વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

સંબંધ નવેમ્બર 17, 2011

Filed under: સમજવા જેવું — mysarjan @ 3:02 પી એમ(pm)

એક જ કામ સંબંધમાં કીધું, લીધું એથી બમણું દીધું.

 શૈલ પાલનપુરી

સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી.સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી.

આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ.

સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે. 
દરેક સંબંધો જુદા જુદા હોય છે.

કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે.

દરેક સંબંધોની એક સીમા હોય છે. 
દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે. 
આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય છે.

આ વર્તનમાં જ આપણાં સંસ્કારો અને સંસ્કòતિ છતાં થાય છે.

તમે તમારા લોકો સાથે કેવી રીતે રહો છો તેના પરથી જ
તમારા સારા-નરસા કે લાયક-નાલાયકની છાપ ખડી થતી હોય છે. આ છાપ જ પછી માણસની ઓળખ બની જાય છે.

સંબંધો માણસની જરૂરિયાત છે.

સંબંધો બંધાતા રહે છે.સંબંધો તૂટતા પણ રહે છે. સંબંધો દૂર પણ જતા રહે છે. સંબંધો સરળ નથી.

સંબંધો જાળવવામાં આવડત અને કુનેહની
જરૂર પડે છે.

કેટલા સંબંધો કાયમી ટકે છે ?

સંબંધો કેવા રહે છે તે બે વ્યકિત ઉપર નિર્ભર કરે છે.

સાથોસાથ એ વાત પણ સનાતન સત્ય
છે કે એક વ્યકિતના સંબંધ બીજી વ્યકિત પર સીધી અસર કરે છે.સંબંધોની સાર્થકતા એ આજની સૌથી મોટી જરૂરિયાત છે.

માણસ સંબંધો ગુમાવતો જાય છે. માણસ એકલો પડતો જાય છે.

ખુશીમાં સાથે હસે અને ઉદાસીમાં પીઠ પસવારે તેવા લોકો ઘટતા જાય છે.

મારું કોણ ? એવા પ્રશ્નોના જવાબ મેળવવા જયારે વિચાર કરવો પડે,

ત્યારે સમજાતું હોય છે કે કેટલું બધું ખૂટે છે.

ખટપટ, કાવાદાવા અને ટાંટિયાખેંચ એ આજના સમયનું સૌથી મોટું દૂષણ છે.

દોષનો ટોપલો ઢોળવા માણસ માથાં શોધતો ફરે છે અને પછી કોઈનો ભરોસો કરવા જેવો નથી તેવા નિસાસા નાખીએ છીએ. 
સંબંધો બહુ નાજુક છે.

સંબંધો પારા જેવા છે,ખબર ન પડે તેમ સરકી જાય છે અને વેરાઈ પણ જાય છે.

છતાં માણસનું ગૌરવ એમાં જ છતું થાય છે કે એ સંબંધોના અપ-ડાઉન વખતે કેવું વર્તન કરે છે.

તમે કેવી રીતે મળો છો તેના કરતાં પણ કેવી રીતે છૂટા પડો છો તેના પરથી જ તમારા સંબંધોના ગૌરવ અને ગરિમાની સાબિતી મળે છે.

સંબંધોમાં હળવાશ હોવી જૉઈએ. સંબંધો આરપાર જોઈ શકાય તેવા હોવા જૉઈએ.

ડબલ સ્ટાન્ડર્ડ કે ડબલ પર્સનાલિટીમાં જીવતો માણસ પોતાને જ છેતરતો હોય છે.

સંબંધોને નેવે મૂકીને કયારેય સુખ મળી
શકે નહીં.

ઘણા લોકો સંબંધો જાળવવા માટે મહેનત કરતા હોય છે. કેટલાક લોકો
સંબંધો માટે પેંતરા પણ કરતા હોય છે. સાચા સંબંધો મેઇન્ટેઇન કરવા મહેનત કરવી પડતી નથી.

સાચો સંબંધ ઝરણા જેવો છે. એ વહેતો રહે છે અને ટાઢક આપતો રહે છે.

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s