગૃહિણીએ રાજકોટમાં મમ્મીને ફોન જોડ્યો, ‘મમ્મી… બહુફસાઈ ગઈ છું. ઉનાળામાં મારે અથાણાં બનાવવાના છે, પરમ દિવસેપંદર મહેમાનો જમવા આવવાના છે. છોકરાઓનું વેકેશન ચાલે છેએટલે નાસ્તા ર૪ કલાક બનાવવા પડે છે! મરી જઈશ રસોડામાં!’

મમ્મીએ તરત કહ્યું, ‘ચિંતા ના કર, હું હમણાં જ રાજકોટથી કારમાંઅમદાવાદ જઉં છું ત્યાંથી મુંબઈની ફ્લાઈટ પકડીને રાત્રે જ મુંબઈપહોંચું છું. હું બધું ફટાફટ કરી નાખીશ. ઓકે? અચ્છા, મને પહેલાં એ કહેકે પીયૂષકુમાર માટે રાજકોટથી પેંડા લેતી આવું?’

ગૃહિણી ચોંકી, ‘પીયૂષ? મારા વરનું નામ તો મયંક છે! આ કયો નંબરછે?’

સામેથી પેલી સ્ત્રીએ કહ્યું, ‘સોરી, તમે રોંગ નંબર લગાડ્યો લાગે છે.’

એટલે ગુજ્જુ ગૃહિણી બોલી, ‘હાય હાય, એટલે તમે હેલ્પ કરવા નહીંઆવો? રસોઈ મારે એકલીએ જ બનાવવી પડશે?’

રસોડું, જમણવાર, ડિનર, ગુજરાતી ખાણીપીણી, એક સદાબહાર ટોપિકછે, કારણ કે આપણી આખી અસ્મિતા અથાણામય છે, મહાજાતિમસાલામય છે. ગુજરાતીઓ માટે પૃથ્વીનું કેન્દ્ર ‘પેટ’ છે. આપણી છઈંદ્રિયોની સ્વામિની સ્વાદેન્દ્રિય ‘જીભ’ જ છે! એક ગુજરાતી ટૂરિસ્ટનેપરદેશમાં જઈને સોક્રેટિસ કે પ્લેટોની ધરતી પર શું-શું જોવા મળશેએના કરતાં ત્યાં શું ખાવા મળશે એની વધુ ચિંતા હોય છે. મને તો સોટકા ખાતરી છે કે જો કોલંબસ કાઠિયાવાડી હોત અને અમેરિકા શોધવાનીકળ્યો હોત તો પોતાની સાથે ચોક્કસ ચાનો મસાલો નાની ડબ્બીમાંભરીને લઈ ગયો હોત અને બે-ત્રણ મહિના ચાલે એટલાં થેપલાં-અથાણાંતો બાંધ્યાં જ હોત!

તમે માર્ક કર્યું હશે કે ગુજરાતી દુકાનોની બહાર ‘અહીં ખાટાં ભરેલામરચાં તૈયાર મળશે.’ જેવી લાંબી ઓર્ગેનિક જાહેરાતોનાં પાટિયાંલટકતાં હોય છે. અરે, આપણા ભજનમાંયે નરસિંહ મહેતા ભગવાનનેજગાડવા ‘જાગને જાદવા’ ગાતાં ગાતાં ‘ઘી તણાં ઢેબરાં, દહીં તણાંદહીંથરા’ અચૂક ઓફર કરે છે. મીરાંબાઈ હોય કે પ્રેમાનંદ, સમસ્તજગતના સ્વામીને ઘેર બોલાવી લોજિંગ-બોર્ડિંગ સાથે કંસાર કે ખીર જેવુંમિષ્ટ ભોજન તો જમાડે જ! અરે, જમ્યા પછી ભૂકો કરીને જીરું નાખેલીછાશ પીને જે ‘હાશ’ એક ગુજરાતીને થાય છે! આહાહા જાણે મોક્ષ મળીગયો. ‘હાશ’ શબ્દનો પર્યાય બીજી કોઈ ભાષામાં જોવા મળતો નથી.જેમ બોક્સિગંમાં ત્રણ રાઉન્ડ હોય છે એમ પ્રેમમાં જો ત્રણ રાઉન્ડ હોયતો એક ગુજ્જુ સ્ત્રી, ગુજ્જુ પુરુષને ‘સરસ જમાડી’ને પહેલા જ રાઉન્ડમાંનોકઆઉટ કરી શકે છે. બિનગુજરાતી લોકો ગુજ્જુઓને ‘ગરબા’ અને‘ગાંઠિયા’ની પ્રજા કહે છે એ સાવ અમસ્તું નથી. ગુજરાતમાં ‘રાસડો’નીજેમ ‘ટેસડો’ શબ્દ છે, જે ‘ટેસ્ટ’ પરથી અવતરી આવ્યો હશે એમ મને તોલાગે છે. ચવાણું હોય કે ભૂસું કે મુખવાસ કે સેવમમરા… પણ ર૪ કલાકકંઈ ને કંઈ ચાવતા રહેવું કે મંચિંગ કરતા રહેવું એમાં આપણો અસ્તિત્વબોધ છે!

