વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

મારા વિષે મે 29, 2010


હું  ઉમા શેઠ

હાલ   દાહોદ નિવાસી.

એક ગૃહિણી છું.જન્મ અને અભ્યાસ મુંબઇમાં થયો.લગ્ન પછી બરોડા માં વસ્યા..

ત્યાં સૌરભમડ્ળ,લાયન્સ ક્લબ,સહેલી, અભિગમ ગ્રુપ,ભગિની સમાજ્  જેવી  અનેક સંસ્થામાં     કાર્યરત રહી સમય નો ઉપયોગ કર્યો.

આમ મોટા શહેરમા થી સંસ્કાર નગરી બરોડા અને હવે ઉગતા સૂર્યના પ્રવેશદ્વાર એવા નાંનાં નગર          દાહોદમાંઆવીને વસી. દરેક વ્યાક્તિમાં  કૈક ને કૈક આવડત તો હોય જ છે.કોઇક ને કોઇક કલા માં નિપુણ તો હોય જ છે. આ શક્તિને બહાર લાવીને પોતાની પ્રતિભા પ્રગટ કરવાનો મોકોમળતો નથી.મને વિચાર આવ્યો કે જો આ સનાતન સત્ય હોય તો   શા માટે ભેગા મળી ને એક બીજા ના પુરક કેમ ન બનીયે? અને શા માટે પોતાનો જ વિકાસ (સ્વવિકાસ)કરીએ અને પછી ક્રમશઃ સમાજનો પણ વિકાસ ન કરીએ???

પહેલેથી જ સ્વયંસ્ફુરણા મુજબ નિર્ણય લેવામા માનતી તેથી દાહોદમાં  બહેનોના એક નાના ગ્રુપ “અભિગમ”ની રચના કરી.

મારો શૉખ….

નવા જમાના પ્રમાણૅ નાના સાથે નાના થઇ કદમ સાથે કદમ મિલાવવુ ગમે.હરવું , ફરવું, કુકીંગ, ડ્રોઇગ, ક્રાફ્ટ, નવુ નવુ શીખવું ને શીખડાવવું,નવું નવું જાણવું ને જણાવવું…જાણકારી મળે તેવું  વાંચીને તેમજ અંદર થી સ્ફુરે તેવું ભેગું કરવું.

અને આવી ક્ષણોમાં દાહોદવાસીઓ માટે જાણીતા પણ મારે માટે સાવ અજાણ્યાં એવા  એક બહેન  સાથે મારો અજાણતાં જ ફોનથી પરિચય થયો.વાતો પરથી એમ લાગ્યું કે અમારી  બન્ને ની વેવલેન્થ મળે છે. સૌ પ્રથમ આ માત્ર  અમારો ફોનનો જ પરિચય,ત્યાર પછી અમે રુબરુ મળ્યા…પરિચય મિત્રતામા પરીણમ્યો.. મેં તેમને અમારા ગ્રુપમાં  જોડાવાનું આમંત્રણ આપ્યું. સદાય હસતાં ને મદદ રૂપ રહેતા આ  પાસેથી તેમનો બ્લોગ જોઇ ને મારો બ્લોગ બનાવવાની પ્રેરણા મળી. મારા પતિ શ્રી.શૈલેષ શેઠ, અમેરિકામાં વસતા મારાં પુત્રો અને પુત્રવધૂઓનું અને મારા આ નવા મિત્રબહેનના લંડનનિવાસી પુત્રનું પ્રોત્સહન મળ્યું.

સારા વાંચનના  સંગ્રહને  અને  જીવન માં કેક ઉતારવા જેવું હોય…તેને મારા બ્લોગ વડે  આપની સમક્ષ રજુ કરુ છું.આશા રાખું છું કે આપ સૌનો  સહ્કાર, માર્ગદર્શન મળશે અને તમને  બધાં ને  મારો બ્લોગ માણવો ગમશે.

આપ સૌ ના અભિપ્રાય ની   આશા રાખું ને???

હમ બગબા હૈ ઇસ ચમન કે, જહા ફુલ  ખિલતે રહે,

બાગમેં ખિલતે ફુલોં  કી , ઇફાજત હમ કરતેં રહેં ,

આજ તક સોતેં રહેં,  અબ જાગ કર ચલનેં લગે,

દોડ કર તેજ રફતાર સે, કામયાબી હાંસલ કરતેં રહેંગે. 


