વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

સહિષ્ણુતા અને ક્ષમા|…… ઓગસ્ટ 23, 2015

Filed under: Uncategorized — mysarjan @ 12:21 પી એમ(pm)
ક્ષમાના પરસ્પરના ગુણ થકી જ આ જગત ટકી રહ્યું છે
ક્ષમાના પરસ્પરના ગુણ થકી જ આ જગત ટકી રહ્યું છે
– સહિષ્ણુતા અને ક્ષમા| તમે જ્યારે પણ કોઈને માફ કરો છો તેની અસર જગતવ્યાપી બને છે. આ નાનકડો ગુણ ચેપી છે
અમેરિકન પૂર્વ પ્રમુખ જ્હોન કેનેડીએ અમેરિકન યુનિ.ના વિદ્યાર્થીઓને કહેલું કે, ‘આપણે મતમતાંતર ભૂલવા જોઈએ તે ખરું પણ આજે વિશ્વને તમારી સહિષ્ણુતાની જરૂર છે. તમે જ્યારે અહીં તમારા ઘરને સહિષ્ણુ બનાવશો તો તેની અસર વિશ્વવ્યાપી બને છે તે સમજવું જોઈએ’. આજે બીજા ગુણો કરતાં બે સુપ્રીમ ગુણો અનિવાર્ય બનશે તે ટોલેરન્સ અને ફોરગીવનનેસ છે. હેલન કેલર નામની અંધ વિદુષીએ કહેલું કે, શિક્ષણ જે આધ્યાત્મિક પણ હોવું જોઈએ તેનું ઊંચામાં ઊંચું પરીણામ સહિષ્ણુતા અને ક્ષમા છે. ભારતના આશ્રમોમાં ઋષિઓ તેના બાળકોને સહિષ્ણુતા અને ક્ષમાનાં ગુણો શીખવતા.
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ નામની ઉદાત્ત ધ્યેયવાળી સંસ્થા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ફોરગીવનનેસ- ક્ષમાના ગુણને અમલમાં મુકતી હતી. સંત એલબર્ટ હુબાર્ડે તો ફરગીવનનેસના ગુણો અંગે કહેલું કે, ‘યુ નો! ધ ગ્રેટેસ્ટ બેનીફીટ ઓફ ફોરગીવનનેસ ઈઝ ડીવાઈન’. જે જે ક્ષમાવાન હોય છે તેની દેવતાઓ પણ ઈર્ષ્યા કરે છે! તમારે કંઈ નહીં તો રાજા બનવું છે? તો માફ કરતાં શીખો! જે માફ કરે છે તે મનનો મહારાજા છે. જો પ્રેમમાં સૌથી મોટી અપેક્ષા હોય તો તે પ્રેમી તમારી ભૂલને માફ કરે તે છે. તમને યાદ હશે કે, 1995ને રાષ્ટ્રસંઘે ‘યર ફોર ટોલરન્સ’ જાહેર કરેલું.
 
આજે મારા તમારા ઘરથી માંડીને દેશ સુધી સહિષ્ણુતાની જરૂર છે. તમે જોશો કે ફોરગીવનનેસ અગર ક્ષમાના ગુણને તમામ ધર્મમાં પ્રાધાન્ય મળ્યું છે. જ્યારે પણ તમે કોઈને માફ કરો છો તેની અસર જગતવ્યાપી બને છે. આ નાનકડો ગુણ ચેપી છે. એક જણ ક્ષમા કરે તો બીજાને માન થાય છે. મોટા ભાગના વિશ્વના ધર્મોમાં ફોરગીવનનેસનું મહત્ત્વ પાટે બેઠું છે. બુદ્ધ ધર્મમાં ક્ષમાને ઉંચેરૂં સ્થાન છે પણ ઈસ્લામમાં તો કુરાનમાં પણ ક્ષમાના ગુણને પ્રાધાન્ય અપાયું છે. કુરાનના આ વાક્યનું વીકીપીડીયાએ અંગ્રેજીમાં ભાષાંતર ર્ક્યું છે: ‘અલ્લાહ ફોરગીવ્ઝ વ્હોટ ઈઝ પાસ્ટ ફોર રીપીટેશન-અલ્લાહ વીલ એકઝેકટ ફ્રોમ હીમ ધ પેનલ્ટી’.