ભારતભરના બીજા લોકો એ વાતથી હેરત થાય છે કે આપણી દરેકવાનગીમાં મીઠાશ કેમ હોય છે. દાળ પણ મીઠી, શાક પણ મીઠાં! અરેત્યાં સુધી કે હનીમૂનની રાત પણ કેવી મસ્ત હતી એ કહેવા માટે પણગુજ્જુ સ્ત્રી ‘મીઠા લાગ્યા રે મને રાતનાં ઉજાગરાં’ ગાય છે! આપણનેસુહાગરાતના શૃંગારિક ઉજાગરા પણ ફક્ત ‘મીઠાં’ જ લાગી શકે છે?તીખા તમતમતા કે રસીલા, નશીલા કેમ નહીં લાગતા હોય? અરે ત્યાંસુધી કે મહાત્મા ગાંધીએ પણ બ.ક. ઠાકોરની એક પ્રેમ-કવિતા નીચેરિમાર્ક રાખેલી ‘બહુ મીઠું લાગ્યું!’ આ તો સારું છે કે આપણાગુજરાતીઓનાં આંસુ હજી ખારાં જ રહ્યાં છે, આપણાં આંસુ મીઠાં નથીબની ગયાં, બાકી આપણું કહેવાય નહીં! ગુજ્જુ બાળવાર્તાઓમાં જ્યારેબકરીના બચ્ચાને વાઘ ખાવા આવે છે ત્યારે પણ કેવી સ્વાદભરીખલનાયકી કરે છે: ‘ગોળ કેરી ભીંતલડી ને શેરડી કેરા સાંઠા, બચ્ચાંબારણાં ઉઘાડો’ આપણા હીરો કે વિલન, ગળચટ્ટા અને શ્યુગરી શ્યુગરીજ હોય! ગુજરાતીમાં એક સસ્પેન્સ નાટક આવેલું જેનું ટાઈટલ હતું:‘મોત મલકે મીઠું મીઠું’ બોલો આપણા મોતમાં પણ મીઠાશ? આપણનેગુજ્જુઓને છાપાં-મેગેઝિન-નાટક-સાહિત્યમાં ક્યાંય પણ ગંભીર વાત કેજીવનની કડવી સચ્ચાઈઓ ઝટ નથી ભાવતી કે નથી પચતી. આપણીસુખી જનતાને બધું સ્વીટ સ્વીટ જ જોઈએ. કદાચ એટલે જ આપણેડહાપણના ડાયાબિટીસથી પીડાઈએ છીએ!

