વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

માતા-પિતા પ્રત્યે કૃતજ્ઞાતાનો મહાભાવ. જૂન 18, 2010

Filed under: જીવનમાં ઉતારવા જેવું — mysarjan @ 11:08 એ એમ (am)

Subject: માતા-પિતા પ્રત્યે કૃતજ્ઞાતાનો મહાભાવ

પ્રભુપ્રીતિ – સુધાંશુજી મહારાજ

સર્વાર્થસમ્ભવો દેહો જનિતઃ પોષિતો યતઃ

ન તયોર્યાતિ નિર્વેશં પિત્રોર્મર્ત્યં શતાયુષા ।।

– શ્રીમદ્ભાગવત

માતા અને પિતા જ આપણા શરીરને જન્મ આપે છે તથા તેનું પાલનપોષણ કરે છે. ત્યારબાદ આ શરીર ધર્મ, અર્થ, કામ અથવા મોક્ષની પ્રાપ્તિનું સાધન બને છે. જો કોઇ મનુષ્ય સો વર્ષ સુધી જીવીને માતા-પિતાની સેવા કરતો રહે તો પણ તે તેમના ઉપકારનું ઋણ ચૂકવી શકે નહીં.

માતા-પિતા દરેક સંતાન માટે આ ધરતી પર સજીવ દેવતા છે. મનુષ્ય ભગવાનનું પ્રત્યક્ષ દર્શન ભાગ્યે જ કરી શકતો હશે. તે ભગવાનની કલ્પનાનો આકાર આપીને મૂર્તિ, તસવીરો વગેરે સ્વરૃપે પૂજે છે અને માનતો આવ્યો છે. જોકે ઇશ્વર સર્વત્ર છે. આ બધો જ સંસાર તેનું જ સ્વરૃપ છે. પરંતુ તે પ્રગટ નથી, અપ્રગટ છે. આથી તેમણે પોતાના અપ્રગટ સ્વરૃપને પ્રગટ રૃપ આપવા માટે પોતાની વ્યવસ્થાના સુવ્યવસ્થિત ક્રિયાન્વયન માટે ધરતી પર માતા-પિતાના રૃપમાં વિદ્યમાન છે.

વિચાર કરો માતા-પિતા પોતાનાં સંતાનો માટે શું નથી કરતાં? અર્થાત્ સામર્થ્ય અનુસાર પોતાનાં બાળકોની બધી જ જરૃરિયાતો અને ઇચ્છાઓની ર્પૂિત કરે છે. તેમની તમન્નાઓના મહેલ પર ક્યારેય પાણી નથી ફેરવતા, ક્યારેય તેમને નિરાશ થવા દેતા નથી. પોતાનું સામર્થ્ય ન હોવા છતાં પણ તેઓ બાળકોની માંગને પૂરી કરે છે.

તેઓ પોતાનાં તમામ સુખ પોતાનાં સંતાનોની ખુશીમાં જ માને છે. માતા-પિતા પહાડ જેવા દુઃખ અને કષ્ટોને ચૂપચાપ સહન કરે છે, પરંતુ તેનો પડછાયો પણ તમારા ઉપર પડવા દેતા નથી. સંતાનો કષ્ટમાં હોય તો તેઓ આકુળ-વ્યાકુળ બની જાય છે. માનતા-બાધાઓ રાખે છે. તેઓ ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ! અમને જેટલું દુઃખ આપવું હોય તેટલું આપો, પરંતુ એટલી કૃપા અવશ્ય કરો કે અમારા બાળકો ખુશ રહે, સુખેથી રહે, દુઃખનો પડછાયો પણ તેમના પર ન પડે.

સાચે જ કેટલો નિર્મળ અને નિચ્છલ પ્રેમ હોય છે માતા-પિતાનો પોતાનાં સંતાનો પ્રત્યે. નવ મહિના પોતાના ગર્ભમાં સંભાળપૂર્વક રાખવા સિવાય એ અવધિમાં મળેલાં કષ્ટોની તેને જરાય પણ ફરિયાદ હોતી નથી. તેઓ તેમાં પોતાનું સુખ અને પરમ સૌભાગ્ય માને છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તેમની ખુશી જ કાંઇક અલગ હોય છે. પિતાને એવું લાગે છે કે જાણે ત્રણે લોકોનું રાજ્ય તેને મળી ગયું છે.