માત્ર અલાહ જ આ ઊંચો ગુણ કેળવવાનું કહે છે, કારણ કે તે મુઆફ કરે છે. કુરાનના ઘણા સૂત્રો છે જેમાં અવારનવાર ક્ષમા- ફોરગીવનનેસની વાત આવે છે. માફ કરનારો અલ્લાહને ખૂબ જ પ્યારો છે. બુદ્ધ ધર્મમાં તો એટલી હદે કહ્યું છે કે, જ્યારે તમે માફ કરતા નથી ત્યારે તમારું મન દુષિત થાય છે અને તમારા વિચારોને ખરાબ કરે છે. તમે એક જાતનાં માનસિક રોગી બનો છો. તમારામાં જ્યારે ક્ષમાના ગુણ આવતા નથી ત્યારે તેનો ચેપ ચારે તરફ લાગે છે. તેવી જ રીતે ક્ષમાનો પણ પોઝિટિવ ચેપ લાગે છે.
ફરીથી કુરાનની વાત ઉખેળીએ તો તો કુરાનની ભલામણ છે કે, ‘જ્યારે જ્યારે શક્ય હોય ત્યારે ઈસ્લામ સિવાયના ધર્મને માનનારને માફ કરવા જરૂરી છે – અનિવાર્ય છે. એક બીલીવરે બીજા બીલીવરને ખૂબ પ્રેમપૂર્વક સહન કરી લેવો જોઈએ. જે ધર્મને બદનામ કરે તે પણ ક્ષમાને પાત્ર નથી. કુરાન કહે છે કે, જે ફેઈથને રીજેકટ કરે છે તેને તો અલ્લાહ પણ માફ નહીં કરે. અને જૈન ધર્મમાં? અરે જૈન ધર્મ તો જાણે મિચ્છામી દુક્કડમ નામના મંત્રનું મહાન સૂત્ર છે. અમે નાના હતા ત્યારે દેરાસરની ભીંત ઉપર ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ના સૂત્રો વાંચતા. જૈન ધર્મમાં ક્ષમાપના શબ્દ છે. અરે! જૈન ધર્મમાં તો પશુ, પંખી અને વનસ્પતિની પણ માફી મગાય છે.
નાના નાના જીવજંતુની માફી મંગાય છે. ‘મિચ્છામી દુક્કડમ’ એ પ્રાકૃત ભાષાનો શબ્દ છે- તેનો અંગ્રેજીમાં અર્થ – ‘મે ઓલ ધ ઈવીલ ધેટ હેઝ બીન ડન બી ફ્રુટલેસ’. જે કાંઈ દુષ્ટ કર્મ થયું હોય તેનું કોઈ પરિણામ નથી. પર્યુષણના છેલ્લા દિવસે જૈનો હવે મિકેનીકલી મિચ્છામી દુક્કડમ બોલે છે. તેનો અર્થ સમજીને નિષ્ઠાથી બોલવું જોઈએ. ‘મિચ્છામી દુક્કડમ’નો વિશાળ અર્થ છે- હું સૃષ્ટિના તમામ જીવોને માફ કરું છું અને તે બધા મને માફ કરે. ભગવાન મહાવીર તો જૈનોના ક્ષમા કરનારા સુપ્રીમ દેવતા છે. જૈન સૂત્રોમાં પ્રાયશ્ચિતને મોટું સ્થાન છે. જેવો કોઈ જૈન ક્ષમા માગે છે તેવો તે સુખને માર્ગે ગમન કરે છે. જૈન સાધુઓ પણ અવાર નવાર મિચ્છામિ દુક્કડમ ઉચ્ચારે છે, કારણ કે કલ્પ સૂત્રના કહેવા પ્રમાણે સાધુ અને સાધ્વીઓમાં પણ કંકાસ થાય કે મતભેદ થાય ત્યારે જે યુવાન સાધુ હોય તેણે વડા સાધુ કે સાધ્વીની સામે માફ કરવાની ભિક્ષા માગવી જોઈએ.તમે ત્યારે જ શાંત બનો છો જ્યારે ક્ષમાવાન બનો છો.
