વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

સંબંધ November 17, 2011

Filed under: સમજવા જેવું — mysarjan @ 3:02 pm

એક જ કામ સંબંધમાં કીધું, લીધું એથી બમણું દીધું.

 શૈલ પાલનપુરી

સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી.સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી.

આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ.

સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે. 
દરેક સંબંધો જુદા જુદા હોય છે.

કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે.

દરેક સંબંધોની એક સીમા હોય છે. 
દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે. 
આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય છે.

આ વર્તનમાં જ આપણાં સંસ્કારો અને સંસ્કòતિ છતાં થાય છે.

તમે તમારા લોકો સાથે કેવી રીતે રહો છો તેના પરથી જ
તમારા સારા-નરસા કે લાયક-નાલાયકની છાપ ખડી થતી હોય છે. આ છાપ જ પછી માણસની ઓળખ બની જાય છે.

સંબંધો માણસની જરૂરિયાત છે.

સંબંધો બંધાતા રહે છે.સંબંધો તૂટતા પણ રહે છે. સંબંધો દૂર પણ જતા રહે છે. સંબંધો સરળ નથી.

સંબંધો જાળવવામાં આવડત અને કુનેહની
જરૂર પડે છે.

કેટલા સંબંધો કાયમી ટકે છે ?

સંબંધો કેવા રહે છે તે બે વ્યકિત ઉપર નિર્ભર કરે છે.

સાથોસાથ એ વાત પણ સનાતન સત્ય
છે કે એક વ્યકિતના સંબંધ બીજી વ્યકિત પર સીધી અસર કરે છે.સંબંધોની સાર્થકતા એ આજની સૌથી મોટી જરૂરિયાત છે.

માણસ સંબંધો ગુમાવતો જાય છે. માણસ એકલો પડતો જાય છે.

ખુશીમાં સાથે હસે અને ઉદાસીમાં પીઠ પસવારે તેવા લોકો ઘટતા જાય છે.

મારું કોણ ? એવા પ્રશ્નોના જવાબ મેળવવા જયારે વિચાર કરવો પડે,

ત્યારે સમજાતું હોય છે કે કેટલું બધું ખૂટે છે.

ખટપટ, કાવાદાવા અને ટાંટિયાખેંચ એ આજના સમયનું સૌથી મોટું દૂષણ છે.

દોષનો ટોપલો ઢોળવા માણસ માથાં શોધતો ફરે છે અને પછી કોઈનો ભરોસો કરવા જેવો નથી તેવા નિસાસા નાખીએ છીએ. 
સંબંધો બહુ નાજુક છે.

સંબંધો પારા જેવા છે,ખબર ન પડે તેમ સરકી જાય છે અને વેરાઈ પણ જાય છે.

છતાં માણસનું ગૌરવ એમાં જ છતું થાય છે કે એ સંબંધોના અપ-ડાઉન વખતે કેવું વર્તન કરે છે.

તમે કેવી રીતે મળો છો તેના કરતાં પણ કેવી રીતે છૂટા પડો છો તેના પરથી જ તમારા સંબંધોના ગૌરવ અને ગરિમાની સાબિતી મળે છે.

સંબંધોમાં હળવાશ હોવી જૉઈએ. સંબંધો આરપાર જોઈ શકાય તેવા હોવા જૉઈએ.

ડબલ સ્ટાન્ડર્ડ કે ડબલ પર્સનાલિટીમાં જીવતો માણસ પોતાને જ છેતરતો હોય છે.

સંબંધોને નેવે મૂકીને કયારેય સુખ મળી
શકે નહીં.

ઘણા લોકો સંબંધો જાળવવા માટે મહેનત કરતા હોય છે. કેટલાક લોકો
સંબંધો માટે પેંતરા પણ કરતા હોય છે. સાચા સંબંધો મેઇન્ટેઇન કરવા મહેનત કરવી પડતી નથી.

સાચો સંબંધ ઝરણા જેવો છે. એ વહેતો રહે છે અને ટાઢક આપતો રહે છે.

 

November 17, 2011

Filed under: વિચાર કણિકાઓ — mysarjan @ 2:35 pm

 

 

પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું, પણ… પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો,

એ જોઈને દિલ રડી પડયું………

શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે શ્વાસ ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને

વિશ્વાસ ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે.”


માનવ સંવેંદનાઓનો છે આ જનજાળ..
સરવાળે બેસાડેલા સંબંધોની મીઠી પાળ…
ઉધારે રહેતી મદદને ના ગણો ઉપકાર..  
બસ મનનો થાક ઓછો કરો ઉતરી જશે બધો ભાર..


દરિયો ભલે ને માને કે પાણી અપાર છે
,એને ખબર નથી કે નદીનું ઉધાર છે. 


ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે
ખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ . 


માનસિક દરિદ્રતાને પરિણામે આપણાં સપનાં નાનાં હોય છે અને

  તેના થકી નવસર્જન શક્ય નથી માટે આપણાં સપનાં દિવ્ય અને ભવ્ય હોવાં જોઇએ.

જે ગતિશીલ છે તે પ્રગતિશીલ પણ છે. ઊર્જા સ્ત્રોત સૂર્ય ક્યારેય થંભે છે!માટે જસતત ગતિશીલ રહો!       ઇતિહાસ નિર્જીવ નથી હોતો. ઇતિહાસ પુસ્તકોમાં છાપેલાં કાળાં અક્ષરો નથી હોતાં.                                                 ઇતિહાસનો પ્રત્યેક પળ ચેતના ધરાવતો હોય છે. ચૈતન્યમય હોય છે.                                                               જે નવી ચેતના પ્રગટાવવાનું સામર્થ્ય ધરાવે છે. 


મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે

તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે અનેતમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો.


એક સાચો મિત્ર એવું વચન તો નહિ આપે કે હું તમારી બધી જ સમસ્યાને હલ કરી દઈશ
,
પરંતુ સમસ્યા આવે ત્યારે તમને એકલો નહિ છોડી દે..!! 


જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઇ ગયું હોય તેની ચિંતામાં પડવા કરતાં                                 કિતાબના કોરા પાના સારા કર્મોથી લખાય તેની ચિંતા
કરો .

 

November 17, 2011

Filed under: વિચાર કણિકાઓ — mysarjan @ 2:19 pm

 

1. વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે,મગજને ખરાબ વિચારોનુંગોદામ નહીં,

 પરંતુ રચનાત્મક અને હકારાત્મક વિચારો પેદા કરતુંકારખાનું બનાવો.


2. વિશ્વાસ એક શબ્દ છે, તેને વાંચતા second લાગે છે.. વિચારો તો  minute લાગે છે..       સમજાવો તો  દિવસ લાગે છે…

 પણ તેને સાબિતકરતા આખી જીંદગી લાગે છે..!!

3. સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા., નાસમજમાં કોઈને ગુમાવીપણ ના દેતા..!! ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં.,

  એમાં સંબંધઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા . !!