દરેક ક્ષણે માતા પોતાના બાળકની યાદને હૃદયમાં રાખે છે. તે સૂતા-જાગતા ક્યારેય પોતાનાં સંતાનોને નથી ભૂલતી. જ્યારે બાળકને દાંત નથી હોતા ત્યારે માતા ભૂખથી તૃષ્ટિ મળે અને શરીરને પુષ્ટિ મળે તે માટે અમૃતમય દૂધ પીવડાવે છે. બાળક બોલી શકતું ન હોય ત્યારે પણ માતા તેની કાલી-ઘેલી ભાષાને સમજી લે છે. તે ચાલી કે ફરી નથી શકતું, પોતાનું કોઇ પણ કાર્ય કરી નથી શકતું, એવી સ્થિતિમાં તે ખુશી-ખુશી તેનાં બધાં જ કાર્યો કરે છે. બાળક રાત્રે પથારી ભીની કરે તો માતા તેને સૂકામાં સૂવડાવી પોતે ભીનામાં સૂઇ જાય છે. જ્યારે બાળક રોવાનું બંધ નથી કરતું ત્યારે તેને છાતી સરસું ચાંપીને તેને શાંત કરે છે, રમાડે છે. જ્યારે પિતા પોતાનાં સંતાનોની સુખ-સુવિધા ખાતર પોતાની શક્તિ કરતાં પણ વધારે ખર્ચ કરતા અચકાતા નથી. તેઓ બાળક માટે સારામાં સારા રમકડાં અને કપડાં ખરીદી લાવીને સંતોષનો અનુભવ કરે છે.

પોતાનાં બાળકોને ઊંચાઇઓ સુધી પહોંચાડવામાં માતા-પિતાએ કોઇ કસર રાખી હોતી નથી. તેઓ પેટે પાટા બાંધીને, પોતાની સુવિધાઓની પરવા કર્યા વગર સારામાં સારું શિક્ષણ આપે છે. સારી શાળામાં ભણાવે છે અને ઉત્તમ સંસ્કારોનું સિંચન કરે છે.

પરંતુ જ્યારે સંતાન ઊંચાઇઓ પર પહોંચી જાય છે, વિશેષ સન્માન અને ગરિમામય પદ પર આસીન થાય છે ત્યારે તેઓ પોતાનાં માતા-પિતાને ભૂલી જાય છે. તેમને યાદ નથી રહેતું કે આજે તેઓ જે ઊંચાઇ પર પહોંચ્યા છે તેનું શ્રેય માતા-પિતાને જાય છે. શિખર પર પહોંચવા માટેનાં પગથિયાં કોણે તૈયાર કર્યાં? કોણ છે તેઓ જેમણે આપણા માટે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું?

સ્વાભાવિક છે કે આવા સમયે પોતાનાં સંતાનોનો આવો વ્યવહાર જોઇને માતા-પિતાના હૃદયને ઠેસ પહોંચે છે. પરંતુ તેઓ આ વાતને ગણકારતા નથી અને વિચારે છે, કાંઇ વાંધો નહીં, એ છે તો આપણા જ સંતાનો ને. ભગવાન તેમનું કલ્યાણ કરે, સદાય સુખી રાખે. તેઓ હંમેશાં સંતાનોને સારા આશીર્વાદ જ આપે છે.

આજના વર્તમાન સમયમાં યુવાપેઢી આધુનિકતાની આંધળી દોડમાં લગ્ન થઇ જાય કે તરત જ માતા-પિતાનો ત્યાગ કરે છે. પોતાની આઝાદી અને સ્વચ્છંદતા ખાતર તેમને ધુત્કારે છે. જેમના માટે જન્મથી લઇને જવાની સુધી માતા-પિતાએ આશાઓના મહેલ બાંધ્યા હોય છે કે દીકરો મોટો થઇને ઘડપણનો સહારો બનશે. તેઓ જાત-જાતની સુખદ કલ્પનાઓમાં ખોવાયેલા રહે છે. તેમણે પોતાના ભૂતકાળના ત્યાગને ભવિષ્યનું મનોહર સ્વપ્ન માન્યું હતું. પરંતુ પોતાના સંતાનનો આવો વ્યવહાર કે જે ક્યારેય સ્વપ્નમાં પણ નહોતો વિચાર્યો, તેને જોઇને તેમની કલ્પનાઓ અને આશાઓ પર પાણી ફરી વળે છે.

