|
સંબંધ November 17, 2011
November 17, 2011
પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું, પણ… પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો,
એ જોઈને દિલ રડી પડયું………
“શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે શ્વાસ ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને
વિશ્વાસ ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે.”
માનવ સંવેંદનાઓનો છે આ જનજાળ..સરવાળે બેસાડેલા સંબંધોની મીઠી પાળ…
ઉધારે રહેતી મદદને ના ગણો ઉપકાર.. બસ મનનો થાક ઓછો કરો ઉતરી જશે બધો ભાર..
દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,એને ખબર નથી કે નદીનું ઉધાર છે.
ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છેખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ .
માનસિક દરિદ્રતાને પરિણામે આપણાં સપનાં નાનાં હોય છે અને
તેના થકી નવસર્જન શક્ય નથી માટે આપણાં સપનાં દિવ્ય અને ભવ્ય હોવાં જોઇએ.
જે ગતિશીલ છે તે પ્રગતિશીલ પણ છે. ઊર્જા સ્ત્રોત સૂર્ય ક્યારેય થંભે છે!માટે જ, સતત ગતિશીલ રહો! ઇતિહાસ નિર્જીવ નથી હોતો. ઇતિહાસ પુસ્તકોમાં છાપેલાં કાળાં અક્ષરો નથી હોતાં. ઇતિહાસનો પ્રત્યેક પળ ચેતના ધરાવતો હોય છે. ચૈતન્યમય હોય છે. જે નવી ચેતના પ્રગટાવવાનું સામર્થ્ય ધરાવે છે.
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે
તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે અનેતમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો.
એક સાચો મિત્ર એવું વચન તો નહિ આપે કે હું તમારી બધી જ સમસ્યાને હલ કરી દઈશ,
પરંતુ સમસ્યા આવે ત્યારે તમને એકલો નહિ છોડી દે..!!
જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઇ ગયું હોય તેની ચિંતામાં પડવા કરતાં કિતાબના કોરા પાના સારા કર્મોથી લખાય તેની ચિંતા કરો .
November 17, 2011
1. વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે,મગજને ખરાબ વિચારોનુંગોદામ નહીં,
પરંતુ રચનાત્મક અને હકારાત્મક વિચારો પેદા કરતુંકારખાનું બનાવો.
2. વિશ્વાસ એક શબ્દ છે, તેને વાંચતા second લાગે છે.. વિચારો તો minute લાગે છે.. સમજાવો તો દિવસ લાગે છે…
પણ તેને સાબિતકરતા આખી જીંદગી લાગે છે..!!
3. સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા., નાસમજમાં કોઈને ગુમાવીપણ ના દેતા..!! ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં.,
એમાં સંબંધઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા . !!
4. તણાવ (ટેન્શન) માણસ ની બુદ્ધિ,શક્તિ,સ્મૃતિ, આનંદને એવી રીતેખાઈ જાય છે જેવી રીતે ઊધઈ લાકડાને કોરી ખાય છે.
5. જીવન પિયાનોની જેમ છે.સફેદબટન સુખ રુપ છે. કાળુ બટન દુઃખરુપ છે. બંને બટનને સાથે વગાડવાથી સુંદર સંગીત બને છે.
6. ક્રોધ પ્રિતીનો નાશ કરે છે માન વિનયનો નાશ કરે છે માયા મિત્રોનો નાશ કરે છે લોભ સર્વનો નાશ કરે છે
7. એકવીસમી સદીમાં ચેતવા જેવી બાબતો.. ટ્રાફિક,ટ્રેડિંગ અને ટેન્શન…ત્રણ ”ટ”
પોલિટિક્સ,પોપ્યુલેશન, પોલ્યુશન,પોવર્ટી અને પાવર …. મંદી,મોંધવારી,મેહ,મોત અને મહેમાન…
8. બીજા જ્યારે ભૂલો કરે તેને ચકસવાનું સહેલું છે. પણ આપણી જભૂલને સ્વીકારવાનું ઘણું અઘરું છે.
9. કામ,ક્રોધ,લોભ,શંકા(વહેમ)અહંકાર ,ઈર્ષા આ જીવાત્માના છ શત્રુઓછે.