 4. તણાવ (ટેન્શન) માણસ ની બુદ્ધિ,શક્તિ,સ્મૃતિ, આનંદને એવી રીતેખાઈ જાય છે  જેવી રીતે ઊધઈ લાકડાને કોરી ખાય છે.


5. જીવન પિયાનોની જેમ છે.સફેદબટન સુખ રુપ છે.  કાળુ બટન દુઃખરુપ છે. બંને બટનને સાથે વગાડવાથી સુંદર સંગીત બને છે.


6. ક્રોધ પ્રિતીનો નાશ કરે છે માન વિનયનો નાશ કરે છે માયા મિત્રોનો નાશ કરે છે લોભ સર્વનો નાશ કરે છે


7. એકવીસમી સદીમાં ચેતવા જેવી બાબતો.. ટ્રાફિક,ટ્રેડિંગ અને ટેન્શન…ત્રણ ”ટ”

 પોલિટિક્સ,પોપ્યુલેશન, પોલ્યુશન,પોવર્ટી અને પાવર …. મંદી,મોંધવારી,મેહ,મોત અને મહેમાન…

8. બીજા જ્યારે ભૂલો કરે તેને ચકસવાનું સહેલું છે. પણ આપણી જભૂલને સ્વીકારવાનું ઘણું અઘરું છે.


9. કામ,ક્રોધ,લોભ,શંકા(વહેમ)અહંકાર ,ઈર્ષા આ જીવાત્માના છ શત્રુઓછે.


10. પ્રબળ ઈચ્છા શક્તિ અને મજબૂત મનોબળનાં બે પૈડાં વિજયરથને લઞાડી, ખડતલ શરીર રૂપી રથનું  માળખુ તેની ઉપર ગોવી, વિવેક બુદ્દિધને સારથી બનાવિ .  સામ,દામ,દંડ,ભેદ નામના ચાર હણહણતા ઘોડા પર  વિજય રથને જોતરી તમે સ્વયં તેમાં બિરાજશોતો જીવન સંગ્રામ જીતશો.


11. સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષફળતા  તમને દુનિયાનો પરિચય કરાવે છે.


12.. જેનું મન અને અંતઃકરણ શાંત અને સંતોષી છે તે સુખી છે.  જે  ભૂતકાળને વલોવતો ના હોય, ભવિષ્ય  ની ચિંતા કરતો ના હોય અને વતૅમાન માં જીવતો હોય તે સુખી છે.


13. જયારે સલાહ જોઈએ તો બધા લોકો તમને સલાહ આપશે,જ્યારે  સહાયતા જોઈએ ત્યારે પણ લોકો તમને સલાહજ આપશે,સહાયતા નહી.


14. તમે જો સાચા છો તો દુનિયામાં કોઈ તમારું નામ દેનાર નથી.તમે કોઈને જઞતમાં દુઃખ દેતા નથી,

કોઈને દુઃખ દેવાની તમારીભાવના નથી, તો તમને કોઈ દુઃખ દઈ શકે તેમ નથી.

15. માણસ કપડાંથી નથી શોભતો પણ વાણી, વતૅન અને કમૅની સુગંધથી શોભે છે. 1


16. ઘરમાં શાંતિ થાય એ જ મોટામાં મોટું ભણતર.


17. ફૂલ કહે છે મારી જેમ જીંદગીમાં હસતા રહો. વાદળી કહે છે મારી જેમ બીજા માટે વરસી જાઓ,ભમરો કહે છે કે સુખ અને દુઃખમાં સદા ગીત ગાયા કરો. ઘડિયાળ કહે છે કે સમય ચૂકશો તો કિંમત ઘટી જશે. સૂર્ય કહે છે કે અતિ ઉગ્ર બનશો તો કોઈ સામે નહિ જુએ.


18. ઈશ્વરને પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે કારણકે  આજનો માનવીફૂલ ધરીને બગીચો માગતો થઈ ગયો છે.

 

હું શું કરું ? November 17, 2011

Filed under: ગઝલ — mysarjan @ 1:44 pm

યુવાની જાય છેક્યાં વૃદ્ધ બનતાં વાર લાગે છે !
જીવન જીવતા રહીને બુદ્ધ બનતાં વાર લાગે છે;
કશું પાસે  હો ઝાઝુંકશાની ખેવના  હો,
જીવનમાં એટલા સમૃદ્ધ બનતાં વાર લાગે છે.

*

ગઝલ -

મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?

હું અલગ રહુંતું અલગ રહે વિશાળતાનું હું શું કરું ?
જવું એકમેકમાં ઓગળીહવે ભિન્નતાનું હું શું કરું ?

જે જહાજ પાર ઉતારશે  વજન વધુ  ખમી શકે,
કરી એકઠી જે મેં ઉમ્રભરહવે  મતાનુ હું શું કરું ?

છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના  પ્રવેશ હો,
હું બહાર ઊભો વિચારતોહવે ઉચ્ચતાનું હું શું કરું ?

હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું,
ભરી હાથ જે કરી દે અપંગ સહાયતાનું હું શું કરું ?

મારું શ્રેય શું ? મારું ધ્યેય શું ? છે તને ખબરછું હું બેખબર,
તું સજાગ છેતું સચેત છેતો સભાનતાનું હું શું કરું ?

તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે,
કે સમાનતાનો જ્યાં ભંગ હો ઉદારતાનું હું શું કરું ?

 

ગઝલનાં દરેક શેરમાં રદીફરૂપે પૂછાયેલો ‘હું શું કરું ?’
નો પ્રશ્ન દરેક વખતે ખૂબ  ધારદાર લાગે છે અને થોડીવાર આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે
જાણે કે બધા પ્રશ્નો આપણાં અંગત   હોય ! વાતેય સાચી છે
કોઈ એક માન્યતાને સત્યમાનીને આપણે જીન્દગીભર જીવ્યે રાખ્યું હોય અને
જ્યારે   માન્યતાને ખોટી ઠેરવતું સત્ય આપણી સમક્ષ આવીને ઊભું રહે,
ત્યારે આપણે નથી  સત્યને સહજતાથી સ્વીકારી શકતા કે નથી
 માન્યતાને સહજ રીતે છોડી શકતા… અને ત્યારે ભીતર સર્જાયછે,
આવી  ’હવે હું શું કરું’ ની કશ્મકશ

 