આપણી લગ્નવિષયક જાહેરખબરોમાં પણ મુરતિયા માટે ‘ખાધે પીધેસુખી’ જેવા શબ્દો દેખાય છે. એવરેજ ગુજરાતીને લાલ રસમાં તરતાંલીલાં ગુંદાના અથાણામાં બ્રહ્માંડ-દર્શન જડે છે અને છુંદાની ચાસણીમાં‘રસ-સમાધિ’ દેખાય છે. ગુજરાતી છોકરો, છોકરીને પટાવવા ‘તું ગર્રરમમસાલેદાર ખાટીમીઠી વાનગી, ઓરી આવે તો તને વાત કહું ખાનગી’જેવાં અલ્લડ ગીતો ગાય છે જેમાં સેક્સ પણ સ્વાદ દ્વારા જ છલકે છે!ગુજ્જુ નવલકથાઓમાં ગુજ્જુ પાત્રો ડાઈનિંગ ટેબલના સીનમાં વારંવાર‘જમવાને ન્યાય’ આપે છે. આપણા લોકપ્રિય લેખક ચંદ્રકાંત બક્ષીનીવાર્તાઓમાં પણ ‘કરારી રોટી’, ‘ચોકલેટની છારી’, ‘ઊકળતા શાક’નીલજ્જતદાર ખુશ્બૂ ઠેરઠેર જોવા મળે છે. વર્ષો પહેલાં બક્ષીની નોવેલનેજ્યારે સર્ક્યુલેટિંગ લાઈબ્રેરીમાં લીધી તો એમાં એક નટખટ વાચકેપહેલા જ પાના પર નોંધ લખેલી: ‘નોવેલનો પ્લોટ તો ઠીક છે પણ એમાં૩૭ જગ્યાએ ખાવાની આઈટમ આવે છે, એટલે મજા આવશે!’

‘ગુજરાતી સાહિત્યમાં ખાણીપીણી’ એ વિષય પર હવે પીએચ.ડી.કરવાનો સમય પાકી ગયો છે! ગુજરાતી કવિતામાંય શરાબ, શબાબ છે,પણ આપણા સાહિત્યમાં કબાબ નથી. આપણી વાર્તાઓમાં ભરવદારશરીરવાળી વનિતાનાં વરણ હોય છે પણ વાઈન ભાગ્યે જ જોવાં મળે છે.કારણ કે આપણે ત્યાં માત્ર વેજિટેરિયન વૃત્તિના લોકો છે. (પણ જોકે એમિથ છે. હકીકતમાં પ૦ ટકાથી વધુ ગુજરાતી ઘરે કે બહાર નોનવેજખાય જ છે. અને એથી વિપરીત ભારતમાં સૌથી વધુ વેજિટેરિયનહરિયાણામાં છે!) આપણી કહેવતોમાંય ‘ઘી ઢોળાયું ખીચડીમાં’ જેવીખાવાની જ વાતો છલકે છે. સુસંસ્કૃત નાગરોમાં ખીચડીને ‘સુખ પાવની’અને સેવમમરાને ‘પ્રમોદિની’ જેવા કોઈક અલંકારિક શબ્દોથી નવાજાયછે (ગુજ્જુઓ ખાણીપીણીના શોખીન નથી પણ ‘આધીન’ છે!)ગુજરાતીઓ પૈસાનેય ખોરાકની જેમ ‘પચાવી’ શકે છે… ગુજ્જુઓએમની વાતમાં ‘મોણ’ નાખે છે અથવા તો અમુક વાર ‘મગનું નામ મરીનથી પાડતાં!’ મુંબઈની હોટેલ ઈન્ડસ્ટ્રીને ચલાવવાની જવાબદારીએકલે હાથે ગુજરાતીઓએ ઉપાડી છે. એક ખૂની પાસે મર્ડરનોમાસ્ટરપ્લાન હોય એમ એક શોખીન ગુજરાતી પાસે વીકએન્ડમાં કઈકઈ હોટેલમાં જઈને શું શું ખાવું એની પૂરી માહિતી હોય છે જેને એ લોકો‘સાંજનો પોગરામ’ કહે છે! અને પછી શનિ-રવિ, મનભાવન આઈટેમોખાઈને સોમવારે એની વાતો મમળાવવી આપણી સુખની વ્યાખ્યા છે.જમીને ‘જલસો’ પડી ગયો એમ કહેવામાં આપણા આનંદનો ક્લાઈમેક્સઆવી જાય છે.

સ્વીટ્ઝરલેન્ડની રમણીય વાદીઓમાં

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s