Advertisements
 

17 Responses to “મારા વિષે”

 1. બ્લોગ બનાવ્યો એ બહુ ગમ્યું. લખતા રહેજો.

 2. બ્લોગ શરૂ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

 3. Dilipkumar A. Shukla Says:

  એક ગૃહિણી તરીકેની ફરજો બજાવ્યા બાદ ફુરસદના સમય્નો આપે જે સદૌપયોગ શરૂ કર્યો છે તે સરાહનીય છે.આપની આ પ્રવૃત્તિ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની સાથે કદમ મીલાવવા તથા આપણા ખુદનાં સંતાનો સાથે વિકાસની આ કૂચમાં ટકી રહેવા ખૂબ જ ઉપયોગી બની રહેશે વળી તે સમાજમાં એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડશે. આપને ખૂબખૂબ અભિનંદન..લખતાં રહેજો અને બીજાને શીખવતા પણ રહેજો કેમકે જ્ઞાન તો વહેંચવાથી વધે તેવી સંપત્તિ છે…..

 4. mysarjan Says:

  ANJALI PARIKH
  to me

  show details Dec 11 (4 days ago)

  hi…uma aunty, tamaro prayash khubj sarahaniy chhe…blog joyo vachyo ane bahuj anand thayo…ishvar aa sunder ane seva na karya ne hamesha dhabaktu rakhe..tamne neetnava vicharo sapade ane aap sahunu kaushalya khiltu rahe ae j hari prarthana…wish u all the best…

 5. શ્રી ઉમાબેન શેઠ ,

  આપનો બ્લોગ સુંદર છે. આપ ગૃહસ્થ જીવન સાથે સમાજ

  ઉપયોગી કર્યો દ્વારા બહેનો ને ઉતેજન મળે તેવી પ્રવૃતિઓ

  કરો છો તે માટે ખુબ ખુબ અભિનંદન. આ કર્યો માટે કુટુંબનો

  સાથ મળે તે અહોભાગ્ય છે

 6. Nice to know you and your blog….. ! Keep up the spirits high….. you,re doing a good job…. 🙂
  Paru Krishnakant

  You are heartily welcomed on http://piyuninopamrat.wordpress.com/

 7. ઉમાબેન, આપને ખૂબખૂબ અભિનંદન.

 8. મહેશ Says:

  biju to kai kahevu nathi upar badhu aavi j gayu chhe saras wel come

 9. તમારો સેવાના કાર્યો ખુબ જ વંદનીય છે
  અને પ્રેરણા પુરી પાડનાર
  તમારા બ્લોગ ની મુલાકાત લઈને આનંદ થયો
  આપને ખૂબખૂબ અભિનંદન..
  અને મારા બ્લોગ પર મુલાકાત લેવા ભાવભીનુ આમંત્રણ

 10. DEEPAK PATEL Says:

  NICE,VERY NICE UMAJI…AAPSHREE NE KHUB ABHINANDAN…BHAGWAN NI DAYA VINA AA KAAM
  THAY NHI..GOD BLESS YOU AND YOUR PARIVAR…..KEEP IT UP… WISH YOU ALL THE BEST…

 11. JAY Says:

  એક ગૃહિણી તરીકેની ફરજો બજાવ્યા બાદ ફુરસદના સમય્નો આપે જે સદૌપયોગ શરૂ કર્યો છે તે સરાહનીય છે.આપની આ પ્રવૃત્તિ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની સાથે કદમ મીલાવવા તથા આપણા ખુદનાં સંતાનો સાથે વિકાસની આ કૂચમાં ટકી રહેવા ખૂબ જ ઉપયોગી બની રહેશે વળી તે સમાજમાં એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડશે. આપને ખૂબખૂબ અભિનંદન..લખતાં રહેજો અને બીજાને શીખવતા પણ રહેજો કેમકે જ્ઞાન તો વહેંચવાથી વધે તેવી સંપત્તિ છે…..

  • hitenprashad272dave Says:

   તમારો બ્લોગ ગમ્યો.હું આ પ્રવૃતિ માં નવો છું.તમારા સૌ ના માર્ગ
   દર્શન નો અભીલાસી.

 12. સરસ અભિવ્યક્તિ છે. મને પણ વાચવા નો શોખ છે અને નવું શીખવા નો પણ.

 13. બ્લોગ જગતમાં આપનું સ્વાગત ! સુંદર બ્લોગ છે. લખતા રહો અને વિચારો એક બીજા સાથે વહેંચતા રહો.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s