માનજો કે તમે લકી છો November 16, 2011

Filed under: સમજવા જેવું — mysarjan @ 4:35 pm

 માનજો કે તમે લકી છો

સંબંધો અને નસીબને કેટલો સંબંધ છે? નસીબદારની વ્યાખ્યામાં આપણે સંબંધોને કેટલા કાઉન્ટ કરીએ છીએ? સારા સંબંધોને સારા નસીબ કહેવા કે કેમ એ માણસ સંબંધોને કઈ નજરથી જુએ છે તેના પર આધાર રાખે છે. બધું જ હોય અને કોઈ ન હોય એ વ્યક્તિની વેદના બહુ જુદી હોય છે! હમણાં એક શિક્ષકને મળવાનું થયું. તેમને વસ્તીગણતરીનું કામ સોંપાયું છે. તેમણે કહેલો એક અનુભવ સંબંધોની સંવેદનાથી ભરપૂર હતો. તેમણે કહ્યું, હું એક ઘરે ગયો. ચાલીસ વર્ષના એક માણસે દરવાજો ઉઘાડ્યો. થોડીવાર એ મારી સામે જોતો રહ્યો. મેં ઓળખાણ આપીને કહ્યું કે વસ્તીગણતરી માટે આવ્યો છું. તેણે મને આવકાર આપ્યો અને ઘરમાં બોલાવી સોફા ઉપર બેસાડ્યો. મેં પૂછ્યાં એ બધા જ સવાલોના તેણે સરસ રીતે જવાબ આપ્યા. મારું કામ પતાવીને ઊભો થવા જતો હતો ત્યાં એ માણસે મને કહ્યું કે, થોડીવાર બેસોને! એ મારા માટે જયુસનો ગ્લાસ ભરી લાવ્યો. મને કહ્યું કે, કેટલા બધા દિવસો પછી મારા ઘરે કોઈ આવ્યું! કોઈના પગરવ વગર ઘણીવખત આપણે ઘરમાં જ ક્યાંક ભૂલા પડી ગયા હોય એવું લાગે! તેણે વાત આગળ વધારી. હું અહીં સાવ એકલો રહું છું. મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરું છું. અમારી કંપનીનાં લોકો વચ્ચે ઘરે આવવા- જવાના સંબંધો બહુ ઓછા છે. જરાક હસીને તેણે કહ્યું કે, અમારી કંપનીમાં પાર્ટીઓ થાય છે પણ હોટલમાં. ત્યારે ઘરે કોણ આવે? ન્યુઝપેપર વેન્ડર અને મિલ્કમેન સવારે ફ્લેટની બહાર છાપાં અને દૂધ મૂકી જાય છે. ઓફિસે જઉં પછી એક માણસ ઘરે આવીને ઘર સાફ કરી જાય છે. ઘરમાં હોઉં છું ત્યારે સાવ એકલો જ હોઉં છું. મને યાદ નથી કે છેલ્લે ઘરે મારી હાજરીમાં કોણ આવ્યું હતું! બાકી મારે પ્રેમાળ પત્ની છે, સરસ મજાના બે સંતાનો છે. મા-બાપ છે. ભાઈ-બહેન છે. પણ એ બધા બંગાળમાં રહે છે. કેટલીક મજબૂરીના કારણે હું મારા ફેમિલીને અહીં નથી લાવી શક્યો. ટિપોય પર પડેલી તસવીર તરફ આંગળી ચિંધીને કહ્યું કે, મારી પત્ની અને બંને બાળકોનો ફોટો છે. એ માણસના મોઢામાંથી નીકળતાં દરેક શબ્દોમાં અજાણ્યો ભાર હતો. તેણે કહ્યું કે ચાર-પાંચ મહિને એ લોકોને મળવા જઉં છું. એ લોકોની સાથે હોઉં ત્યારે પણ સતત થયા રાખે કે હમણાં પાછો એકલો થઈ જઈશ. મને વિચાર આવ્યો કે, બગીચામાં કોઈ ન આવે તો ફૂલોને વેદના થતી હશે? કોઈ વ્યક્તિ વગરનું ઘર માણસને ‘કામચલાઉ જેલ’ જેવું લાગતું હશે? ઘરનો ખાલીપો માણસના દિલમાં અનુભવાતો હોય છે. બારણાં પાસે આવ્યો ત્યારે મેં એ માણસ સામે જોઈને કહ્યું, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે કંઈક એવું થાય જેથી તમે તમારા પરિવાર સાથે રહી શકો. એ માણસની આંખો થોડીક ભીની થઈ હોય એવું લાગ્યું. સન્નાટો કેટલો અસહ્ય હોય છે તેનો અહેસાસ મને પહેલીવાર થયો. શિક્ષકે પછી વાત આગળ વધારી. એ દિવસે કામ પતાવીને હું ઘરે ગયો. ફળિયામાં રમતાં મારા બંને બાળકો મને જોઈને મારી પાસે આવીને મને વળગીને વાતો કરવા લાગ્યા. મારી પત્ની મારા માટે પાણીનો ગ્લાસ ભરીને લાવી. પાણીનો ઘૂંટડો ગળે ઉતાર્યો ત્યારે મને થયું કે, હું ખરેખર ખૂબ લકી છું. મારાં લોકો મારી સાથે અને મારી પાસે છે. મેં ભગવાનનો આભાર માન્યો અને પેલા અજાણ્યા માણસ માટે ભગવાનને પ્રાર્થના કરી. એ દિવસથી મારા ઘરમાં મને એક ગજબના સુખનો અનુભવ થાય છે. પેલાં માણસ પાસે આમ જોઈએ તો બધું જ હતું, છતાં એની પાસે કંઈ જ ન હતું. કોઈ ન હોય ત્યારે સંબંધોની ઝંખના તીવ્ર બની જતી હોય છે. બધાં હોય ત્યારે માણસને એની કદર હોતી નથી. ઘરના લોકોથી જેને નફરત હોય એવા લોકોએ પોતાના ઘરથી દૂર અને એકલા રહેતાં લોકો સાથે થોડાક કલાક રહેવું જોઈએ. એક યુવાનની પ્રેમિકા પડોશમાં જ રહેતી હતી. બંને એક સાથે જ મોટા થયાં. રોજ તોફાન, મસ્તી અને ઝઘડા. યુવાને કહ્યું કે હું રોજ એની મસ્તી કરીને એને હેરાન કરતો. એ રડવા માંડે ત્યાં સુધી તેને પરેશાન કરતો. મને બીજા શહેરમાં નોકરી મળી. એક મહિના પછી હું મારા ઘરે પાછો ગયો. મારી પ્રેમિકા મને મળી ત્યારે પહેલાં તો એ કંઈ જ બોલ્યા વગર મારી સામે હસી. મને યાદ આવ્યું કે હું આને રોજ કેવી રડાવતો હતો? મારી પ્રેમિકાની નજીક જઈ તેના બંને હાથ મારા હાથમાં લીધા. ખબર નહીં મને શું થયું પણ એના બંને હાથ વચ્ચે મોઢું રાખીને હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. મારી પ્રેમિકાને કહ્યું, મેં તને ખૂબ રડાવી છે ને? કદાચ ઈશ્વર તેની જ મને સજા કરે છે! પ્રેમિકાએ કહ્યું કે, તારા વગરેય હું રોજ રડી છું! વિરહમાં જ પ્રેમનો સાચો અર્થ સમજાતો હોય છે. તમારા ઘરે કોઈ તમારી રાહ જોતું હોય તો માનજો કે તમે લકી છો, મિત્રોને તમારા વગર પાર્ટી અધૂરી લાગતી હોય તો માનજો કે તમે લકી છો, કંઈક અંગત વાત કરવી હોય અને તમારી પાસે વાત કરી શકાય એવી વ્યક્તિ હોય તો માનજો કે તમે લકી છો, રડવાનું મન થાય ત્યારે કોઈ ખભો હોય તો માનજો કે તમે લકી છો. ફિલ્મમાં કે નાટકમાં જતી વખતે એક જ નહીં પણ બે ટિકિટ લેવાની હોય તો માનજો કે તમે લકી છો, કોઈ તમારા આલિંગનને તરસતું હોય તો માનજો કે તમે લકી છો. જરાક શાંતિથી તમારી આજુબાજુમાં નજર કરો અને વિચાર કરો કે, હું કેટલો લકી છું! છેલ્લો સીન: Everyone knows how to count but very few know ‘what to count?’