માતા-પિતા આખી જિંદગી સંતાનોની ખુશી અને જરૃરિયાતની વસ્તુઓને ભેગી કરવામાં ધન અને સમય બંને ખર્ચી નાખે છે, તેમને સારામાં સારી તાલીમ આપે છે.

જેમણે અથાક પરિશ્રમ વેઠીને, પાલન-પોષણ કરીને ઇચ્છિત લક્ષ્ય સુધી સંતાનોને પહોંચાડયાં હોય, પરંતુ સંતાનો પર તેમની મહેનતની છાપ ન પડે તો શું ફાયદો?

સંતાનોએ ક્યારેય ન ભૂલવું જોઇએ કે બાળપણ, જવાની અને ઘડપણનું પરિવર્તન જીવનનું સત્ય છે. કાલે આપણે પણ યુવાનમાંથી વૃદ્ધ થવાનું છે. ત્યારે આપણે આપણા બાળકો પાસે શું અપેક્ષા રાખીશું. અત્યારે તમે જેવું કરી રહ્યા છો, તેવું તમારાં સંતાનો તમારી સાથે કરશે તો તમારા પર શું વીતશે?

અને એવો સમય પણ આવે છે જ્યારે દીકરો-વહુ, માતા-પિતાની ભૂમિકામાં હોય છે ત્યારે તેમનાં સંતાનો પણ જૂની વારતા જ દોહરાવે છે.

આવી સ્થિતિમાં તેમને ખૂબ દુઃખ થાય છે. તે સમયે પોતાનાં માતા-પિતાના ચહેરા આખો સમક્ષ તરવરે છે. પરંતુ ફરક એટલો હોય છે કે ત્યારે તેઓ માત્ર યાદોમાં જ હોય છે, પ્રત્યક્ષ તમારી સાથે હોતાં નથી. આવા સમયે તેઓ પોતાની જાતને ધિક્કારે છે. આપણે આપણું કર્તવ્ય નિભાવ્યું હોત, માતા-પિતાની સેવા કરી હોત એવા પસ્તાવાભર્યા વિચારો આવે છે. પરંતુ ત્યારે સમય હાથથી નીકળી ગયો હોય છે.

હવે તેમની સાથે મિલન કેવી રીતે થઇ શકે? જેમણે પ્રેમથી પોતાના ખોળામાં રમાડયા, ઝૂલામાં ઝૂલાવ્યા, આંગળી પકડીને ચાલવાનું શીખવ્યું, પ્રેમથી તમને તમારી જ કાલી-ઘેલી ભાષામાં બોલાવ્યા, શું તેમના પ્રત્યે આપણું કર્તવ્ય એ છે કે આપણે તેમનાથી દૂર રહીએ?

કૃતજ્ઞાતાની સાથે આસ્થા અને શ્રદ્ધા સમન્વિત થઇને તેમની સેવાચાકરી કરો. પ્રેમના બે મીઠા બોલ બોલો કે, માતાજી-પિતાજી આપ કેમ છો? હું તમારી શું સેવા કરી શકું? તમને કઇ વસ્તુની આવશ્યકતા હોય તો જણાવો. તેમની જરૃરિયાતોને પૂરી કર્યા પછી પણ તેમનો આભાર માનો કે તમને સેવાનો અવસર મળ્યો. તેમની સેવા કર્યાનો પોતાને આનંદ છે એવી વાત જણાવીને તેમની સેવામાં સદાય હાજર રહો. તેમને એમ કહો કે આ બધી તમારી જ દેન છે અને તમારી સેવામાં જ અમારું સમગ્ર જીવન સર્મિપત છે.

‘ત્વદીયં વસ્તુ ગોવિન્દ તુભ્યમેવ સમર્પયે’

માતા-પિતાના મહાન ઉપકારોનું ઋણ સંતાનો ક્યારેય ચૂક્વી શકતા નથી, પરંતુ નિષ્કામ સદ્ભાવના, સેવા અને પ્રશંસાયુક્ત આચરણ દ્વારા તેમને સંતોષ અને પોતાને આનંદની અનુભૂતિ તો જરૃર આપી શકાય.

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s