હવે ક્ષમાનું સહિષ્ણુતાનું હિન્દુ ધર્મમા શું સ્થાન છે તે જોઈએ. વેદીક સાહિત્યમાં અને હિન્દુ ધર્મકથાઓમાં ક્ષમા ઉપર તો ખૂબ લખાયું છે અને ક્ષમા સાથે કૃપા શબ્દ જોડાયો છે. કૃપા એટલે ટેન્ડરનેસ. બીજા પ્રત્યે સુંવાળા થાઓ, દયાળુ થાઓ અને કરુણા રાખો. રૂગ્વેદમાં વરુણને અર્પિત કરીને મોટા મોટા કાવ્યો લખાયા છે. હિન્દુ ધર્મમાં જે છ ધર્મો છે તેમાં ફોરગીવનેસને અનેરું સ્થાન છે. સ્પષ્ટ લખ્યું છે કે, જે માણસ માફ કરતો નથી તે સતત પોતાના માથા ઉપર તેણે કોઈનું ખોટું ર્ક્યું હોય કે બુરું ર્ક્યું હોય તેના સ્મરણનો બોજ લઈને ઘૂમે છે. તેનામાં સતત નકારાત્મક, વિધ્વંસાત્મક અને હિંસાત્મક લાગણીને પોષણ મળે છે. તે સતત ગુસ્સામાં રહે છે. જે ક્ષમા કરે છે તેને લક્ષ્મી વરે છે. ક્ષમાવાન ઉપર લક્ષ્મીની કૃપા થાય છે. તેના ધનદોલત વધે છે. સીતાએ ક્ષમાનો ઉત્તમ દાખલો રામાયણમાં બતાવ્યો છે. રાવણ જ્યારે સીતાનું લંકામાં અપહરણ કરે છે ત્યારે જેણે જેણે સીતાને પીડા આપી હોય તેને માફ ર્ક્યા છે. વળી હિન્દુ ધર્મમાં ક્ષમા એટલે સમજુતી કરી લેવી તેવો અર્થ નથી. ક્ષમા એટલે માયાળુ અને દયાળુ થવું.
મહુવામાં એક વૈદ્યે તેના દવાખાનામાં એક સૂત્ર લખીને રાખેલું. માફ કરીને માંડીવાળો. મહાભારતમાં લખ્યું છે કે ક્ષમા એક જાતનો સદગુણ છે. ક્ષમા કરો છો ત્યારે તમે કશોક ભોગ આપો છો- સેક્રીફાઈસ આપો છો. જ્યારે તમે દિલથી, હૃદયથી અને આત્મિય રીતે ક્ષમા કરો છો ત્યારે પવિત્ર બનો છો. મહાભારતમાં વન પર્વમાં એક શ્લોકમાં લખ્યુ છે: ‘ફરગીવનનેસ ઈઝ ધેટ ધ યુનિવર્સ ઈઝ હેલ્ડ ટુગેધર’. ક્ષમાના પરસ્પરના ગુણ થકી જ આ જગત ટકી રહ્યું છે નહીંતર સૌનો વિનાશ થાય. જનકે પરમકૃપાળુ પરમાત્માની પ્રાર્થના કરતાં પુછેલું કે, હે દેવ! માનવી ક્યારે ડાહ્યો થયો ગણાય? તેનામાં ક્યારે મુક્તિ આવે? ત્યારે જવાબ મળ્યો કે, જ્યારે તમે કોઈને માફ કરો ત્યારે ડહાપણના ભંડાર બનો છો.
Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s