 

Previous Post November 16, 2011

Filed under: શાયરી — mysarjan @ 4:28 pm

દોસ્તી પર ગર્વ છે

સમયના વહેણમાં  સમાઈ ન જતા,
દિલના દરિયામાં ડૂબી ન જતા,
આપની મૈત્રી છે જિંદગીથી અનમોલ,
ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા.

ગુનાહ વગરનો હું ગુન્હેગાર છુ,
તમારે જેમ ગણવું હોય એમ ગણો,
ઘડિયાળના કાંટા ફેરવી નાખ અરે દોસ્ત,
પછી નહિ મળે આ ક્ષણો !

તમારા જેવા મિત્રો મારી મૂડી છે,

એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
બીજી તો સહુ ચીજ મામૂલી છે,
મિત્રો જ ઈશ્વરની ભેટ અણમોલી છે.

એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘમાં પણ તારી સાથે વાત કરું છુ.

દોસ્તીમાં જીવજો દોસ્તીમાં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ન કરજો,
જિંદગી નથી અમને દોસ્તોથી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી.

=================

Gujarati ‘Shayar and Ghazal-Writer’ Jalan Matri saheb

– કુદરત

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી;

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી;

શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી;

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી;

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

****************************************************************

દવા માટે કોઈ વલખે છે તો કોઈ દુઆ માટે,
કરે છે ધમપછાડા લોક જીવન જીવવા માટે;

વખત પર ના ફળી જ્યારે દુઆ તો ભેદ સમજાયો,
કે બાજુમાંથી ઊઠ્યા’તા ઘણા હાથો દુઆ માટે;

છતાં અફસોસ કે જઈ માનવી ફેંકાય દોઝખમાં,
નહીંતર સ્વર્ગ ક્યાં સર્જ્યું છે તેં તારા ભલા માટે;

છે એનો સ્પષ્ટ મતલબ કે ખુદા ખુદ મૂડીવાદી છે,
મુકદ્દ્રર એકસરખા હોત ના નહીંતર બધા માટે;

બધા ઝગડાની જડ પણ તું જ, જિમ્મેદાર તું ઈશ્વર,
તું ધારત તો ન હોતે ધર્મ અહીં એક જ બધા માટે;

કોઈનો એબ જોવા વેડફો ના તેજ આંખોનું,
કે એણે આંખ આપી છે તો સારું દેખવા માટે;

હકૂમતના જ હાથોમાં જો હોતે જળ, હવા, ઓજસ,
‘જલન’ તકલીફ પડતે ખૂબ જીવન જીવવા માટે.

 

November 16, 2011

Filed under: સમજવા જેવું — mysarjan @ 4:21 pm

આઈ ડોન્ટ લાઈક ઈટ – કાજલ ઓઝા વૈદ્ય

August 30th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : કાજલ ઓઝા-વૈદ્ય |

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર. આપ કાજલબેનનો આ સરનામે સંપર્ક કરી શકો છો : kaajalozavaidya@gmail.com ]

શનિવારે હનુમાન મંદિરમાં નજર કરીએ કે ગુરુવારે સાંઈબાબાના મંદિરમાં જઈને ઊભા રહીએ તો ખૂબ નવાઈ લાગે એવું દ્રશ્ય જોવા મળે. જીન્સ અને ટી-શર્ટ પહેરેલા, કેપ્રીઝ અને શોર્ટ્સ પહેરેલા 14 થી 20-22-25ની ઉંમરના કેટલાય યુવાનો અને યુવતીઓ મંદિરમાં જોવા મળે.

સામે પક્ષે કોઈને ઘેર જઈએ અને માતા-પિતા આ જ ઉંમરના યુવાન દીકરાને ઓળખાણ કરાવે તો પગે લાગવાને બદલે આ ઉંમરનાં બાળકો ‘હાય’ કે ‘હેલો’ કહીને હાથ મિલાવવાનું પસંદ કરે છે. કદાચ માતા-પિતા આગ્રહ રાખે તો એ વડીલને પગે લાગે છે ખરા, પરંતુ કમને ! લગ્નમાં કે સામાજિક પ્રસંગે જ્યારે આ સત્તરથી પચીસના યુવાનોને લઈ જવાનો આગ્રહ કરવામાં આવે ત્યારે એમનો પહેલો સવાલ હોય છે, ‘મને ત્યાં શું મજા આવશે ?’ અથવા ‘મારું ત્યાં શું કામ છે ?’ કદાચ એમને પરાણે સાથે લઈ જવામાં આવે તો ત્યાં જઈને સતત પોતાના મોબાઈલ ઉપર રમ્યા કરવા સિવાય એ ભાગ્યે જ કોઈ વાતમાં રસ લે છે. ઘરે મહેમાનો આવે ત્યારે સાથે બેસવા કે વાતો કરવાને બદલે આ પેઢી પોતાના રૂમમાં બેસવાનું કે ટીવી જોવાનું પસંદ કરે છે. આ પેઢી વાંચતી નથી. આ પેઢી ફેસબુક અને ટ્વીટર પર સમય બગાડે છે. મોબાઈલના ચેટીંગમાં પૈસા ઉડાડે છે. આ પેઢીને વડીલો માટે માન નથી, આ પેઢીને સમજ નથી. આ પેઢીમાં કોઈ સિરિયસનેસ નથી…. આવી અનેક ફરિયાદો આજના 14થી 20 વર્ષના યુવાનોનાં માતા-પિતાના મોઢે આપણને અવાર નવાર સાંભળવા મળે છે.

આ નવી પેઢી માતા-પિતા સાથે ફિલ્મ જોવા જવાનું કે રેસ્ટોરામાં જવાનું પણ ટાળે છે. એમને પોતાના ફ્રેન્ડ્સની કંપની વધારે ગમે છે. મેક્સિકન, ઈટાલિયન, કોન્ટિનેન્ટલ કે થાઈ ફૂડ ખાતા ગુજરાતીઓ હવે રવિવારની સાંજે ઘેર ખાવાનું ટાળે છે. ઘણાં ઘરોમાં પત્ની નોકરી કરતી થઈ છે. બે આવકો ઘરને સધ્ધર અને જીવનધોરણને અધ્ધર કરે છે. વોશીંગ મશીન, માઈક્રોવેવ વસાવવામાં આવે છે. પત્ની જિમમાં જાય અને પોતાનું ફિગર સાચવે એ પતિને ગમે છે. ક્યારેક ડ્રિન્ક લેતી પત્ની, અંગ્રેજી બોલતી પત્ની અને ‘ઈન્ડિપેન્ડન્ટ’ પત્ની ગુજરાતી પતિની ઝંખના છે ખરી, પરંતુ એ જ પત્ની બેસણામાં સાડી પહેરીને, માથે ઓઢીને બેસે એવી મોટેરાંઓની અપેક્ષા હોય છે. દીવાળીમાં ઘર તો ધોળાવું જ પડે. મઠિયા, ચોરાફળી અને નાસ્તા બનાવવા જ પડે. શનિવારે સાંજે પાર્ટી કરતા ગુજરાતીઓ માટે ગુજરાતની દારૂબંધી જાણે અસ્તિત્વ જ ન ધરાવતી હોય એમ એ લોકો જીવે છે. છતાં શ્રાધ્ધ, બારમું, તેરમું કે સગાઈ-લગ્નના પ્રસંગોએ એમનું ગુજરાતીપણું ભારોભાર છલકાય છે. કોણે કોને કેટલો વ્યવહાર કર્યો, કોણે પ્રસંગ કરવામાં કંજૂસી કરી અને કોને ઘરે પ્રસંગમાં ડિનર કેટલું ખરાબ હતું એની ચર્ચા જ આવી શનિવારની પાર્ટીઓમાં મુખ્ય એજન્ડા બની રહે છે.

