વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

ઝાંઝવા ના જળ માર્ચ 21, 2012

Filed under: કાવ્ય — mysarjan @ 1:17 પી એમ(pm)

ક્યારેક અનુભવો માંથી અંમૃત શોધીએ છીએ,

ક્યારેક એ અમૃત વલોવી જહર શોધીએ છીએ,

કદી મનમાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ’

ને અહંમના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ,

ઉજાગરા સદીઓથી સદી ગયાં છે અમને તોયે ,

કદી દીવો લઈ પેલી નીંદર ને શૉધીએ છીએ,

વાતો કડવી કરી કરી ને સ્વજનોને દુભાવ્યાં છે,

હવે એમનાં દિલમાં મીઠાશ શોધીએ છીએ.

કદી ન આપ્યો આદર, જેને ન હુંફ આપી છે,

એની પાસે થી હવે સમભાવ શોધી એ છીએ.

સમજતો કેમ નથી જિવડાં ,વાવ્યું નથી જે,

એ લણવા માટે શી તરાપ શોધીએ છીએ?

સમંદર ને સરોવરને ચાલ્યા ઠોકરે  ઠેલી,

હવે  મૃગજળ માં કાં જળ શોધીએ છીએ?

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s