વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

દિલ પૂછે છે મારૂં…….!! ઓગસ્ટ 13, 2010

Filed under: કાવ્ય — mysarjan @ 10:48 એ એમ (am)


Subject: દિલ પૂછે છે મારૂં…….!!
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.
ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે,
દિવાળી હોય કે હોળી, બધું ઓફીસમાં જ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે,
લગ્નની મળે કંકોત્રી ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?…..

પાંચ આંકડાનો પગાર છે, પણ પોતાના માટે પાંચ મીનીટ પણ ક્યાં વપરાય છે?
પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ પણ ક્લાયન્ટનો કોલ ક્યાં કપાય છે?
ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઇનાય ઘેર ક્યાં જવાય છે?
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?…..

કોઇને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે?
થાકેલા છે બધા છતાં, લોકો ચાલતા જ જાય છે.
કોઇક ને સામે રૂપિયા તો કોઇક ને ડોલર દેખાય છે.
તમે જ કહો મિત્રો શું આને જ જીંદગી કહેવાય છે?
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?….

બદલાતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે.
આવનારી પેઢી પુછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે?
એક વાર તો દિલને સાંભળો, બાકી મન તો કાયમ મુંઝાય છે.
ચાલો જલદી નિર્ણય લઇએ, હજુ ય સમય બાકી દેખાય છે.
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

Advertisements
 

3 Responses to “દિલ પૂછે છે મારૂં…….!!”

 1. fulona47 Says:

  ક્રુતિના રચયીતાનું નામ આપશો, પ્લીઝ ????

  જે કાંઇ પણ વર્ણવ્યું છે, તે દરેક્ના દિલોદિમાગ્માં છે જ..

  ફકત એ કબુલવા જેવી અને જેટલી હિમ્મત નથી..

  ખુબ જ હ્રદયસ્પર્ષી રચના…..બ્રેવો..keep it up..

  આપનું ઇ મેલ address આપશો તો ગમશે. મારો

  સંપર્ક hafus@hotmail.co.uk દ્વારા કરી શકો છો.

  હેમંત જાની..યુકે.

  • mysarjan Says:

   .હેમન્તભાઇ,
   દિલ પુછે છે મારૂં ના રચયીતા નો ચોક્કસ ખ્યાલ નથી તે બદલ દિલગીર છું કે હું તમને નથી જણાવી શકતી…પણ આ મેસેજ આપનાર ભાઈનુ નામ મુફ્ફદલ બાજી છે..
   my blogs—https://mysarjan.wordpress.com
   http:// abhigamweblog.wordpress.com
   please connected with your blog.

 2. micro news Says:

  Good mysarjan good. ek divas ma ek post navi nakho toh blog ma pharithi jaldi avavani tamanna thay.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s