સંતાનો નવી દુનિયામાં જન્મ્યાં છે. ગેઝેટ્સ એમને માટે ડાબા હાથનો ખેલ છે. ત્રણ વર્ષની બેબી આઈપેડ રમે છે અને પાંચ વર્ષનો બાબો એન્ડ્રોઈડનો ફોન કેવી રીતે વાપરવો એ દાદાજીને શીખવે છે. ‘આઈ ડોન્ટ લાઈક ઈટ’ કહીને ભાખરી-શાકના ટેબલ પરથી ઊભા થઈ જતા આ પેન્ટી દેખાય એવી રીતે પેન્ટ પહેરતા જુવાનિયાઓ ‘ના’ કહી દેતા સહેજેય અચકાતા નથી. એમને માટે પૈસાની કોઈ કિંમત નથી. લાગણીઓનું મૂલ્ય એ એમની રીતે, એમની વ્યાખ્યામાં કરે છે. ‘ડેટિંગ’ અને ‘કમિટમેન્ટ’ના અર્થો એમને માટે જુદા છે. નેવુંના દાયકાની આસપાસ અને પછી જન્મેલી આ આખીયે મિલેનિયમ પેઢી જિંદગીને સાવ જુદા આયામથી જુએ છે.

ચાળીસથી પચાસનાં થઈ રહેલાં એમનાં માતા-પિતા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી જોવા પડોશીને ઘેર જતાં હતાં એ વાત એમને ભુલાતી નથી. બ્લુ સ્ક્રીન લગાડીને જોવાતા બ્લેક એન્ડ વ્હાઈટ ટેલિવિઝનની રવિવારની ફિલ્મોથી શરૂ કરીને મલ્ટિપ્લેક્સીસ અને ફૂલ એચડી, એલઈડી ટેલિવિઝન્સ સુધીનો પ્રવાસ એમણે એકશ્વાસે પૂરો કર્યો છે ! એમની પહેલાની પેઢીને ટેકનોલોજી સાથે ભાગ્યે જ નિસબત રહી. આજે સિત્તેરની આસપાસ પહોંચેલાં મા-બાપ સતત માને છે કે એમનાં સંતાનો જે જીવે છે તે ખોટું છે. જે રીતે પૈસા વાપરે છે એ બેફામ છે. જે ખાય છે, પીએ છે એ બધું જ નુકશાનકારક છે. એ જે રીતે એમનાં સંતાનોને ઉછેરે છે એ તદ્દન ખોટું છે. તો આવાં ચાળીસી વટાવી ચૂકેલા ‘અણસમજુ’ ગણાતા સંતાનોનાં સંતાન માને છે કે એમનાં મા-બાપને કાંઈ સમજ પડતી નથી. એ લોકો સતત અર્થહીન અને ઈમોશનલ વાતો કર્યા કરે છે. એ લોકો જે રીતે લાઈફનું પ્લાનિંગ કરે છે એ નકામું છે. એ લોકો જે રીતે પૈસા બચાવે છે એ બેવકૂફી છે.

વધતા જતા મેડિકલના ખર્ચા અને ‘ઓન્લી ફોર્ટીન થાઉઝન્ડ’ના ફોનની વચ્ચે એમના પોતાના માટે ભાગ્યે જ કશું બચે છે. જિમ અને બ્યુટી પાર્લરમાં રેગ્યુલર જઈને પોતાની જાતને સાચવતી, પ્રમાણમાં નાની દેખાતી મમ્મીને દીકરી કહે છે, ‘લુક યોર એજ મોમ !’ તો સાસુ એને સંભળાવે છે કે ‘જેટલું ધ્યાન બ્યુટી પાર્લરમાં રહે છે એટલું રસોડામાં રહે તો સારું.’ આ બંનેની વચ્ચે સવારે ચાર વાગ્યે પાર્ટી કે ગરબામાંથી પાછી ફરતી દીકરીની ચિંતામાં મમ્મી આખી રાત જાગે છે અને પપ્પા એને ધમકાવી નાખતા એને અચકાતા નથી. ‘હું તો કમાઉં કે પછી ઘરનું ધ્યાન રાખું ?’ એ પૂછે છે…. પત્ની પાસે આનો જવાબ નથી ! એક તરફથી વડીલો, મોટેરાઓ અને સીનિયર સિટીઝન્સની ટીમ છે, જે માને છે કે જે કંઈ જૂનું છે તે જ સાચું છે. પરંપરાઓ અને જૂની માન્યતાઓને વળગીને એ પોતાની જિંદગી જીવવા માગે છે. નાનકડી પણ ફેરબદલ એમને સ્વીકાર્ય નથી એવું એ દ્રઢપણે કહી શકે છે. બીજી તરફ હાઈટેક-વેલઈન્ફોર્મ્ડ, કલેરિટી ધરાવતી, લાગણી અને કારકિર્દીને બરાબર માપીને નિર્ણય લઈ શકતી નવી પેઢી છે. આ બંનેની વચ્ચે ફંગોળાતી એક એવી પેઢી છે, જેને માતા-પિતા વખાણતાં નથી અને સંતાનો સુધારવાનો આગ્રહ રાખે છે !

અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટની જગ્યાએ ઘાસલેટના દીવા હતા અને મુંબઈમાં ટ્રામ હતી એ વાત જાણનારા અને જોનારા મા-બાપ હજી જીવે છે, તો મુંબઈમાં મેટ્રો થવાની છે એ વાતે ખભા ઉછાળીને પોતાનો આનંદ પ્રગટ કરતી નવી પેઢી છે. આવનારી પેઢી માટે મોહનદાસ કરમચંદ ગાંધી એક ‘ઈન્ટરેસ્ટિંગ પર્સનાલિટી’ છે, જ્યારે એના બા-દાદા માટે એ ‘મહાત્મા’ છે…. પિત્ઝા, પાસ્તા, ફ્રેન્કી એમના માટે ફેવરિટ ફૂડ છે તો બા-દાદા માટે મેંદાના ડૂચા…. એકને ટેલિવિઝન પર આસ્થા, સંસ્કાર અને મોરારિબાપુની કથા જોવી છે, તો બીજાને ઝૂમ, ટ્રાવેલ એન્ડ લીવિંગ, ફૂડ કે પછી ‘બિન્દાસ’ ચેનલ જોવી છે. આ બંનેની વચ્ચે કરગરીને રિમોટ માંગવો પડે એને બદલે ઓરડામાં ટીવી વસાવવાનું ચાળીસીએ પહોંચેલી પેઢીને સહેલું અને સસ્તું પડે છે. ટાર્ગેટ એચિવ કરવાના…. પ્રમોશન માટેની સ્ટ્રગલ, ધંધો મેળવવા માટે નાના-મોટા કરપ્શન કરતી આ પેઢી ભયાનક સ્ટ્રેસમાંથી પસાર થાય છે. આ પેઢીને હાર્ટઅટેક આવે છે પચાસથી પંચાવનની વચ્ચે. બી.પી, ડાયાબિટીસ, સાઈકોસોમેટિક બીમારીઓ એમને ઘેરી વળે છે. પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થાય છે. લગ્નેત્તર સંબંધો આ પેઢીની સ્ટ્રેસ ઘટાડવાના બદલે સ્ટ્રેસ વધારે છે. સ્વાતંત્ર્યતા લાવનાર પેઢી…. અને સ્વાતંત્રતા ભોગવનાર પેઢીની વચ્ચે જીવતી આ ‘વિવિધ ભારતી-દૂરદર્શન’ની પેઢી પોતાની સ્વતંત્રતા માટે ક્યારેક બે-ચાર દિવસ ‘બ્રેક’ લે છે ! પાછા ત્યાં જ ફરવાનું છે એની એમને ખબર છે. એમને બંને પેઢી માટે અનહદ લાગણી છે. એ બંને પેઢીને સુખી જોવા માગે છે, પરંતુ આ બે પેઢીઓ કદાચ એકબીજાના સાથે સુખી થઈ શકે એમ નથી એવું સત્ય સ્વીકારવાનો સમય કદાચ આવી ગયો લાગે છે.

રજનીશે પોતાના એક વ્યાખ્યાનમાં કહ્યું છે કે, ‘મેં આખી જિંદગી મારા પિતાને ખોટા ઠેરવવાનો પ્રયાસ કર્યો. મને જ્યારે સમજાયું કે એ સાચા હતા ત્યારે મારો દીકરો મને ખોટો ઠેરવવા તૈયાર થઈ ગયો હતો.’

Email This Article

 

ઘડપણની વ્યાખ્યા શી? November 16, 2011

 

ઘડપણ……..

આજકાલ બધું જ બદલાઈ રહ્યું છે અને વળી ઝડપભેર બદલાઈ રહ્યું છે.

પરિવર્તનની ઝડપને કારણે અક્કલ બહેર મારી જાય તેવું પણ થાય છે.

ઘડપણની વ્યાખ્યા શી?

ઘડપણ એટલે પરિવર્તનને સ્વીકારવાની અને પચાવવાની અશક્તિ.
માનવ ઈતિહાસમાં ક્યારે પણ જૂની પેઢીને નવી પેઢી ડાહી લાગી નથી.
જગતનું સૌથી ઘરડું વિધાન આ પ્રમાણે છેઃ આ દુનિયા હવે પહેલા જેવી રહી નથી.


પ્રત્યેક સૂર્યાસ્ત નવું અંધારું મૂકતો જાય છે.

પ્રત્યેક સૂર્યોદય નવું અજવાળું લેતો આવે છે.

છાશ પીવાનું ઘટતું જાય છે અને બિયર પીવાનું વધતું જાય છે.

ગોળપાપડી ખાવાનું ઘટતું જાય છે અને ચોકલેટ ખાવાનું વધતું જાય છે.

ગાય પાળવાનું ઘટતું જાય છે અને કૂતરા પાળવાનું વધતું જાય છે.

ચાલવાનું ઘટતું જાય છે અને સ્કૂટરવાનુંવધતું જાય છે.

વિચારવાનું ઘટતું જાય છે અને ડાચું વકાસીને ટીવી જોયા કરવાનું વધતું જાય છે.

લોહીની સગાઈની અને લગ્નસંબંધની બોલબાલા ઘટતી જાય છે.

અને મનમેળના માનપાન વધતાં જાય છે.

માબાપની કડકાઈ ઘટતી જાય છે અને સંતાનોની જોહુકમી વધતી જાય છે.

ભાખરીની જગ્યાએ બ્રેડ અને ઢેબરાની જગ્યાએ પિઝાનું ચલણ વધતું જાય છે.

લીંબુનું શરબત એકાએક લિમકા બની જાય છે.
યુગલ હોય એવા કપરકાબીની જગ્યાએ વાંઢો મગઆવી જાય છે.

ઘરે ઘરે ગૃહિણીઓ કહેતી થઈ છેઃ આજે બહાર જમી આવીએ.

સ્કૂટર નારીમુક્તિનું વાહન બની રહ્યું છે.

જૂની આંખે નવા તમાશા જોવાની પણ એક મજા હોય છે.

આવી મજા ન માણી શકે તેવી અવસ્થાને ઘડપણ કહેવામાં આવે છે.

ઘડપણ મનની અવસ્થા છે.

નવી પેઢીને ઓરડો છોડતી વખતે સ્વિચ ઓફ કરવાની ટેવ હોતી નથી.

કેટલાક ઘરોમાં ઉંમરલાયક વડીલ સતત સ્વિચ ઓફ કરતા જ રહે છે.
બાથરૂમમાં દિવસે પૂરતું અજવાળું હોય તોય લાઈટ ચાલુ કરીને સ્નાન કરવાનું નવી પેઢીના યુવકયુવતીઓને ગમે છે.

ઓછા પાવરનો બલ્બ એમને બિલકુલ ગમતો નથી.

શિયાળામાં પણ ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું એમને ગમે છે.

શિયાળામાં પણ પંખો ચાલુ રાખીને સૂઈ જવાનું વ્યસન કેળવાતું જાય છે.

પૈસા વધારે ખર્ચાઈ જાય તે અંગેની યુવાનોની લાપરવાહી વડિલોને અકળાવે છે.

જૂની પેઢીને બગાડ પજવે છે, નવી પેઢીને બગાડ પજવતો નથી.

જમાઈઓ દીકરા જેવા થતા જાય છે અને દીકરાઓ જમાઈ જેવા થતા જાય છે.

એક મિત્રે કહેલુઃ

ટીવીને કારણે મારી નવ વર્ષની છોકરી રાતોરાત અઢાર વર્ષની થઈ ગઈ !

હનિમૂન પર જઈ આવ્યા પછી તરત જ છૂટાછેડા લેવાય તેવા બનાવો વધતા રહેવાના છે.

આવું બધું વાંચીને મોટરાઓએ અકળાવાની જરૂર નથી.

જીંદગીભર કણસતા રહીને પતિપત્ની સંસાર વેંઢારે તેના કરતાં છૂટાં પડી જાય તેમાં કશું ખોટું નથી.

પવન, ઝરણું અને વાદળ તો વહેતાં જ રહેવાના છે.

