વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

પ્રેમ મે 25, 2010

Filed under: લાગણીનો સાગર — mysarjan @ 1:12 પી એમ(pm)

 

 ભલે ઝગડીએ,ક્રોધ કરીએ,

એકબીજા પર તૂટી પડીએ,

એકબીજા પર દાદાગીરી કરવા,

છેલ્લે તો આપણે બેજ હોઈશું.

જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરીલે,

એકબીજાના ચોકઠા શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.

હું રીસાઈશ તો તું મનાવજે,

તું રીસાઈશ તો હું મનાવીશ,

એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

 આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તિ પણ પાંખી થશે,

 ત્યારે,એકબીજાને એકબીજામાં શોધવા

છેલ્લે તો આપણે બેજ હોઈશું.

ઘુટણ જયારે દુખશે, કેડ પણ વળવાનું મુકશે,

ત્યારે એકબીજાના પગનાં નખ કાપવા,

છેલ્લે તો આપણે બેજ હોઈશું.

મારા રીપોર્ટસ તદ્દન નોર્મલ છે,

આઈ એમ ઓલરાઈટ , એમ કહીને એકબીજાને છેતરવા,

છેલ્લે તો આપણે બેજ હોઈશું.

સાથ જયારે છૂટી જશે,

વિદાય ની ઘડી આવી જશે,

ત્યારે, એકબીજાને માફ કરવા,

 છેલ્લે તો આપણે બેજ હોઈશું

 

Advertisements
 

2 Responses to “પ્રેમ”

  1. બહુ જ સરસ શબ્દો છે. અતિ સંવેદનશીલ કાવ્ય.

  2. harsha Says:

    Really very nice poem.I have forwarded this poem to my parents who are 77 and 74 years old they liked it very much and my mother shared this poem with her friends.They all liked it very much.There is one Zankar mandal for ladies in Vadodara and they want to publish this poem for benefit of more people.Is it ok with you?
    Harsha Vyas


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s