10. પ્રબળ ઈચ્છા શક્તિ અને મજબૂત મનોબળનાં બે પૈડાં વિજયરથને લઞાડી, ખડતલ શરીર રૂપી રથનું માળખુ તેની ઉપર ગોઠવી, વિવેક બુદ્દિધને સારથી બનાવિ . સામ,દામ,દંડ,ભેદ નામના ચાર હણહણતા ઘોડા પર વિજય રથને જોતરી તમે સ્વયં તેમાં બિરાજશોતો જીવન સંગ્રામ જીતશો.
11. સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.
12.. જેનું મન અને અંતઃકરણ શાંત અને સંતોષી છે તે સુખી છે. જે ભૂતકાળને વલોવતો ના હોય, ભવિષ્ય ની ચિંતા કરતો ના હોય અને વતૅમાન માં જીવતો હોય તે સુખી છે.
13. જયારે સલાહ જોઈએ તો બધા લોકો તમને સલાહ આપશે,જ્યારે સહાયતા જોઈએ ત્યારે પણ લોકો તમને સલાહજ આપશે,સહાયતા નહી.
14. તમે જો સાચા છો તો દુનિયામાં કોઈ તમારું નામ દેનાર નથી.તમે કોઈને જઞતમાં દુઃખ દેતા નથી,
કોઈને દુઃખ દેવાની તમારીભાવના નથી, તો તમને કોઈ દુઃખ દઈ શકે તેમ નથી.
15. માણસ કપડાંથી નથી શોભતો પણ વાણી, વતૅન અને કમૅની સુગંધથી શોભે છે. 1
16. ઘરમાં શાંતિ થાય એ જ મોટામાં મોટું ભણતર.
17. ફૂલ કહે છે મારી જેમ જીંદગીમાં હસતા રહો. વાદળી કહે છે મારી જેમ બીજા માટે વરસી જાઓ,ભમરો કહે છે કે સુખ અને દુઃખમાં સદા ગીત ગાયા કરો. ઘડિયાળ કહે છે કે સમય ચૂકશો તો કિંમત ઘટી જશે. સૂર્ય કહે છે કે અતિ ઉગ્ર બનશો તો કોઈ સામે નહિ જુએ.
18. ઈશ્વરને પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે કારણકે આજનો માનવીફૂલ ધરીને બગીચો માગતો થઈ ગયો છે.
હું શું કરું ? November 17, 2011
યુવાની જાય છે, ક્યાં વૃદ્ધ બનતાં વાર લાગે છે !
જીવન જીવતા રહીને બુદ્ધ બનતાં વાર લાગે છે;
કશું પાસે ન હો ઝાઝું, કશાની ખેવના ન હો,
જીવનમાં એટલા સમૃદ્ધ બનતાં વાર લાગે છે.
*
- ગઝલ -
મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?
હું અલગ રહું, તું અલગ રહે, એ વિશાળતાનું હું શું કરું ?
જવું એકમેકમાં ઓગળી, હવે ભિન્નતાનું હું શું કરું ?
જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે,
કરી એકઠી જે મેં ઉમ્રભર, હવે એ મતાનુ હું શું કરું ?
છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો,
હું બહાર ઊભો વિચારતો, હવે ઉચ્ચતાનું હું શું કરું ?
હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું,
ભરી હાથ જે કરી દે અપંગ, એ સહાયતાનું હું શું કરું ?
મારું શ્રેય શું ? મારું ધ્યેય શું ? છે તને ખબર, છું હું બેખબર,
તું સજાગ છે, તું સચેત છે, તો સભાનતાનું હું શું કરું ?
તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે,
કે સમાનતાનો જ્યાં ભંગ હો, એ ઉદારતાનું હું શું કરું ?
ગઝલનાં દરેક શે’રમાં રદીફરૂપે પૂછાયેલો ‘હું શું કરું ?’
નો પ્રશ્ન દરેક વખતે ખૂબ જ ધારદાર લાગે છે અને થોડીવાર આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે…
જાણે કે બધા પ્રશ્નો આપણાં અંગત જ ન હોય ! વાતેય સાચી છે…
કોઈ એક માન્યતાને સત્યમાનીને આપણે જીન્દગીભર જીવ્યે રાખ્યું હોય અને
જ્યારે એ જ માન્યતાને ખોટી ઠેરવતું સત્ય આપણી સમક્ષ આવીને ઊભું રહે,
ત્યારે આપણે નથી એ સત્યને સહજતાથી સ્વીકારી શકતા કે નથી
એ માન્યતાને સહજ રીતે છોડી શકતા… અને ત્યારે ભીતર સર્જાયછે,
આવી જ ’હવે હું શું કરું’ ની કશ્મકશ…




પ્રતિભાવો