ટીવીની સિરિયલ જોઈએ, એ જ રીતે પરીવર્તનને નીરખવાની મજા માણવા જેવી છે.

સરતિ ઈતિ સંસારઃ ! જે સરતો રહે છે તેનું જ નામ સંસાર.

 

“શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે November 16, 2011

Filed under: સમજવા જેવું — mysarjan @ 2:32 pm

પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું, પણ… પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો,

એ જોઈને દિલ રડી પડયું………

શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે  શ્વાસ ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને

વિશ્વાસ ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે.”


માનવ સંવેંદનાઓનો છે આ જનજાળ..
સરવાળે બેસાડેલા સંબંધોની મીઠી પાળ…
ઉધારે રહેતી મદદને ના ગણો ઉપકાર..
 બસ મનનો થાક ઓછો કરો ઉતરી જશે બધો ભાર..


દરિયો ભલે ને માને કે પાણી અપાર છે
, એને ખબર નથી કે નદીનું ઉધાર છે.


ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે
ખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ .


માનસિક દરિદ્રતાને પરિણામે આપણાં સપનાં નાનાં હોય છે અને તેના થકી નવસર્જન શક્ય નથી માટે આપણાં સપનાં દિવ્ય અને ભવ્ય હોવાં જોઇએ.

જે ગતિશીલ છે તે પ્રગતિશીલ પણ છે. ઊર્જા સ્ત્રોત સૂર્ય ક્યારેય થંભે છે! માટે જ, સતત ગતિશીલ રહો! ઇતિહાસ નિર્જીવ નથી હોતો. ઇતિહાસ પુસ્તકોમાં છાપેલાં કાળાં અક્ષરો નથી હોતાં. ઇતિહાસનો પ્રત્યેક પળ ચેતના ધરાવતો હોય છે. ચૈતન્યમય હોય છે. જે નવી ચેતના પ્રગટાવવાનું સામર્થ્ય ધરાવે છે.


મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે

તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે અનેતમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો.


એક સાચો મિત્ર એવું વચન તો નહિ આપે કે હું તમારી બધી જ સમસ્યાને હલ કરી દઈશ
,
પરંતુ સમસ્યા આવે ત્યારે તમને એકલો નહિ છોડી દે..!!


જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઇ ગયું હોય તેની ચિંતામાં પડવા કરતાં કિતાબના કોરા પાના સારા કર્મોથી લખાય તેની ચિંતા કરો .

 

ભગવાને જ્યારે પિતાની રચના કરી…. – November 16, 2011

Filed under: બોધકથા — mysarjan @ 1:46 pm

ભગવાને જ્યારે પિતાની રચના કરી…. –

[‘અંતરનો ઉજાસ’ પુસ્તકમાંથી સાભાર.]

ભગવાને જ્યારે પિતાની રચના કરવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પ્રથમ એણે ઊંચું અને પડછંદ માળખું બનાવ્યું. બાજુમાં ઊભેલા દેવદૂતને નવાઈ લાગી. એનાથી બોલ્યા વિના ન રહેવાયું. ખૂબ જ નમ્રતાપૂર્વક એણે કહ્યું : ‘ભગવાન ! ક્ષમા કરજો ! પણ તમે આ કેવી વિચિત્ર રચના કરી છે ? જો બાળકો સાવ નાનાં જ હોય અને જમીનથી આટલાં નજદીક રહેવાનાં હોય તો પિતાની આટલી બધી ઊંચાઈ રાખવાનું મહત્વ શું છે ? નહીં તો એ બાળકો સાથે બરાબર લખોટી રમી શકે કે પછી નહીં તો એ કૂકા કે કૂંડાળાં રમી શકે ! એ બાળકોને પથારીમાં બરાબર રીતે સુવડાવી પણ નહીં શકે અને સાવ નમશે ત્યારે જ નાના બાળકને બચી ભરી શકશે. જો આવું જ થવાનું હોય તો આટલી ઊંચાઈનું મહત્વ શું ?’

ભગવાન હસી પડ્યા અને બોલ્યા : ‘હા ! એ બધી વાત બરાબર છે પણ જો હું એને બાળકો જેવડો જ બનાવત તો પોતે પણ મોટાં થઈને ઊંચા થવાનું છે એવો ખ્યાલ બાળકો ક્યાંથી મેળવત ? પોતાના પિતાની ઊંચાઈ એમના માટે પથદર્શક બની રહેશે.’ આ ‘ઊંચાઈ’ શબ્દ પેલા દેવદૂતને બરાબર સમજાયો નહીં.

એ પછી ભગવાને પિતાના હાથની રચના કરી. ખૂબ મોટા, નહીં જરાય સુંવાળા કે નહીં સહેજેય કૂણા ! આંગળીઓ પણ જાડી અને બરછટ ! દેવદૂતથી આ જોઈને બોલાઈ ગયું, ‘ભગવાન ! આ વખતે તો મારે કહેવું જ પડશે કે આ હાથ બનાવવામાં તમે માર ખાઈ ગયા છો. તમને એ ખ્યાલ હોય જ કે મોટા હાથ અતિ ચપળ નથી હોતા. એ કેમ કરીને બાળકના વસ્ત્રનાં બટન ખોલશે ? પિન ખોસતાં તો એને જરા પણ નહીં ફાવે. દીકરીઓના વાળની ચોટીમાં દોરી નાખતાં એને નાકે દમ આવી જશે. લાકડાનાં રમકડાંથી રમતાં જો બાળકને ફાંસ વાગશે તો આ બરછટ અને જાડા હાથ એ નહીં જ કાઢી શકે. એટલે મને તો લાગે છે કે હજુ સંપૂર્ણ રચના નથી થઈ ત્યાર પહેલાં આમાં કંઈ સુધારો કરી નાખો તો કેવું ?’

આ વખતે પણ ભગવાન હસીને બોલ્યા, ‘તું સાવ સાચું કહે છે. તારી વાત સાથે હું જરા પણ અસંમત નથી. પણ તને ખ્યાલ છે કે આ મજબૂત હાથ જ ખેતર ખેડી શકશે ! એ બરછટ હાથ લાકડાં પણ કાપી શકશે, અરે ! કુટુંબનું પેટ ભરવા માટે એ પહાડ પણ ખોદી શકશે. એ જ મોટા હાથ નદીનો પ્રવાહ બદલી શકશે, દરિયો ખૂંદી શકશે અને પોતાના નાના બાળકનું અને અન્યનું રક્ષણ કરવા શસ્ત્રો પણ સર્જી શકશે. નાનું બાળક સાંજે બહારથી રમીને આવશે પછી પોતાનું ખિસ્સું ખાલી કરીને પથ્થરો, શંખલા, ખીલીઓ, બાકસના ખાલી ખોખાં વગેરે એ હાથમાં મૂકશે અને એમાંની એક પણ વસ્તુ પાડ્યા વિના આ મોટા હાથનો વિશાળ ખોબો એ બધું જ ઝીલી શકશે. મોટા, રુક્ષ અને બરછટ હાથ હોવા છતાં પણ બાળકનો સુંદર ચહેરો એની હથેળીમાં આસાનીથી આવી શકશે !’ નવાઈ સાથે દેવદૂત સાંભળી રહ્યો. આવો વિચાર તો એણે કર્યો જ નહોતો. ભગવાન હવે પિતાના લાંબા અને મજબૂત પગની રચના કરી રહ્યા હતા. એણે પગની સાથે ખૂબ વિશાળ ખભાની રચના પણ પૂરી કરી. પછી દેવદૂત સામે જોયું. દેવદૂત જાણે ભગવાનના પોતાની સામે જોવાની જ રાહ જોઈ રહ્યો હોય તેમ બોલી ઊઠ્યો, ‘ભગવાન ! આટલા પહોળા અને લાંબા પગ હશે તો બાળક એના ખોળામાં ઊંઘી કેવી રીતે શકશે ? નાનકું બાળક પોતાના પિતાને વહાલ કરતાં કરતાં બે પગ વચ્ચેથી પડી નહીં જાય ? અને એના આટલા બધા પહોળા ખભા શું કામ બનાવ્યા છે ?’

