વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

વિદાયની વેળા ઓગસ્ટ 15, 2010

Filed under: વિદાય ગીત — mysarjan @ 4:56 પી એમ(pm)

કોયલ ઉડી રે ગઈ ને પગલાં પડી રે રહ્યાં
સુના સરવર ને સૂનુ આમ્બલિયું
એના પાંદડે પાંદડા રડી રે રહ્યાં

આયખું વેઠીને પાન પીળું રે થયું
માડીની આંખોમાં આન્સુ ના રહ્યું
વનનુ પિયરીયું સૂનુ રે પડ્યું
એના ટહુકા હવે ના જડી રે રહ્યાં

સહિયરની આંખોમા વેદનાની વાણી
સહિયરની આંખલડી કહેતી રે કહાણી
એક આંખે ફાગણ ને એક આંખે શ્રાવણ
જો ને વિજોગ ના વાદળા ચડી રે રહ્યાં

વાદલડી ને કેજો કે સૂરજને ઢાંકે
ઝાંછો રે તાપ મારી દીકરી ના સાંખે
હળવેથી વેલડુ હાંકજોરે ભાઈ
એને વાટ્યુ ના કાંકરા નડી રે રહ્યાં

Advertisements
 

3 Responses to “વિદાયની વેળા”

  1. ભલભલાને રડાવી દે તેવું ગીત છે. આ ગીત http://www.tahuko.com પર સાંભળીએ તો આંખમાં આંસુ આવ્યા વગર ના રહે.

    ખૂબ ખૂબ અભિનંદન….કન્યાવિદાયનું આ ગીત મૂકવા બદલ

  2. વિદાયના પ્રસંગને અનુરૂપ અવિનાશ વ્યાસની મજાની રચના. સૌજન્ય ટહુકો

  3. fulona47 Says:

    વિદાય ગીત વાચીને વર્ષો પહેલાનું દિકરી

    વિદાય્નું દ્રશ્ય યાદ આવી ગયું…આપણી ભાષાની

    એ તાકાત છે, કે તમારા હ્રદયને હચમચાવી નાખે..

    ખુબ સુંદર, અબિનનંદન…..

    હેમંત જાની…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s