વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

આપણે આપણા વિચારો બદલીયે. જુલાઇ 26, 2010

Filed under: કાવ્ય,Uncategorized — mysarjan @ 10:34 એ એમ (am)

યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યા ફેક્ટરીમાં;

આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યા ફોટામાં.

પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;

આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધાં અંગુઠીમાં.

જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;

આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.

અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વિશ્વમાં;

આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યાં દેશમાં.

પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;

આપણે પુજાપાઠ – ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

ઍડ્વર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;

આપણે શીતળાનાં મંદિર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.

પર્યાવરણ – પ્રદુષણથી જ્યારે જગત આખું છે ચીંતામાં;

આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડ્ક્યાં ચીતામાં.

વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;

ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણાં છે આ દેશમાં.

સાયંટીફીકલી બ્લડ ચેક કરી, એંગેજમેંટ કરે પશ્ચીમમાં,

સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળા થાય આ દેશમાં.

લસણ – ડુંગળી – બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,

આખી ને આખી બેંક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.

Advertisements
 

6 Responses to “આપણે આપણા વિચારો બદલીયે.”

 1. […] આજની આ સંદર રચના ને જરુર થી આત્મસાત કરી લ્યો……….. […]

 2. rajeshpadaya Says:

  વાહ ભઈ વાહ !! અભિનંદન……

 3. Rupen patel Says:

  સરસ રચના.વિચારો સાથે સાથે પૌરાણિક માનસિકતાઅને ધાર્મિક નજર પણ બદલવાની જરૂર છે. આધુનિક અભિગમ સમજવો જરૂરી છે.

  http://rupen007.feedcluster.com/

 4. વાહ, ઉમાબહેન મઝા આવી ગઇ. અભિગમ ગ્રુપમાં વાંચવા જેવી રચના છે.

 5. pramath Says:

  બુલ્સ આઈ શોટ!
  ક્દાચ આખા પૂર્વનો આ રોગ છે. ભારતનો ખાસ!

  મુલ્લા નસિરુદ્દીન પર ખજૂર પડ્યું તો તેમણે બંદગી કરી માફ઼ી માગી કે “હે ખુદા, મારી ભૂલ થઈ ગઈ કે મેં વિચાર્યું કે ખજૂરી જેવડા મોટા ઝાડ પર નાનાં ખજૂર અને મોટાં તરબૂચ આવડા અમથા વેલા પર. સમજણો તું છે, હું નહીં. જો ઝાડ પર તરબૂચ લટકતું હોત તો હું અત્યારે મરી ગયો હોત!”
  સામી બાજુએ ન્યૂટન પર સફરજન પડ્યું તો તેણે ગુરુત્વાકર્ષણનો નિયમ ગોતી કાઢ્યો.

  આખી “સૌરાષ્ટ્રની રસધાર”માં ધિંગાણાં જ ધિંગાણાં વાંચવા મળે – પણ કોઈએ મશિનગન શોધી?

  આથી થોડું મે ય લખેલું – તમને જોઈ આનંદ આવ્યો કે નગારખાનામાં મારા એકની તતૂડી નથી વાગતી, તમેય સાથે છો!

  http://rachanaa.wordpress.com/?s=%E0%AA%93%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0

  http://rachanaa.wordpress.com/2010/02/06/%E0%AA%AC%E0%AB%87%E0%AA%A8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%A8%E0%AB%81%E0%AA%82/

  http://rachanaa.wordpress.com/?s=%E0%AA%9D%E0%AA%BE%E0%AA%9D%E0%AB%80+%E0%AA%B8%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE

 6. mysarjan Says:

  Author pramath
  E-mail bhushit@yahoo.com
  URL http://rachanaa.wordpress.com
  Comment બુલ્સ આઈ શોટ! ક્દાચ આખા પૂર્વનો આ રોગ છે. ભારતનો ખાસ! મુલ્લા નસિરુદ્દીન પર ખજૂર પડ્યું તો તેમણે બંદગી કરી માફ઼ી માગી કે “હે ખુદા, મારી ભૂલ થઈ ગઈ કે મેં વિચાર્યું કે ખજૂરી જેવડા મોટા ઝાડ પર નાનાં ખજૂર અને મોટાં તરબૂચ આવડા અમથા વેલા પર. સમજણો તું છે, હું નહીં. જો ઝાડ પર તરબૂચ લટકતું હોત તો હું અત્યારે મરી ગયો હોત!” સામી બાજુએ ન્યૂટન પર સફરજન પડ્યું તો તેણે ગુરુત્વાકર્ષણનો નિયમ ગોતી કાઢ્યો. આખી “સૌરાષ્ટ્રની રસધાર”માં ધિંગાણાં જ ધિંગાણાં વાંચવા મળે – પણ કોઈએ મશિનગન શોધી? આથી થોડું મે ય લખેલું – તમને જોઈ આનંદ આવ્યો કે નગારખાનામાં મારા એકની તતૂડી નથી વાગતી, તમેય સાથે છો!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s