ખડખડાટ હસતાં હસતાં ભગવાન બોલ્યા : ‘અરે ભાઈ ! માતાનો ખોળો તો મેં બનાવ્યો જ છે. અને એ બાળક માટે પર્યાપ્ત છે. આ મજબૂત પગ તો બાળક જ્યારે સાઈકલ ચલાવતાં શીખશે ત્યારે એની પાછળ દોડવા માટે છે. હળની પાછળ મજબૂત રીતે ચાલવા માટે છે. પેટિયું રળવા માટે થાક્યા વિના રઝળપાટ કરવા માટે છે. બાળક માટે લીમડા પરની લીંબોળીઓ પાડવા તેમજ આંબલી પરથી કાતરા ઉતારવા ઝાડ પર ચડવા માટે છે. અને આ વિશાળ ખભા ઉજાણીએથી પાછા આવતાં કે સરકસમાંથી મોડી રાત્રે છૂટ્યા પછી પાછા ફરતાં બાળક માથું મૂકીને નિરાંતે ઊંઘી જઈ શકે તે માટે બનાવ્યા છે. ઘરે પહોંચતાં સુધી એ પહોળા ખભા બાળકનો આધાર બની રહેશે.’ ભગવાને પિતાના લાંબા પગની નીચે મોટા મોટા ફાફડા જેવા પંજા બનાવ્યા ત્યારે પ્રશ્ન પૂછવાને બદલે દેવદૂતે ખડખડાટ હસવા જ માંડ્યું. માંડ થોડું હસવું દબાવીને એણે કહ્યું, ‘સાચું કહું પ્રભુ ! હવે તો ખરેખર હદ થાય છે. આવા મોટા ફાફડા જેવા પગના પંજા બાળકોને બિવડાવશે. નાનકડા ઘરમાં એનાં રમકડાં કે ઘરઘર રમતાં ગોઠવેલાં એના રાચ-રચીલાને કચરી નાખશે. બધું ઠેબે ચડાવશે. નદીના કાંઠે રેતીમાં બનાવેલું બાળકનું ઘર એ ખ્યાલ વગર જ ઉડાડી દેશે ! એટલે હું કહું છું કે તમે ફરી એક વાર વિચાર કરી જુઓ. નહીં તો મને આવા ફાફડા જેવા પગની રચના પાછળનો ભેદ સમજાવો !’

મુક્ત હાસ્ય સાથે ભગવાન બોલ્યા, ‘અરે નાદાન ફરિશ્તા ! કારણ અને વજૂદ વગર હું કંઈ પણ બનાવું ખરો ? તને જે પગ ફાફડા જેવા લાગે છે, એ પગ પર પગ મૂકીને નાનકડું બાળક ‘પાગલો પા…. મામાને ઘેર રમવા જા !’ તેમજ ‘ઢીચકા ઢમણ…’ જેવી રમતો રમી શકશે. એ પગ પર પગ મૂકી એ ચાલશે. એ પગના મોટા બૂટમાં રેતી, પથ્થર અને કંઈકેટલીયે વસ્તુઓ ભરવાની રમતો એ રમી શકશે. અને એ સિવાય પણ મક્કમ રીતે જમીન પર મુકાતાં એ પગલાં એનામાં આત્મવિશ્વાસ પ્રેરશે.’ દેવદૂત વિચારમાં પડી ગયો. ધીમે ધીમે એને બધું સમજાતું જતું હોય તેવું લાગતું હતું.

રાત થઈ ગઈ હતી. ભગવાન હવે પિતાનો ચહેરો બનાવી રહ્યો હતો. પિતાની રચનાનો એ અંતિમ તબક્કો હતો. જેવો ભગવાને પિતાનો દઢ અને કડક ભાવવાળો ચહેરો કંડારી લીધો કે તરત જ દેવદૂત બોલી ઊઠ્યો, ‘ભગવાન, તમે પિતાની સંપૂર્ણ રચના તો બરાબર કરી પરંતુ માતાના ચહેરાની જોડ તો આ ચહેરો ન જ આવે ! ક્યાં એક માનો ચહેરો અને ક્યાં પિતાનો ?!’ આ વખતે ભગવાન હસ્યા નહીં. ખૂબ જ ગંભીર બની ગયા. પિતાના તૈયાર શિલ્પની આંખોમાં એમણે એક એક આંસુ મૂક્યું. એ સાથે જ એ દઢ અને કડક દેખાતો ચહેરો ભાવવાહી બની ગયો. એ કડક લાગતી આંખોમાં કરુણા છલકાઈ આવી. પછી ભગવાને દેવદૂત સામે જોઈને કહ્યું, ‘હવે જો ! પિતા પણ માતાની જેટલો જ પ્રેમ પોતાનાં બાળકોને કરશે. મા જેવી જ કરુણા હું એના હૃદયમાં પણ મૂકું છું. એ પણ પોતાના બાળક માટે જીવ સુદ્ધાં આપી દેવા તૈયાર રહેશે. બાળકનો ગોઠણ છોલાશે ત્યારે એના હૃદયમાં પણ સબાકો આવશે. બાળક દુઃખથી પીડાતું હશે ત્યારે લાગણીનો ડૂમો એના શબ્દોને પણ રોકી લેશે. પોતાનું બાળક સુખી થતું હશે તો એ ગમે તેવાં દુઃખો દઢતા અને મક્કમતાથી સહન કરવા તૈયાર થઈ જશે. એના ખભે માથું મૂકી કોઈ પણ ઉંમરનું સંતાન શાતા અને સાન્તવન પામશે. એનું મન ભલે એ માતાની માફક ગમે ત્યારે ખોલે નહીં, પણ સ્નેહનું સરોવર એમાં હંમેશાં છલકતું રહેશે. અને આ આંસુ એ માટેની ખાતરીની મહોર છે !!’

દેવદૂત પાસે હવે એક પણ સવાલ બાકી નહોતો રહ્યો. એ ચૂપ થઈ ભગવાનને વંદન કરતો ઊભો રહી ગયો.

 

 
Follow

Get every new post delivered to your Inbox.