વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

એક અનોખું કાવ્ય ઓગસ્ટ 12, 2010

Filed under: કાવ્ય — mysarjan @ 11:10 એ એમ (am)

એક અનોખું કાવ્ય

એવુંય નથી કે
વતન માટે મને પ્રિત નથી
હુ એય જાણું છુ કે અમેરીકા રહેવામાં મારુ હીત નથી
ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખું તમને
શું  લખું ? અહીયા સંસ્કાર કે સંસ્ક્રુ તિ સંકલિત નથી.
મને ઘણૉ થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે,
હિમાલય છોડીને સ્નોના ઢગલા મેળવામાં કોઇ જીત નથી.
અમેરીકન રેપ સોંગ સાંભળીને કાન ને એંઠા કરવાના
અહીંયા નરસિંહ મીરા ના પ્રભાતિયા કે ભજન સંગિત નથી.
સંતાનો ના ઉછેરીકરણ નોય અહીંયા હોય છે હિસાબ કિતાબ
અહીંયા ભારતીય માબાપ જેવું ઉદારીકરણ ગણિત નથી
બદલાતી ફેશનના નખરા અહીંયા હોય છે નિત્ય નવા
સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટ્લુ આંતરીક સૌદર્ય ચકચકીત નથી.
પ્રેમ , વિસ્વાસ અને અનુકુલીન આઘરીત સંબઘો નથી
ઇન્ડીયન કલ્ચર જેવુ લગ્નજીવન અહીંયા વ્યવસ્થિત નથી
દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયા મા હે પ્રભુ
મનને મારીને જીવ્યાકરવુ એ સારી રીત નથી

– જયકાંત જાની ( USA )

હવે વાંચો એનો જડબેસલાક  જવાબ

જે દેશનો રોટલો ખાવો છે-તેને ગાળો ભાંડવી ઠીક નથી.
વતનને તરછોડી આવ્યા છો જાતે,હવે રોદડાં રડવા ઠીક નથી.
લો કટના બ્લાઉઝ અને ખુલ્લા પેટ ગુજરાતમાં જોયા પછી,
અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.
સરસ્વતી મંદીરોમા, જયાં વિદ્યાર્થીનીઓ  સેઇફ નથી,
ત્યાં રોજે સંસ્કૃતિના બણગાં   ફૂંકવા ઠીક નથી.
બોલિવુડના બિભત્સ ન્રુત્યોને રોજ ટીવી પર જોયા પછી,
મનમાં ગમતી-અમેરિકાની ફેશન વખોડવી ઠીક  નથી.
જયાં ઘરડાંઘર નીત નવા બંધાતા હોય ત્યાં,
ભારતિય માબાપોની સેવા કરતાં શ્રવણોની વાતો ઠીક નથી.
મહારાજો ,બાબાઓ,લાલુઓ, ઠાકરેઓ-અને “ભાઇ”ઓ નો.
દેશ  છોડી આવ્યા પછી ,હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.
જે માને તમે તરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં જ છે.
પાછા પહોંચી જાવ, કોઇ રોકે નહી, મગર આ ફોગટના આંસુ ઠીક નથી

Advertisements
 

One Response to “એક અનોખું કાવ્ય”

  1. મસ્ત મસ્ત…..મઝા પડી ગઇ, ઉમાબહેન. તમે પેલા જૂના પુરાણા પ્રખ્યાત કાવ્યો—-“આંધળી મા નો કાઅળ” અને “દેખતા દીકરાનો જવાબ” જેવી બે સરસ રચનાઓ મૂકી છે…ખૂબ ખૂબ અભિનંદન…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s